Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Accident occurred on Mandal-Viramgam highway

માંડલ- વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત, પીકઅપ ડાલુ પલટતા બે કાર અથડાઈ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
માંડલ- વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત, પીકઅપ ડાલુ પલટતા બે કાર અથડાઈ
સોર્સ : GSTV

માંડલ નજીક વિરમગામ રોડ પર શનિવારે સવારે આશરે 11:40 વાગ્યે માલણપુર ગામના બોર્ડ પાસે એક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. રાજકોટના મહુડી વિસ્તારથી માંડલ ખંભલાય માતાજીના દર્શનાર્થે આવી રહેલો પરિવાર રેનોલ્ટ લોઝી કારમાં સવાર હતો, જ્યારે અન્ય એક સ્કોડા કારમાં જૈન યુગલ દંપતી તીર્થધામથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું.

App Store

આ દરમિયાન સેન્ટિંગનો સામાન ભરીને પસાર થતું પીકઅપ ડાલુ અગમ્ય કારણોસર રોડ પર પલટી મારી ગયું હતું, જેના કારણે સામેથી આવતી બંને કાર તેની સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે બંને કારમાં એરબેગ્સ સમયસર ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માંડલની બંને 108 એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી. રાજકોટના પરિવારના 4 સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને વિરમગામની ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૈન દંપતીને પ્રાથમિક સારવાર માંડલની ખાનગી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. પીકઅપ ડાલાના ચાલક અને મજૂરોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના પાટડી પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.