શતરંગ / અપડાઉન: જિંદગીનો એક અગત્યનો માઈલસ્ટોન અને લર્નિંગ સ્કુલ!
- સ્લાઈઝ ઑફ લાઈફ ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે, રાત્રે કરેલા ઉજાગરા અને માંડ

- સ્લાઈઝ ઑફ લાઈફ
ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે, રાત્રે કરેલા ઉજાગરા અને માંડ પુરા કરેલા અસાઇન્મેન્ટ્સને લીધે આંખોમાં હજુ ઊંઘ ભરી છે! રોજની જેમ જ આજે સવારે પણ ૭.૩૦ એ કાનમાં હેડફોન ભરાવેલા છે, એનરિક ઈગ્લેસીયસનું ‘સેવન’ આલ્બમ ગુંજી રહ્યું છે,
You are the only reason,Yeah, you are the only reason I am trying, Oh, I am trying, I am
trying, Don't want to lose it all, Yeah, you know I am addicted, You know I am
addicted…
અપ-ડાઉન, એક એવી ઘટના જેમાં માણસ સવારે એક યંત્રની જેમ બસ કે ટ્રેનમાં કોઈ ખાસ હાવભાવ વગર ચઢે અને નિયત સ્થાન આવતા ઉતરે! નો મેટર વોટ, બસ હોય કે ટ્રેન, અપ-ડાઉનની એક અલગ મજા છે, અલગ સજા છે,અલગ થાક છે! ગુજરાતની વાત કરીએ તો અમદાવાદથી ગાંધીનગર, અમદાવાદથી વડોદરા, જુનાગઢથી રાજકોટ અને સુરત થી મુંબઈ ના અપ-ડાઉન રૂટ બહુ જ જાણીતા છે. અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી ‘મેમુ’ હોય કે પછી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી લીલી સી.એન.જી બસ હોય! કિસ્સાઓ અગણિત છે, યાદો અસીમ છે, ‘ઇન્ફાઈનાઈટ’ છે! કહેવાય છે કે માણસ જયારે મુસાફરી કરે ત્યારે એને બારીની બહાર જોતા સૌથી શ્રેષ્ઠ વિચારો આવતા હોય છે, જાણે પોતાની જાતનું ‘ઇન્ટ્રોસ્પેકશન’ થઇ રહ્યું હોય! વર્ષોથી અપડાઉન કરી સમય જતા સાથે કોમ્યુટ કરતા લોકોનું જાણે એક પેરેલલ ફેમીલી બની જતું હોય છે!
અપ-ડાઉન કરનારા વર્ગને ૩ ભાગમાં વહેચી શકાય, એમ.બી.એ.-એન્જીનીયરીંગ કરતા સ્ટુડન્ટ્સ, સરકારી કર્મચારીઓથી ભરેલો થોડો ટીપીકલ નોકરીયાત વર્ગ, અને ફક્ત ટ્રેનમાં જ જોવા મળતો કેકાફોનિક લેડિઝ કમ્પાર્ટમેન્ટ! સ્ટુડન્ટ્સની વાત કરીએ તો પહેલાની વાત અલગ હતી, હવે કોઈ કોલેજ બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ માં ચઢીએ એટલે તમને હાથમાં આઈપોડ કે ટચ સ્ક્રીન વાળા મોબાઈલ,વજનદાર કોલેજ બેગ (સાઈડમાં ભરાવેલી પેલી પાણીની બોટલ તો ખરી જ!), એકદમ ડીઝાઈનર વોચ, આજે લેવાનારા લેક્ચર્સ થી લઇ વાઈવાની અને પ્રોફેસર થી લઇ ક્લાસની ખુબસુરત ક્લાસમેટસ્ ની ચર્ચા સંભાળવા મળે. કઈ છોકરી ક્યા સ્ટોપ પર થી ચઢશે એ બધું જ આપોઆપ યાદ રહે, હમેશા ચટપટી હોય કે આજે આ બાજુની સીટ ખાલી રાખું અને પેલી અહિયાં આવીને જ બેસે, પણ કમબખ્ત હમેશા કોઈ ૫૦+ ઉમરનો બોરિંગ
