મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: ગેનીબેન બાદ વધુ એક સાંસદને ગદ્દાર કહેવામાં આવતા વિવાદ

Surendranagar news: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહ્યા બાદ સુરેન

Surendranagar news: ગેનીબેન બાદ વધુ એક સાંસદને ગદ્દાર કહેવામાં આવતા વિવાદ

Surendranagar news: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહ્યા બાદ સુરેન્દ્રનગરમાં નવરંગપુરાના ચિંતન મહેતાએ કોંગ્રેસના વધુ એક મહિલા સાંસદને ગદ્દાર કહ્યા.  છત્તીસગઢના Congress ના સાંસદ જ્યોત્સના મહંતને ગદ્દાર ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. અને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મહિલા સાંસદોને ગદ્દાર ગણાવનાર ચિંતન મહેતા પર પોલીસ કાર્યવાહી ના થતા કૉંગ્રેસના નેતાઓમાં અસંતોષ ફેલાયો છે. 

સુરેન્દ્રનગરના ચિંતન મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને Congress સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. પહેલા ગેનીબેન અને હવે છત્તીસગઢના કોંગ્રેસના મહિલા સાંસદને ગદ્દાર કહ્યા છે. ગેનિબેન ઠાકોર બાદ છત્તીસગઢના કોંગ્રેસ સાંસદ જ્યોત્સના મહંતને પણ ગદ્દાર ગણાવ્યા હતા. આ સાંસદોએ વકફ સંશોધન બિલ વિરુદ્ધ મતદાન કર્યા હોવાનું પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. 

મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરની માફી માંગ્યા બાદ વધુ એક મહિલા સાંસદને ચિંતન મહેતાએ ગદ્દાર કહેતા રોષ ભભૂક્યો છે. તેની સામે કાયદેસર કાર્યવાહી કરી કડક સજા આપવા કૉંગ્રેસે માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો