દેવગઢબારિયામાં ચાલુ પરિક્ષાએ વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, સમયસર સારવાર મળતા જીવ બચ્યો
દેવગઢબારીઆની એસ.સી.મોદી હાઈસ્કૂલના કૂવા યુનિટમાં ચાલુ પરિક્ષાએ વિદ્યાર્થીને હ્રદય ર

દેવગઢબારીઆની એસ.સી.મોદી હાઈસ્કૂલના કૂવા યુનિટમાં ચાલુ પરિક્ષાએ વિદ્યાર્થીને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. પરીક્ષા પૂરી થવાના 20 મિનિટ પહેલા જ વિદ્યાર્થીને હ્યદય રોગનો હુમલો આવ્યો હતો. આ બાબતની જાણ સ્કૂલના સ્ટાફને થતાં વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હૃદય રોગના હુમલાને પગલે જીલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામાએ હોસ્પિટલ પહોંચી વિધાર્થીના ખબર અંતર પૂછ્યા અને વિધાર્થીને મદદની ખાતરી પણ આપી. વિદ્યાર્થીને સમયસર સારવાર મળી જતાં હાલ તબિયત સુધારા ઉપર.



