મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 'સચ કહું તો': 64 વર્ષની ઉંમરે યુવાનીની અલગ પરિભાષા, નીના ગુપ્તા

- ગ્લેમર ગાઈડ ફેમિનીઝમ અને વુમો્નોલોજીના ઝંડા ગમે તેટલા ઊંચે લહેરાતા હોય, સમ

શતરંગ / 'સચ કહું તો': 64 વર્ષની ઉંમરે યુવાનીની અલગ પરિભાષા, નીના ગુપ્તા

- ગ્લેમર ગાઈડ

ફેમિનીઝમ અને વુમો્નોલોજીના ઝંડા ગમે તેટલા ઊંચે લહેરાતા હોય, સમાજ હંમેશા સ્ત્રીઓને એમની ઉંમર અને હોદ્દાથી કદીઅલગ જોઈ શક્યો નથી. ઉંમરના દાયરાઓમાં જોલાં ખાતું સ્ત્રીત્વ, ભાગ્યેજ દિશા વિરૃદ્ધ ટકી શકે છે. ક્દાચ 100 માંથી 10 જેટલી સ્ત્રીઓ પ્રેગ્નેન્સી, મેનોપોઝ અને હોર્મોનલ ચેન્જીસ સામે પોતાનું માથું ટકાવીને મેન્ટલી ફિઝિકલી ફિટ રહી શકતી હોય છે. બાકીની ઉંમર, એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોનના વહેણમાં કાયમ તણાયે રાખતી હોય છે.એમાંય એક ચોક્કસ ઉંમરે જવાબદારીઓના બોજ કરતાં જવાબદારીમાંથી મુક્તિ, એમનું માતૃત્વ અને સ્ત્રીત્વ લગભગ ખાલી કરી જતું હોય છે. જ્યાં બધું જ સેટ હોય, બાળકો પોતાના કામે લાગી ચુક્યા હોય, જયારે હાથ અને કમરને વધુ પડતાં પંપળવા પડતા હોય અને જ્યાં એક વસ્તુ માંગો, તો નોકર 10 હાથમાં આપે, એવી પોસિઝનમાં, અને સ્ટેટ્સમાં પોતાનું અસ્તિત્વ,પોતાની આગવી ઓળખ અને નામ, કોતરવું તો દૂર રહ્યું પણ,શોધવું પણ લગભગ અશક્ય બની જાય છે.

ખૂબ જ જૂજ સ્ત્રીઓ હોય છે, જે પહેરવેશ, હેરસ્ટાઇલ અને રહેણીકહેણીને, પોતાના સ્ટેટસથી દૂર કમ્ફર્ટ ઝોનમાં લઇ જઈ શકે છે. રિયલ લાઈફમાં બૉલીવુડની ઘણી માનુનીઓ આમાં આવી ચુકી છે, પરંતુ સઠીયાપામાં સાડીને બદલે શોર્ટ્સમાં ટહેલવું હજુ પણ ભારતીય માનસિક રેખાઓની બહાર છે. જ્યાં હાથ પગના ઢીચણ અને બુદ્ધિ પણ પોતાના કન્ટ્રોલમાં ના હોય ત્યાં ફેશોનિસ્ટા તરીકે યુવાઓને પડકરવા ખરેખર પ્રશંશનીય છે. વડીલોની તન અને મનની તંદુરસ્તી ચોપડે વાંચી વાંચીને ઘરડી થઈ ગયેલી પ્રજાને જવલ્લે જ, આવી તંદુરસ્તી, એમની બોડી લેન્ગવેજ અને ચહેરા પર જોવા મળતી હોય છે અને આવીજ કંઈ અનોખી, અને જૂજમાંની એક છે નીના ગુપ્તા.

