મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જીવન અને મૃત્યુની આ ઘટમાળમાં એવું શું છે જે અવિનાશી રહે છે?

- ગીતા Talks ફોર્મમાં રમવું એ ટેમ્પરરી છે. જયારે ગમે તેવી પરિસ્થિતિમાં સારી

શતરંગ / જીવન અને મૃત્યુની આ ઘટમાળમાં એવું શું છે જે અવિનાશી રહે છે?

- ગીતા Talks

ફોર્મમાં રમવું એ ટેમ્પરરી છે. જયારે ગમે તેવી પરિસ્થિતિમાં સારી રીતે પર્ફોમ કરવા માટે એક ક્લાસ જોઈએ. અને ક્લાસ ત્યારે જ બને કે તમે પુરેપુરા તપીને બહાર આવ્યા હો.

ઓસ્ટ્રેલીયન લીજેંડ ક્રિકેટર ડોન બ્રેડમેનની એક વાત યાદ આવે છે. ડૉન બ્રેડમેને 99.94 ની એવેરેજથી ઈંટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવ્યા છે. આજે ય એમની આ એવરેજની આજુબાજુ કોઈ ફરકી ય નથી શકતું. એમની એવેરેજના અડધે ય કોઈ ક્રિકેટર પહોચે તો ય એ ઉત્તમ ક્રિકેટર ગણાય. એ જયારે મેદાન પર રમતા ત્યારે મેચમાં ૫૦ રન તો એમના હોય જ. એક વખત એમને  ઈંટરવ્યુમાં કોઈએ પૂછ્યું કે, ”તમે હમેશાં આવી રીતે રમો છો, તમે સતત ફોર્મમાં જ હોય છો, તો તમારા આ ફોર્મની પાછળનું કારણ શું?”  એટલે ડોન બ્રાડમેન કહે છે કે ‘પ્લેયર જયારે ફોર્મમાં હોય ત્યારે ખુબ સરસ રમે. પણ જયારે એ ફોર્મમાં ન હોય ત્યારે એ ઉપરા ઉપર ૩ મેચમાં ૦ એ આઉટ થઇ જાય. તો ફોર્મમાં રમવું એ ટેમ્પરરી છે. જયારે ગમે તેવી પરિસ્થિતિમાં સારી રીતે પર્ફોમ કરવા માટે એક ક્લાસ જોઈએ. અને ક્લાસ ત્યારે જ બને કે તમે પુરેપુરા તપીને બહાર આવ્યા હો. So form is temporary, and class is permanent.”

આપણે ગીતાને ધાર્મિક કે આધ્યાત્મિકની સાથે રોજ બરોજના જીવનમાં જીવન ઉપયોગી ગ્રંથ તરીકે જોઈએ તો મને ડોન બ્રેડમેનની વાતોમાં પણ  સત અને અસતની વાત સમજાય છે.  

ગયા ગીતા talks માં આપણે સત-અસતની વાત વિચારવાની શરુઆત હતી. આજે એ જ શ્લોક સાથે વધુ સમજીએ. બીજા અધ્યાયનો ૧૬મો શ્લોક. આ વખતે શ્લોકના શબ્દોની સંધિ છુટ્ટી પાડીને પઠન કરીએ. શ્લોક છે:

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोर् अपि दृष्टोऽन्तस् त्व् अनयोस् तत्त्व-दर्शिभिः ॥ 2.16 ॥

સૌથી પહેલા આ શ્લોકનો ભાવાનુવાદ ફરી જોઈ લઈએ ને ! તો અહી કૃષ્ણ અર્જુન સમજાવતા કહે છે કે,”અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. જે કોઈ તત્વ દર્શી જ્ઞાની છે એ આ બંનેને એટલે કે સત અને અસતને યોગ્ય રીતે જોઈ શકે છે.”

સત અને અસત એટલે શું? એ  આપણે ગયા લેખમાં જોયું હતું છતાં સંક્ષિપ્તમાં સમજીએ તો  સત એટલે જે સમય સાથે વહી નથી જતું, જે eternal, જે permanent છે, એ સત છે. અસત એટલે એનાથી વિરુદ્ધ. જે અમુક સમય કે વર્ષો કે અમુક કાળ સુધી સીમિત હોય, જે બદલાતું રહે છે એ અસત. જે temporary છે એ અસત છે. દરેક વ્યક્તિનું પોતાનું એક સત હોય છે.જે એને પોતાના જીવનમાં શોધીને પામવાનું હોય છે. આપણે થોડા વ્યાવહારુ ઉદાહરણ જોઈએ:

  • ધીરુભાઈ અંબાણી પર ય ઘણા એલીગેશન લાગ્યા અને કેસ ચાલ્યા, એના પરથી ‘ગુરુ’ નામનું મુવી બન્યું. એમાં ગુરુભાઈ કહે છે કે અહી સુધી પહોચતા મેં ઘણું ગુમાવ્યું છે, આ ઇન્ક્વાયરી ચાલશે ત્યાં સુધીમાં ખબર નહિ કેટલું બધું ગુમાવીશ, પણ એક વસ્તુ તમે મારી પાસેથી નહિ લઇ શકો, એ છે મારી હિંમત...આ હિંમત-સાહસ એ મને ધીરુભાઈનું સત  છે.
  • સ્ટીવ જોબ્સ.. જેને એની જ બનાવેલી કંપની માંથી કાઢી મૂકવામાં આવે છે. છતાં એમના માંથી જે ન નીકળી શક્યું એ હતું એમનું વિઝન... એ વિઝન એ સ્ટીવ જોબ્સનું સત  છે.
  • ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોને કહે છે કે, ‘મેં અપની ઝાંસી નહિ દુંગી...’ એક સમય પછી ભલે ઝાંસી અંગ્રેજો પાસે  જતી રહે છે છતાં લક્ષ્મીબાઈની  જે અડગતા છે એ એમનું સત છે.
  • ઈરફાન ખાનનું છેલ્લું મુવી ‘હિન્દી મીડીયમ 2’ હતું અને એ ફિલ્મના શુટિંગ વખતે  એમની કેન્સરની સારવાર ચાલતી હતી એ સમયે એમને સખત દુખાવો-પીડા થતી. કેન્સર દરમિયાનના ઈરફાનના શબ્દો હતા કે,” કશું જ નથી કામ લાગતું, બસ પીડા છે , અને આ એવી પીડા છે કે ખુદા કરતાં ય મોટી લાગે છે-pain felt more enormous than GOD.”  પણ જયારે કેમેરો ઓન થાય એટલે ઈરફાન  એવી રીતે કામ કરતા જાણે એમને કશું જ નથી. એ નોર્મલ છે. એમને જોઇને કોઈ કહી નાં શકે કે આ માણસ આટલો બીમાર છે. તો એવું તો શું હતું એમની અંદર  એટલી પીડામાં ય બદલાતું નથી...એના માટે તમને જે શબ્દ મળે એ એમના જીવનનું સત હતું.

ગીતા વિચાર:

જો કે ગહન આધ્યાત્મિકઅર્થમાં જોઈએ તો આ શરીર અસત છે પણ આત્મા સત છે. કૃષ્ણએ તો અર્જુનને સ્વધર્મ માટે સ્વજનો સામે લડવા ઉભો કરવાનો છે. તો એમ પણ અર્થ થાય કે અર્જુન, આ જે સામે દેખાય છે એમના શરીરના અસતમાં તું ન ફસાઈશ. એમનો આત્મા તો સત છે, એ તો મૃત્યુ બાદ પણ રહેશે જ.

- મિલી મેર

આ સમાચાર શેર કરો