મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વણગામમાં જ્યોતિષના નામે 28 લાખની ઠગાઈનો આક્ષેપ

સોર્સ: gstv

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામમાં ઓનલાઈન જ્યોતિષ અને લગ્નની લાલચ આપીને યુવતી સાથે 28 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ સમસ્યાનું નિરાકરણ લાવવાની અને ગામના જ યુવક સાથે લગ્ન કરાવવાની ખાતરી આપીને પૂજાવિધિ અને લગ્નના સામાનના નામે અલગ-અલગ યુપીઆઈ તથા બેંક ખાતાં મારફતે કુલ 28 લાખ 43 હજાર 400 રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. લાંબા સમય સુધી લગ્ન ન થતાં યુવતીએ પૈસા આપવાનું બંધ કર્યું, ત્યારે તેના ફોટા વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઇશા શર્મા નામની આરોપીએ જ્યોતિષ તરીકે ખોટી ઓળખ આપી ઠગાઈ અને બ્લેકમેઇલિંગ કર્યું હોવાના આક્ષેપ અંગે બિલીમોરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો