શતરંગ / ઇન્દ્રિયોનો આપણા પર નહિ, પણ આપણો ઇન્દ્રિયો પર કંટ્રોલ હોવો જોઈએ
- ગીતા Talks ઇંદ્રિયોના ઉધામા શમી જાય અને રાગ દ્વેષના ભીંગડા ખરી પડે પછી અંદરની પ્રસન્નતા હિલ્લોળ

- ગીતા Talks
ઇંદ્રિયોનાઉધામાશમીજાયઅનેરાગદ્વેષનાભીંગડાખરીપડેપછીઅંદરનીપ્રસન્નતાહિલ્લોળાલેવાલાગેછે.
ભારતીય કે સનાતન પરંપરામાં જ્ઞાન, આધ્યાત્મ અને ઈશ્વર તરફે પ્રસ્થાન કરવા માટે ત્રણ મહત્વના ગ્રંથો છે. એ ત્રણેય ગ્રંથો ‘પ્રસ્થાનત્રયી’ કહેવાય છે. એમાં પહેલું પ્રસ્થાન છે ઉપનિષદો. જેને 'ઉપદેશ પ્રસ્થાન' કહેવાય છે. બીજું છે બ્રહ્મસૂત્ર જેને 'ન્યાય પ્રસ્થાન' કહેવાય છે અને ત્રીજી છે સ્વયં કૃષ્ણમુખેથી ગવાયેલી શ્રીમદ ભગવદ ગીતા...જેને ‘સાધના પ્રસ્થાન’ કહેવાય છે. ગીતા એ જ્ઞાનને જીવનમાં કેમ એપ્લાય કરવું એનું સાધના પ્રસ્થાન છે. ઉપનિષદોના નીચોડ નોલેજને પ્રેક્ટીસમાં કેમ મુકવું એની વાત ગીતા કરે છે!
શાંતિ માટેના બનતા બધા પ્રયાસો કર્યા બાદ કુરુક્ષેત્રમાં અઢાર અક્ષૌહિણી સેના સામે સામે આવીને ઉભી રહી ગઈ. ત્યારે આપણા સૌનો પ્રતિનિધિ કહેવાય એવો અર્જુન નબળો પડે છે, વિષાદ પામે છે, એ ડિપ્રેસ થઈ જાય છે. ત્યારે કૃષ્ણ એને ગીતા સંભળાવે છે. આજે આપણે ક્યાંય એમ ધનુષ્યબાણ લઈને લડવા નથી જવાનું પણ આપણને સૌને ક્યારેક અનુભવ થાય છે કે આપણી અંદરની પાંચ પાંડવ જેવી સદવૃત્તિઓ આપણી જ અંદરની ૧૦૦ કૌરવ જેવી નબળાઈઓ સામે કટોકટીની ક્ષણે હથિયાર હેંઠા મૂકી દે છે. ત્યારે આપણે શું કરી શકીએ...? આપણું મન આપણી ઇન્દ્રિયોના ઘોડાઓને બેફામ ચલાવે ત્યારે આપણે શું કરી શકીએ?
આપણે ‘ગીતા talks’ આગળ બીજા અધ્યાયના ૬૧માં શ્લોકને સંદર્ભે વાત કરી હતી જેમાં કૃષ્ણએ કહ્યું કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને મારામાં લીન થા, કેમ કે જેની ઇન્દ્રિયો એના વશમાં છે, એની બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે.
હવે ઇન્દ્રિયો વિશે એનાથી આગળ બીજા અધ્યાયના ૬૪માં શ્લોક પર કૃષ્ણકથન સમજવા પ્રયાસ કરીએ...શ્લોક છે:
रागद्वेषवियुक्तै: तु विषयान् ईन्द्रियै: चरन् |
आत्मवश्यै: विधेयात्मा प्रसादम् अधिगच्छति || 2. 64||
પહેલા શ્લોકનો ભાવાનુવાદ જોઈ લઈએ તો અહીં કૃષ્ણ કહે છે કે, “ જે आत्मवश्यै: એટલે કે આત્મ સંયમી છે, એવો મનુષ્ય રાગ અને દ્વૈષ બન્નેથી ઉપર ઉઠીને એટલે કે रागद्वेषवियुक्तै: એ ઇન્દ્રિયોનાં અનિવાર્ય વિષયોમાં વિચરણ કરે છે એટલે કે પ્રવૃત છે, / અથવા જે વિષય સુખ ભોગવે છે , છતાં એ विधेयात्मा જે પોતાના આત્માને જાણે છે. તેવો માણસ प्रसादम् अधिगच्छति થાય છે. મતલબ પ્રસાદ કે પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.
