મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT : પોલીસ કોન્સ્ટેબલ રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયો

Rajkot News : ગુજરાત ACBએ આજે ​​રાજકોટમાં 25,000 રૂપિયાની લાંચના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેના સહય

RAJKOT : પોલીસ કોન્સ્ટેબલ રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયો

Rajkot News : ગુજરાત ACBએ આજે ​​રાજકોટમાં 25,000 રૂપિયાની લાંચના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેના સહયોગીની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં ફરિયાદી વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. જેની તપાસ આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ શાર્દુલભાઈ ઓળકીયાને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી હેરાન નહીં કરવા માટે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આરોપીએ ફરિયાદીને તેના સાગરિત ભાવિનભાઈ મગનભાઈ રૂઘાણીને લાંચ આપવા જણાવ્યું હતું.

જોકે, ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ટોલ ફ્રી નંબર દ્વારા એસીબી જામનગરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, ACBએ છટકું ગોઠવી બંને આરોપીઓને ફરિયાદી પાસેથી ₹25,000ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા.

આ સમાચાર શેર કરો