Video: વીરપુરમાં 227 કિલો બુંદીનો પ્રસાદ

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ના સૂત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વીરપુર ધામ ભક્તિમય માહોલમાં રંગાયું છે, ત્યારે જલીયાણધામ ગ્રુપ દ્વારા નગરના મીનળવાવ ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી આશરે 200 વર્ષ પહેલાં બાપાએ બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની સેવા પરંપરા શરૂ કરી હતી, તે પવિત્ર અન્નસેવાને યાદગાર બનાવવા આ શોભાયાત્રા દરમિયાન માર્ગમાં જોડાનાર ભાવિકો, આગેવાનો અને શ્રદ્ધાળુઓને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરાશે.
જાહેરાત