ફરી એકવાર સરળ અર્થ જોઈએ તો: “જે માણસ આત્મસંયમી છે, જેની ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી મૂક્ત છે એવો મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોને ભોગવતા પ્રસાદ એટલે શાંતિ અને પ્રસન્નતા પામે છે.”
આપણે ત્યાં વેદિક કાળ અને આ અર્વાચીનકાળ વચ્ચે મધ્યયુગમાં એક આખો મોટો સમય એવો આવ્યો કે જ્યાં ઇન્દ્રિયોના દમનની જ વાતો થઇ. ઇન્દ્રિયો દ્વારા મળતા બધા જ સુખ છોડો...છોડો...છોડો...પરાણે દમન કરો...પણ કૃષ્ણ એવું નથી કહેતા. કૃષ્ણ દમનનો નહિ, શમનનો મહિમા કરે છે. આ શ્લોકમાં કૃષ્ણ Suppressionની નહિ, સંયમની વાત કરે છે. બાકી કૃષ્ણ જ ગીતામાં આગળ કહે છે કે જે મનુષ્ય બહાર બહારથી ઇન્દ્રિયોનું દમન કરીને અંદર એનું ચિન્તન કરે છે એ દંભ કરે છે.
કૃષ્ણ સીધી અને સિમ્પલ વાત કહે છે, ભલે તું ઇન્દ્રિયોના વિષય સુખને ભોગવે પણ એ ઇન્દ્રિયોનો તારા પર કંટ્રોલ ના હોવો જોઈએ...પણ તારો ઇન્દ્રિયો પર સંપૂર્ણ કંટ્રોલ હોવો જોઈએ...આપણે ત્યાં ભગવાન શિવનું જ કેટલું સુંદર ઉદાહરણ છે. કામદેવ જ્યારે સમાધિમાં બેઠલા શિવને ચલિત કરવા જાય છે, તો શિવ ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભષ્મ કરી દે છે. પણ એ જ શિવ પછી પાર્વતી સાથે પરણે છે, શિવને બે સંતાનો છે. વાત તો ત્યાં સુધી જાણવી ગમે એવી છે કે આદિયોગી પરમપિતા શિવ અને માતા પાર્વતીના પ્રણયભર્યા સંવાદો દ્વારપાળ નંદીએ સાંભળ્યા અને એને પછી માનવજાતિના કલ્યાણ માટે એ સંવાદોનાં અવતરણો નોંધવામાં આવ્યા. અને એ અવતરણો એટલે કામસૂત્ર...તો આવું કેમ છે? જે શિવ સંસારી છે. એ જ શિવ કામને બાળે પણ છે. તો એનો અર્થ એ જ થયો જે કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો પર આપણો કંટ્રોલ હોય, એનો આપણા પર કંટ્રોલ ના હોય. કામદેવ શિવને કંટ્રોલ કરવા જાય છે તો શિવ એને બાળી ભષ્મ કરી દે છે.
ઇંદ્રિયોના ઉધામા શમી જાય અને રાગ દ્વેષના ભીંગડા ખરી પડે પછી અંદરની પ્રસન્નતા હિલ્લોળા લેવા લાગે છે. મોરારીબાપુ ઘણીવાર કહેતા હોય છે કે ધર્મપુરુષ હસતો હોવો જોઈએ.પ્રસન્ન હોવો જોઈએ. જો સોગિયું મોઢું હોય તો સમજવું કે ભાઈસાહેબની સાધના સહજના કિનારે નથી ચાલી રહી.
ગીતા વિચાર:
દમનનો ભાર લાગે ત્યારે માણસનું સ્મિત વરાળ થઈને ઊડી જતું હોય છે. બાકી વ્યક્તિ જેમ જેમ आत्मवश्यै: विधेयात्मा થતો જાય એમ એમ ઇંદ્રિયોના વિષયોમાંથી એનો રસ ઘટતો જાય. એટલે જ ભગવાન બુદ્ધ વૈશાલીનગરની ગણિકા આમ્રપાલીને ત્યાં શિષ્યો સાથે ભોજન લેવા આવે છે. એને દિક્ષા આપે છે. કૃષ્ણ કુબ્જાના પગ પર પગ મૂકીને એને દાઢીએ પકડીને એની કરોડરજ્જુ સીધી કરે છે. કરોડરજ્જુ કોની સીધી થાય? કરોડરજ્જૂ એ શેનું પ્રતિક છે? કુબ્જા પછી જે પ્રસન્નતા પામે છે એ શું છે?
- મિલી મેર








