અમદાવાદમાં સરખેજની એક કેન્ટીનમાં તોડફોડ કરી આગ ચાંપવાને મામલે 2ની ધરપકડ, એક હજુ ફરાર
અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમય દરમિયાન સરખેજ મકરબા વિસ્તારમાં સ્થિત કિચન કિંગ હોસ્પિટ

અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમય દરમિયાન સરખેજ મકરબા વિસ્તારમાં સ્થિત કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં બે અજાણ્યા માણસોએ ફર્નિચરની તોડફોડ કરી અને આગ લગાવી હતી અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા. આ ઘટના બાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલે સરખેજ પોલીસે ગુનામાં સામેલ બે આરોપીની ધરપકડ કરી છે. ઇકો કારમાં આવેલા શખ્સોએ તોડફોડ કરી આગ લગાવી હતી. આ ઘટનામાં પોલીસે મોહમ્મદ વસીમ સૈયદ અને અતાઉર રહેમાન પઠાણની ધરપકડ કરી છે. ગુનામાં સામેલ મઝરખાન નામનો આરોપી હજુ પણ ફરાર છે. આરોપી વસીમ સૈયદ IMS કંપનીમાં ઈકો કાર કોન્ટ્રાક્ટથી ચલાવતો હતો. તે કંપનીમાંથી કોન્ટ્રાક્ટ છૂટો કરી દેતા તેની અદાવત રાખી હતી. સરખેજની કેન્ટીન કંપનીની હોવાની આશંકાએ તેમણે આગ લગાવી હતી. જો કે આ સમગ્ર મામલે સરખેજ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.




