મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જી કે હોસ્પિટલ પાસે શૌચાલય નિર્માણ ભ્રષ્ટાચારના આક્ષેપો પર તંત્ર અને કોન્ટ્રાક્ટરનો સ્પષ્ટ ખુલાસો

જી.કે. હોસ્પિટલ પાછળ ચાલી રહેલી શ

તસવીર: gstv

જી.કે. હોસ્પિટલ પાછળ ચાલી રહેલી શૌચાલયની કામગીરીને લઈને ઉઠેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને તંત્ર અને કોન્ટ્રાક્ટરે પાયાવિહોણા ગણાવ્યા છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. કામ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ નાણાંની ચૂકવણી થશે. બીજી તરફ, ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રતિનિધિ મિતુલ દયાણીએ જણાવ્યું હતું કે, બજાર વિસ્તાર હોવાથી અને સાંકડી જગ્યાને કારણે દિવસે કામ કરવું અશક્ય છે, તેથી મજૂરો દ્વારા રાત્રિના સમયે મહેનત કરવામાં આવે છે. આક્ષેપ કરનારાઓને તેમણે કામગીરી રૂબરૂ નિહાળવાની ચેલેન્જ આપી છે. હવે જોવાનું એ રહેશે કે આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોનો વિરોધ અને પ્રતીક ઉપવાસનો નિર્ણય યથાવત રહે છે કે કેમ.

આ સમાચાર શેર કરો