મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભુજ પાલિકાની જન્મ-મરણ શાખામાં ડિજિટલ સહીના દુરુપયોગનું કૌભાંડ આચરનાર બે કર્મચારીઓ સામે કાર્યવાહી

સોર્સ: gstv

 કચ્છની ભુજ નગરપાલિકામાં જન્મ-મરણ શાખાનું એક ગંભીર કૌભાંડ સામે આવતા સમગ્ર કચેરીમાં હડકંપ મચી ગયો છે. સત્તામાં ન હોવા છતાં, હંગામી કર્મચારી રેહાન માંજોઠીએ રાત્રે આઠ વાગ્યા પછી ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને જન્મ-મરણના દાખલાઓમાં ફેરફાર કરી નવા દાખલા કાઢી આપ્યા હોવાનું ખુલ્યું છે. ચીફ ઓફિસરની પ્રાથમિક તપાસમાં આવા ત્રણ કિસ્સાઓમાં ગડબડ થઈ હોવાનું સામે આવતા, ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી મુખ્ય આરોપી રેહાન માંજોઠીને બરતરફ કરાયો છે અને અન્ય એક કર્મચારી વિનયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આચરાયેલા આ ચર્ચાસ્પદ મામલામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

આ સમાચાર શેર કરો