શતરંગ / સફળતા મેળવવાનો લેટેસ્ટ ફંડા: પર્સનલ બ્રાન્ડિંગ
- ગ્લેમર ગાઈડ તમે મહેનતુ છો,હોશિયાર છો, તમારા કામ પ્રત્યે પ્રતિબદ્ધ છો? છતાં તમે તમારા કેરિયરમાં ધ

- ગ્લેમર ગાઈડ
તમે મહેનતુ છો,હોશિયાર છો, તમારા કામ પ્રત્યે પ્રતિબદ્ધ છો? છતાં તમે તમારા કેરિયરમાં ધારો છો એટલા સફળ નથી થતાં, તો તમને તમારા કામ માટે, તમારી નવી ઓળખ બનાવા માટે થોડા અલગ ફિલ્ડમાં કામ કરવાની જરૂર છે.
આજકાલ જ્યાં દરેક વસ્તુનું ડિજિટલાઈઝેશન થઇ ચૂક્યું છે ત્યાં હવે વ્યક્તિગત વિચારો, શોખ, આદતો અને અનુભવોનુ ડિજિટલ થવું જરૂરી બનતું જાય છે. સોસાયટીમાં પોતાની અલગ છાપ હોવી, એ સફળ કેરિયર માટે જરૂરી શરત બની રહી છે.નવા વિચારો સાથે પોતાની નવી ઓળખ હોવી, એ આધુનિકતાનો પર્યાય બની ચૂક્યું છે. સફળ વ્યક્તિઓ, જે તે ફિલ્ડમાં પોતાના બ્રાન્ડ અને કામ માટે જાહેરાત કરે છે,તે સામાન્ય છે. પરંતુ એવા લોકો, જેની પાસે વેચાણ માટે પોતાની કોઈ જ પ્રોડક્ટ નથી કે સર્વિસ નથી તેઓ માત્ર પર્સનલ બ્રાન્ડિંગના ફંડાના નામે તરી ચુક્યા છે. ઉર્ફી જાવેદ અને ઓરી જેવા નામોને આપણે tv પર, સોશિયલ મીડિયામાં માત્ર વિચિત્રપણાને લીધે જાણીયે છીએ. જેની પાછળ તેમનું સ્ટ્રોંગ પર્સનલ બ્રાન્ડિંગ છે. જોકે આ ફિલ્ડના લોકોને માત્ર લાઈમલાઈટમાં રહેવા માટે,અવનવા ગતકડાં કરવા જરૂરી હોય છે પરંતુ મોટા બિઝનેસમેનથી લઈને મોટીવેશનલ સ્પીકર્સ પણ પર્સનલ બ્રાન્ડિંગના ટોટકા અજમાવે છે.
'ભારત પે'ના સ્થાપક અશનીર ગ્રોવરને શાર્ક ટેન્કમાં આખબોલા સ્વભાવથી ઓળખાણ મળી હતી. તેમણે પોતાના પુસ્તક 'દોગલાપન' ની પ્રસિદ્ધિ માટે પોતાના પર્સનલ બ્રાન્ડિંગનો ઉપયોગ કર્યો હતો.
કેટલાયે બિઝનેસમેન પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ છે પરંતુ મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા, એમના સોશિયલ મીડિયા પર બીજા કરતાં વધુ એક્ટિવ છે, જે પોતના વિચારો, શોખ અને અનુભવ લોકો સાથે શેર કરે છે. ઘણાને એવા પ્રશ્નો થાય કે એમને એવી શુ જરૂર હશે કે કેવી રીતે સમય મળતો હશે પણ આ બધાની પાછળ એમનો હેતુ એક સ્ટ્રોંગ બ્રાન્ડિંગ ડેવલોપમેન્ટનો હોય છે.