માણસ આવીને ટપકે, જે છેક સુધી કઈ કોલેજ માં ભણે છે થી લઇ ઘરની મન્થલી આવક પણ પૂછવાની હિંમત અને નફફટાઈ ધરાવતો હોય! અરે અમુક નોટોરીયસ અને બોલ્ડ છોકરા તો વળી જાણી જોઈને પોતાનો મોબાઈલ નંબર દોસ્ત સાથે મોટા અવાજે શેર કરશે, જેથી અમુક ચોક્કસ છોકરીને એ નંબરની ખબર પડે! સાંજે રીટર્નમાં તો વળી બસમાં કરતો યંગસ્ટર્સ નો દેકારો ઘણા મુસાફરોને ચચરે, ઘણી વાર માથાકૂટ પણ થાય. ૨ કે ૪ વર્ષમાં બસ કે ટ્રેનના અપ ડાઉન માં જ ઘણાની લવ ઈસ્ટોરી ચાલુ પણ થાય અને ઘણાના બ્રેકઅપ્સ પણ થઇ જાય! બારીની બહાર ‘દેવ ડી’ ના અભય દેઓલ જેવું મોઢું કરીને બેસતા યંગસ્ટર્સ જોયા છે? બીજો વર્ગ છે ૨૮ થી ૪૫ વર્ષ ના લોકોનો જે જોબ કરે છે, અને બોસની ગાળો ખાવાથી લઇ ફેવરિટ કલીગ ને જોવા અને અફકોર્સ કામ કરવા ઓફીસ જાય છે! ઇન્ફોસિટી, ગાંધીનગરના અપડાઉન કરતા સિન્સિયર લાગતા ૨૮-૩૨ વર્ષ ના જસ્ટ મેરીડ એમ્પ્લોયી હોય કે પછી કોઈ બેંક કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં વર્ષો થી કામ કરતા અને હમેશા મોંઘવારી કેટલી વધી ગઈ છે, ભારત-બંધથી લઇ આજની શિક્ષણ પદ્ધતિ, યંગસ્ટર્સ ઉપર પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ, મેચ ફિક્સીંગ, અને ટેક્સ થી સેક્સ સુધીની વાતો કરતા જોવા મળે! હા, ક્યારેક કોઈ કોલેજની સ્ટુડન્ટ કોઈ સરનામું કે બસ ના શિડ્યુલ વિષે પૂછે ત્યારે અમુક આધેડ ઉમરના પુરુષો એનો જવાબ આપવા હમેશા તૈયાર હોય જ!
ત્રીજો વર્ગ છે, ટ્રેનના લેડિઝ કમ્પાર્ટમેન્ટમાં સફર કરતી વર્કિંગ વુમનનો વર્ગ! એવો ક્મપાર્ટમેન્ટ કે જે ટ્રેનમાં પહેલો હોય , વચ્ચે હોય કે છેલ્લે, પણ હર હંમેશ મધુર ઘોંઘાટ ફેલાવીને આસપાસનાં ક્મપાર્ટમેન્ટસમાં મનોરંજન આપતો રહે! .. આ મધુર ઘોંઘાટમાં તમને હનુમાન ચાલીસા, દત્ત બાવની પણ સંભળાય અને યિમ્મી યિમ્મી પણ. જ્યાં ઓખા હરણની સાથે સાથે મિલ્સ એન્ડ બુન્સના રોમેન્ટિક સંવાદો પણ શેર થાય ...જ્યાં વાતોના વડા કરતા કરતા રોજિંદુ શાક-ભાજી પણ સમારાઈ જાય અને બાળકો માટે જરૂરી એસાઈનમેન્ટ કે ઓફીસના જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ઉકેલાઈ જાય! જ્યાં એક બીજાને શાણી કે ગાંડી ઘેલી સલાહ પણ અપાય અને એક બીજાની અંગત જિંદગી પર પણ મજાક પણ કરાય કોઈ બીક કે રોષ વગર! જ્યાં ટ્રેન ફ્રેન્ડસ પણ એક કુટુંબ ગણાય છે અને જ્યાં બધા એક બીજાના કુટુંબ અને સારી નરસી વાતો થી જાણકાર હોય ! માત્ર મહિલા ઓ માટે નું કમપાર્ટમેન્ટ હોવાથી ભીડ ભાડમાં પણ ચડવા માં છોછ રહેતો નથી! કોણ, ક્યાં ને કેવી રીતે ભીડ નો લાભ લઇ લેશે એ ચિંતા જ નથી રહેતી! સતત કોઈ જોઈ રહ્યું છે , કેમ, ક્યાં અને કેવી રીતે જોઈ રહ્યું છે એ માટે કોન્શીયસ રહીને એ માટે કોઈની દ્રષ્ટિ સ્વાતંત્ર્યને ટોકવા બદલ ઝગડો વહોરવાની ને ‘સીન’ ક્રિએટ કરવાની જરૂર જ નથી પડતી! ડાઈરેકટ કે ઇનડાઈરેકટ ફલરટીંગથી બચી શકાય છે!
ઓવર એન્ડ અબોવ, ૩૦ થી લઇ ૮૦ કિલોમીટરના અપડાઉનની સફર લાઈફનો એક અદભુત અનુભવ છે!, જો ન લીધો હોય તો ઘણું ગુમાવ્યું છે! તમે અપડાઉન કર્યું છે? અપડાઉન કરનારા લોકોને ઓબ્ઝર્વ કર્યા છે? એક ઝિંદગી મળી છે એ પણ કમ્યુટિંગમાં નીકળી જાય એ પણ કેવું!
- ભાવિન અધ્યારુ








