મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઓઢવમાં ક્ન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડી, એક મજૂરનું મોત અને અન્ય એક ઘાયલ

અમદાવાદ શહેરમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ઓઢવ વિસ્તારમાં કિંગ્સ્ટન

અમદાવાદ: ઓઢવમાં ક્ન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડી, એક મજૂરનું મોત અને અન્ય એક ઘાયલ

અમદાવાદ શહેરમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ઓઢવ વિસ્તારમાં કિંગ્સ્ટન સાઇટની બાજુમાં ડી માર્ટની સાઇટ ચાલતી હતી, ત્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ કાફલો, ફાયરની ટીમ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

દુર્ઘટનામાં એ મજૂરનું મોત

દુર્ઘટનામાં એ મજૂરનું મોત અને અન્ય મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. મૃતક મજૂરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ અન્ય મજૂર હાલ સારવાર હેઠળ છે.

ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડી

ફાયર વિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે નિકોલ-વિરાટનગર રોડ પર આવેલા મનમોહન પાર્ક નજીક તૈયાર થઇ રહેલી બિલ્ડીંગના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડી હતી. જેમાં કેટલાક દટાયા હોવાનું જાણવા મળતાં ફાયરબ્રિગેડ બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કરી દટાયેલા બે શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ સભાન અવસ્થા છે.  તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો