મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠામાં ઘાટીમાં રસ્તે જતી કારમાં લાગી આગ, જોતજોતામાં બળીને ખાખ

બનાસકાંઠાના દાંતામાં હડાદ માર્ગ પર ઘાટી નજીક કારમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. દાંતાથી કુવારશી તરફ જ

બનાસકાંઠાના દાંતામાં હડાદ માર્ગ પર ઘાટી નજીક કારમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. દાંતાથી કુવારશી તરફ જતા હડાદ માર્ગ પર ઘાટીમાં એક મારુતિ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર ત્રણેય મુસાફરે આગની જ્વાળાઓ જોતાં જ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

દાંતાથી કુવારશી જતા હદાડ માર્ગે ઘાટી વિસ્તારમાં રોડ ઉપર જઈ રહેલી કારમાં સ્પાર્કિંગથી આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે, થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ મોટેભાગે ઈંજનમાં ખરાબી, વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા પેટ્રોલ-ડીઝલ અને ગેસની લીકેજને કારણે બને છે.

આ સમાચાર શેર કરો