મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સ્ત્રીઓ મેકઅપ કરવાથી રૂપાળી નથી લાગતી, પણ વરસાદમાં ભીંજાવાથી લાગે છે!

- જોગીજ્ઞાન વરસતા વરસાદમાં ભીંજાયેલી દરેક કન્યા પ્રાચીન સંસ્કૃત

શતરંગ / સ્ત્રીઓ મેકઅપ કરવાથી રૂપાળી નથી લાગતી, પણ વરસાદમાં ભીંજાવાથી લાગે છે!

- જોગીજ્ઞાન 

વરસતા વરસાદમાં ભીંજાયેલી દરેક કન્યા પ્રાચીન સંસ્કૃત સાહિત્યની "શ્રુગાંરિતા" લેવલે આવી જાય છે. ઉલટું કહો કે એનાથી એક વેંત ઉપર ચડી જાય છે. કેમ કે, એ ભલે જીવતું સાહિત્ય હોય, પણ આ તો જીવતું ને વળી ધગધગતું સૌંદર્ય છે. 

સફેદ સારી કે આછી ભુરી ટ્રાન્સપેરેન્ટ સાડીમાં ભીંજાતી કે વ્હાઇટ ટી શર્ટ/ટોપ અને કેપ્રિ પહેરેલી ભરાવદાર "માશૂકા" ને ભેટી પડવાનું સૌભાગ્ય મળે એ તો પ્રેમીનો ઉચ્ચનો શુક્ર હોવાની ભાગ્યશાળી નિશાની છે!

વરસાદ ધોધમાર વરસતાની સાથે જ સાડીનો પલ્લું કસીને  બાંધ્યા પછી, જાણે મેઘના વિરહમાં તરફડતી હોય એમ એ દોટ મૂકે વરસાદમાં. અને જેમ જેમ વરસાદની એક એક ધાર એના ચહેરા પર પડે, આંખો બંધ થઈ જાય, પણ મંદ મુસ્કુરાહટ નહિ! 

ઝીરો ફિગરનું "વ્યસન" ના થઇ ગયું હોય તો જ્યારે બ્લાઉઝ સાથે તસતસીને એકાકાર થઈ ગયેલા ભરાવદાર  "ઉરોજ" પરથી ટપકતી મેઘરાજની એક એક ધાર જાણે હિમાલય ઉપરથી ઉતરતી ગંગા!

 અધખુલા પેટ પરથી નાભિ ક્યારેક ડોકિયું કરે તો ક્યારેક વળી ચંદ્રની જેમ સંતાય જાય. એ ભીંજાયેલી સિતાર અકારમાં કુદરતે વણેલી  કમર પર બાઝી ગયેલા પાણીના ટીપાઓ તો જાણે મુલાયમ માખણના આકાશમાં બૂંદોના સિતારા!
 
વળી, વરસાદ અને પ્રિયા બન્નેએ ધરાઈને નહાઈ લીધા પછી કે વ્હાલથી વરસાવી દીધા પછી ભીંજાયેલી "ઝુલ્ફો"!એ પ્રિયા નજીકથી નજીકથી પસાર થાય ને આંખ મારીને ઝુલ્ફોની થપાટ મારે ત્યારે એનું કટાક્ષમય હાસ્ય, જાણે કોઈ બાળકે કરેલું જાણીજોઈને તોફાન, છતાંય વ્હાલ પર વ્હાલ જ આવે! 

ખૈર, આ બધું જોઈને (નસીબમાં હોય તો માણીને) પુરુષના શરીરમાં આવે એક ગરમાટો. સામે ય જો લીલી ઝંડી મળી જાય તો તો પછી પુરુષ/સ્ત્રી બન્ને માટે સ્મિતા પાટીલ-બચ્ચનું એક ગીત એ જ સ્વર્ગ...

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો