શતરંગ / 'ધ શેમલેશ': 8 મિનિટના સ્ટેન્ડિંગ ઓવેશનથી ઇતિહાસ રચતી ભારતીય નારીઓ, કેન્સમાં છવાયો અનોખો જાદુ
- ગ્લેમર ગાઈડ કેન્સ,એ ફ્રાન્સના ફ્રેન્ચ રિવેર

- ગ્લેમર ગાઈડ
કેન્સ,એ ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા પર આવેલું દુનિયાનુ અત્યારે સૌથી ચર્ચામાં રહેતું શહેર છે. દર વર્ષે તે ફિલ્મ ફેસ્ટિવલનુ આયોજન કરે છે. ઝગમગાટ, રેડ કાર્પેટ અને વિશ્વના ટોપ સેલીબ્રિટીથી ધમધમતા આ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીયો પાછળ રહ્યા નથી. ખાસ કરીને ભારતીય નારીઓ.
77મો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ,14 મેના રોજ ફ્રાન્સના કેન્સ શહેરમાં શરૂ થયેલ છે. જે હજુ, મેના લાસ્ટ વીક સુધી ચાલશે. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીયોનો ઇતિહાસ હંમેશાથી રસપ્રદ રહ્યો છે.અગાઉ નંદિતા દાસ,શર્મિલા ટાગોર, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ,અરુધંતી રોય,સહિત અનેક પ્રતિભાઓ કેન્સમાં અલગ અલગ ક્ષેત્રોમાં ચમકી ચુકી છે. તેમજ જયુરી સભ્યો તરીકે પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપેલ છે.
આસુતોષ ગોવારીકરની 'લગાન'નું 2002માં કેન્સ પ્રીમિયરમાં સ્ક્રીનિંગ થયું હતું. જયારે નવાઝુદીન સિદ્દિકીને તેના 'મન્ટો'ના અભિનય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
પરંતુ 2024નુ વર્ષ ભારતીય માટે અદ્ભૂત બની રહ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે. એશ્વર્યા રાય બચ્ચન કાઈન્ડ્સ ઓફ કાઈન્ડનેસના પ્રીમિયર માટે રેડ કાર્પેટ પર ફાલ્ગુની શેન પીકોકના આકર્ષક ડ્રેસમાં અત્યંક મોહક લાગી રહ્યા હતાં. નસરુદિન શાહ અને રત્ના પાઠક ફિલ્મ 'મંથન'માટે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ વિખેર્યો હતો.
લાપતા લેડીઝમાં મંજુ માઈનો રોલ કરવા માટે ક્રિટિક્સની ભરપૂર પ્રસંશા મેળવનાર છાયા કદમ પોતાના માતાની સાડી અને નથડીથી સૌનું ધ્યાન ખેચ્યું હતું. સાડીમાં તેઓ અદ્ભૂત લાગી રહ્યા હતાં. એટલું જ નહિ ગાયિકા સુંનંદા શર્મા,તાહા શાહ, ઓમારા શેટ્ટી તેમજ શહાના ગોસ્વામીએ રેડ કાર્પેટ પર લોકોને આકર્ષિત કર્યા હતાં.
પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક:
સૌથી વધુ ધ્યાન ખેંચનાર ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ખેચ્યું હતું. તેમણે માલયાલમ-હિન્દી ફિલ્મ 'ઓલ વી ઇમેજિંન એટ લાઈટ' માટે દેશનો સૌપ્રથમ ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ હાસિલ કરીને ઇતિહાસ સર્જયો હતો.30 વર્ષમાં પ્રથમ આ ભારતીય ફિલ્મ હતી જેને આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામા ભાગ લીધેલ હતો. અને એટલું જ નહિ, આ ફિલ્મની સ્ક્રીનિંગ પછી ફિલ્મને ક્રિટિક્સ દ્વારા આઠ મિનિટનો સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યો હતો.અને તે ફિલ્મને આંતરરાષ્ટ્રીય વિવેચકો તરફથી સંભવિત વિજેતા તરીકે બિલ આપવમાં આવ્યું હતું. જે ભારત માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે.
સૌ પ્રથમ 'સર્વશ્રેષ્ટ' ભારતીય અભિનેત્રી
આ ઉપરાંત મૂળ ભારતીય અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ શુક્રવારે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.તેમની ફિલ્મ 'ધ શેમલેસ'ના ઉત્કૃષ્ટ અભિનય બદલ, તેમણે આ એવોર્ડ જીત્યો હતો.કોલકાતાની અનસૂયાએ બલ્ગેરિયન ડિરેક્ટર બોજાનોવની ફિલ્મ 'ધ શેમલેસ'મા રેણુકા તરીકે જોરદાર અભિનય કર્યો હતો.
કેન્સમા પણ તરબૂચની સીઝન:
કેન્સ ફેસ્ટિવલ હંમેશા ફેશન સ્ટેટમેન્ટસ બનાવા માટે લોકપ્રિય રહ્યો છે. દેશ વિદેશની ચિત્ર વિચિત્ર ફેશન કેન્સમાં લાઈમલાઈટ મેળવે છે. 'ઓલ વી ઇમેજિંન એઝ લાઈટ' માટે જાણીતી અભિનેત્રી કાની કુસરુતિ એકદમ અલગ એકરેસરી તરબૂચના ક્લચ સાથે જોવા મળી હતી.ઈન્ટરનેટમા આ ક્લચે દરેકનુ ધ્યાન ખેચ્યું હતું.આ એક પેલેસ્ટાઇનના લોકો સાથે એકતા દર્શાવવાની રીત હતી જે હાલ ઈઝરાયેલ દ્વારા હિંસાનો ભોગ બનેલા છે.કેમકે અહીં લાલ લીલા તરબૂચના કાળા બીજ પેલેસ્ટાઇનના ધ્વજને એક્સપલોર કરે છે.
આ રીતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય મહિલાઓએ તેમની ઉમદા ફેશન સેન્સ અને શાનદાર પ્રતિભા દ્વારા માત્ર ભારતનુ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાનુ ધ્યાન ખેંચ્યું છે. દરેક વર્ષમાં, આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર ભારતીય અભિનેત્રીઓ અને ફિલ્મમેકર્સ તેમના ટેલેન્ટનુ પ્રદર્શન કરીને પોતાની આગવી ઓળખ બનાવે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય મહિલાઓની હાજરી ફક્ત આ ફેસ્ટિવલ માટે જ નહીં, પરંતુ સમગ્ર સિનેમાની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની છે.
- જીજ્ઞા જોગીયા