એમ તો નીના ગુપ્તાને આપણે ઘણા જ રોલમાં જોયા છે, તેમને અભિનેત્રી તરીકે પોતાનો સિક્કો ઘણા જ દાયકાથી જમાવ્યો છે. પરંતુ આજે પણ વિવિયન રિચાર્ડની ગર્લફ્રેન્ડ કે એમની પુત્રીની માઁ તરીકે આપણે એમને વધુ જાણીએ છીએ. હાલ જ એક ફંક્શન નીના ગુપ્તા સૌને ચકિત કરતાં,અત્યંત મોહક અંદાજમાં શર્ટ અને શોર્ટ્સમાં નજરે આવ્યા હતાં.

હમેંશાથી નિનાગુપ્તા બોલ્ડ અંદાજ માટે જાણીતા અને ચર્ચામાં રહ્યા છે. સિંગલ મધર તરીકે મસાબાને જન્મ આપવાનો હોય કે પોતાના સબંધોનો સમાજ સમક્ષ સ્વીકાર કરવાના હોય એમને કદી પડદાની પાછળ કશું કર્યું નથી. એમની ઓટોબાયોગ્રાફી 'સચ કહું તો'માં તેમણે આવાં જ કંઈક રોમાંચક તથ્યો દુનિયા સમક્ષ મુક્યા છે.

"જયારે મસાબાનો જન્મ થવાનો હતો ત્યારે c-સેક્સન માટે મારી પાસે પૈસા નહતા, કેમકે એમનો ખર્ચ 10,000 જેટલો હતો. પરંતુ મારી પાસે ખાતામાં માત્ર 2000 રૂપિયા જ હતાં, જો કે ટેક્સ રીફન્ડ તરીકે મસાબાના જન્મ અગાઉ થોડી રકમ મળી હતી. જેથી મારી પાસે ત્યારે 12,000 ખાતામાં હતાં."તેમણે આવાં ઘણા રોચક કિસ્સાઓની ચર્ચાઓ બુકમાં કરી છે.

2017માં,જયારે તેમણે એક ઇન્સ્ટાગ્રામ પર, એમને દુનિયા સમક્ષ નિખાલસતા પૂર્વક કામ માંગવા માટે આ પોસ્ટ મૂકી હતી, અને એમને કબૂલ પણ કર્યું હતું કે આ વાત,પોતાની લાઈફમા સ્થાયી થઇ ચૂકેલી અને વેલનોન ફેશન ડિઝાઇનર તેમની દીકરી મસાબાને ખટકશે, અને એના માટે તેણે ઘણોજ સંકોચ પણ હતો, પરંતુ મસાબાએ એમની પોસ્ટ એમના લાખો ફોલઅર્સ સાથે શેર કરી હતી.અને એમને કામ મળ્યું, એટલું જ નહિ 2019માં 'બધાઈ હો' ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ક્રિટીક્સ અવૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

1982માં 'યે નઝદીકિયા'થી કેરિયરની શરૂઆત કર્યા બાદ તેમણે 'જાનેભી દો યારો', 'મંડી' ,'ગાંધી', 'ઉત્સવ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ટેલિવિઝન પર તેમણે 'ભારત એક ખોજ', 'સાંસ','મિર્જા ગાલિબ' જેવી ઘણી સિરીઝમાં કામ કર્યું છે. સુભાષ ઘાઈની ફિલ્મ ખલનાયક દ્વારા એમણે 'ચોલી કે પીછે' સોન્ગથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. વિવિયન રિચાર્ડથી લઈને આલોક નાથ અને અમલન ઘોષ સાથેના અનેક સબંધો અને વિવેક મહેરા સાથેના ટૂંકા લગ્નજીવન માટે,તે હંમેશા ચર્ચામાં રહ્યા છે. 1993માં 'વો ચોકરી' માટે નેશનલ એવોર્ડ મેળવનાર નીના ગુપ્તાની નેટ વર્થ 10 બીલીયન જેટલી મનાય છે. તેમણે અનેક ઉંમરના કલાકારો અને દરેક પેઢી સાથે કામ કરીને માત્ર ફિલ્મ અને ટેલિવિઝન પર જ નહિ, લોકોના હ્રદયમાં પણ અલગ સ્થાન બનાવ્યું છે.

- જીજ્ઞા જોગીયા

આ સમાચાર શેર કરો