મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / યુવાન સ્ત્રીઓમાં ઘૂંટણનો દુઃખાવો શા માટે જોવા મળે છે?

આજ કાલ સ્ત્રીઓમાં ખૂબ જ નાની વય એટલે કે 20-40 વર્ષની ઉંમરમાં જ ઘૂંટણનો દુઃખાવો જોવા મળે છે. જેના કારણે તેમને રોજિંદ

શતરંગ / યુવાન સ્ત્રીઓમાં ઘૂંટણનો દુઃખાવો શા માટે જોવા મળે છે?

આજ કાલ સ્ત્રીઓમાં ખૂબ જ નાની વય એટલે કે 20-40 વર્ષની ઉંમરમાં જ ઘૂંટણનો દુઃખાવો જોવા મળે છે. જેના કારણે તેમને રોજિંદી જીવન ક્રિયા કરવામાં પણ મુશ્કેલી પડવા માંડે છે. શા માટે થાય છે ઘૂંટણનો દુઃખાવો યુવાન અવસ્થામાં? યુવાન સ્ત્રીઓમાં ઘૂંટણનાં દુઃખાવાનું મુખ્ય કારણ પટેલોફિમોરલ પેઈન સિન્ડ્રોમ છે. જેને ઢાંકણીનો દુઃખાવો પણ કહેવાય છે. 

◆શું છે આ પટેલોફિમોરલ પેઈન સિન્ડ્રોમ?

ઘૂંટણ એ આપણા શરીરનો સૌથી મોટો સાંધો છે. જે ઘણી બધી પેશીઓથી ઘેરાયેલો છે. જેમાં કાર્ટિલેજ નામની પેશી જે ખૂબ મજબૂત અને ફલેક્સિબલ હોય છે જે આપણા સાંધા અને હાડકાને વિવિધ પ્રકારના ઘર્ષણ અને શોકથી બચાવે છે.  

જ્યારે ઢાંકણીની ફરતે રહેલો કાર્ટિલેજ નરમ પડે છે અને બ્રેક થાય છે ત્યારે ઢાંકણીનાં નીચેના ભાગમાં દુઃખાવો થાય છે જેને પટેલો ફિમોરલ પેઈન સિન્ડ્રોમ કહેવાય છે. 

◆શા માટે થાય છે?

→ ઘૂંટણનો વધુ પડતો ઉપયોગ (જેમકે એરોબિક્સ, ઝુમ્બા, રનીંગ વધારે કરવાથી) 

→ ઢાંકણીની કોઈ ઇજા કે ઢાંકણી ખસી જવાની તકલીફ 

→ ફ્લેટફીટ

→ ઘૂંટણ અને પગના સ્નાયુઓ ખુબ જ કડક કે નબળા હોવાથી 

→ ભારે કસરત કરતા પહેલા જરૂરી સ્ટ્રેચિંગનો અભાવ વગેરે.

◆લક્ષણો 

→ ઢાંકણી એટલે ની કેપનો દુઃખાવો 

→ ઘૂંટણમાંથી વિવિધ પ્રકારના અવાજ આવવા (ક્રેપિટેશન)

→ સીડી ઉતરવામાં દુઃખાવો 

→ ઘૂંટણની પરિસ્થિતિ બદલવા પર દુઃખાવો 

→ દોડવામાં, વધુચાલવામાં, લાંબુઉભા રહેવામાં દુઃખાવો 

★કેવી રીતે રોકી શકશો?

  • ઘૂંટણને એક ધારી સ્થિતિમાં લાંબા સમય સુધી રાખવાનું ટાળો. દર અડધા કલાકે સ્થિતિ બદલો.
  • પ્રોપર સ્પોર્ટ્સ શુઝ પહેરીને જ એરોબિક્સ, ઝુમ્બા કે દોડવા માટે જાઓ. અઠવાડિયામાં એક કે બે જ ક્લાસ લો. 
  • પગના દરેક સ્નાયુની ફલેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ જાળવી રાખવા નિયમિત કસરત કરો. 
  • વજનને વધતું અટકાવો. પ્રેગનેન્સી પછીનું વજન બને એટલું જલ્દી ઉતારી દો. 
  • જો લાંબો સમય ઉભા રહેવું પડે તો ની કેપ(ઘૂંટણના મોજા) પહેરીને ઉભા રહો. 
  • વધુ પડતી સીડીનો ઉપયોગ ટાળો.
  • કોન્ક્રીટની સડક પર ચાલવાનું ટાળો. 
  • વધુ પડતા ઢાળમાં ચાલવાનું ટાળો.

★નિદાન

– ઓર્થોપેડિક ડૉક્ટર કે ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા શારીરિક પરીક્ષણથી મોટાભાગે નિદાન થઈ જાય છે. 

– અમુક દર્દીને X-ray કે MRIની જરૂર પડે છે. 

★ઈલાજ

– વ્યવસ્થિત ફિઝિયોથેરાપી અને દવાથી મોટાભાગના દર્દીને રાહત મળી જાય છે. 

******

જો પટેલો ફિમોરલ પેઈનને મટાડવામાં ના આવે અને વહેલી તકે એની સારવાર ના થાય તો વધુ કાર્ટિલેજની ઇંજરીનાં લીધે ઢાંકણીનો ઘસારો પણ નાની વયમાં જ આવી જાય છે. 

- ડૉ. મેઘાપટેલ (એમ.પી.ટી. ઓર્થો)

આ સમાચાર શેર કરો