2 કરોડના લક્ઝુરિયસ ફ્લેટ મળ્યા છતાં 4 મંત્રી સહિત 40 ધારાસભ્યો ક્વાર્ટર્સ ખાલી કરતા નથી

જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ધુમાડા કરીને ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સ્વર્ગ જેવા આલીશાન લક્ઝુરિયસ ફ્લેટ્ઝ બનાવી દેવાયા છે. પાટનગરમાંથી બેઠી અઢી કરોડ રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટ ફાળવવામાં આવ્યા તેમ છતાં, પ્રજાના કહેવાતા સેવકોનો મફતની સુવિધા ભોગવવાનો મોહ છૂટતો નથી.
ચાચર ચોકમાં ખુલ્લા આકાશ નીચે ગરબે ઘુમવાથી શરૂ થયેલી આ પ્રણાલી હવે પાર્ટી પ્લોટ અને એસી ડોમના હાઈફાઈ ગરબા જેવા કરોડોના આયોજનો સુધી પહોંચી ગઈ છે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ, ચાર મંત્રી, સહિત 40થી વધુ ધારાસભ્યોએ હજી સુધી જૂના એમ.એલ.એ. ક્વાર્ટર્સ પરથી પોતાનો કબજો છોડ્યો નથી. શાસક પક્ષ ભાજપ હોય, વિપક્ષ કોંગ્રેસ હોય કે પછી આપ. જ્યારે મફતનું ભાડું અને સરકારી સુવિધા ભોગવવાની વાત આવે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો જાણે 'ભાઈ-ભાઈ' બની જાય છે તે આ કિસ્સામાં સાબિત થઈ ગયું છે.