પર્સનલ બ્રાન્ડિંગ માટે અમુક પરિબળો કામ કરતાં હોય છે. દરેક ફિલ્ડમાં સફળતા માટે 75% લોકો આવાં રસ્તાઓ અપનાવતા હોય છે.લિન્કડઈનના સર્વે મુજબ 70% પ્રોફેશનલસ માને છે કે સફળ કેરિયર માટે પર્સનલ બ્રાન્ડિંગ ખૂબ જ મહત્વનું છે. 75% કંપનીઓ પોતાના કર્મચારીઓનુ સિલેકશન વર્ચ્યુલી એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા કરે છે. જેના પરથી ખ્યાલ આવે છે કે તમારું વર્ચ્યુલ પર્ફોર્મન્સ અથવા સોશિયલ મીડિયામાં હાજરી ખૂબ મહત્વ ધરાવે છે.એટલું જ નહિ જો તમે કોઈ બિઝનેસમેન હોય કે સર્વિસ સપ્લાય કરતાં હોય, આકર્ષક પોસ્ટ કે બ્લોગ્સ દ્વારા તમે તમારા ટારગેટેડ ગ્રાહકો સુધી પહોંચી શકો છે.
પર્સનલ બ્રાન્ડિંગ બનાવવા માટેના જરૂરી પરિબળો :
પર્સનલ બ્રાન્ડ સ્ટેટમેન્ટ :
બિઝનેસની ભાષામાં કહીયે તો દરેક કંપની પોતાની પ્રોડક્ટ માટે ગ્રાહકો આકર્ષવા અમુક પ્રકારના સ્લોગન બનાવતા હોય છે. જે એમની બ્રાન્ડની ઓળખ બને છે. પર્સનલ બ્રાન્ડિંગ માટે પણ વ્યક્તિગત આવી લાઈનોનો ઉપયોગ થતો હોય છે. તમે શુ કરો છો, શા માટે કરો છો એમના માટે તમારું યુનિક વ્યક્તિગત બ્રાન્ડ સ્ટેટમેન્ટ તમને અન્ય લોકોથી જુદા પાડે છે.
અનન્ય વિચાર પદ્ધતિ:
એક્સરખા જ હાડમાંસથી બનેલ દરેક માણસ,પોતાના વિચારોથી જ અલગ પડે છે.અનન્ય વિચારસરણી અને દ્રષ્ટિકોણથી તેઓ પોતાના રસ્તાઓ કોતરે છે.કમર્શિયલ વાતચીતમાં કે મંચ પર લોકો સાથેના સંવાદમાં અનોખા સેન્સ ઓફ હ્યુમરનુ આગવું મહત્વ હોય છે.જે પોતાની ઓળખ બનાવવામાં ખુબ જ મદદરૂપ થાય છે.
પોતાની અલગ ઓળખ:
જેતે ફિલ્ડ મુજબ પર્સનાલિટી ખૂબ જ આવશ્યક છે, જેના દ્વારા તમે મજબૂત ફોલોઅર્સ મેળવી શકો છો. બોલવાની છટાં, આત્મવિશ્વાસ અને સરળતા જેવી સોફ્ટ સ્કીલ,તમે જીવનના કોઈ પણ સ્ટેજ પર ડેવલોપ કરી શકો છો, જે તમને તમારા ઈમોશનલ ક્વોશન્સના લેવલમાં ખૂબ વધારો કરે છે.
સોશિયલ મીડિયા:
પર્સનલ બ્રાન્ડિંગ માટે ઓછામાં ઓછા ત્રણ સોશ્યિલ માધ્યમ પર તમે તમારી ઓળખ તમારા વિચારોને રજૂ કરવાનુ મહત્વ હોય છે.અંગત અનુભવો, ટેવો અને નબળાઈઓ રજૂ કરવાથી લોકો તમારાથી આકર્ષિત થાય છે એટલુંજ નહિ તમે એમની સાથે ઈમોશનલ બોન્ડ બનાવી શકો છો,એમનો વિશ્વાસ જીતી શકો છો.
લોકો સાથે જોડાણ:
ટોપ બ્રાન્ડિંગ માટે લોકો સાથે કનેક્ટ થવું ખૂબ મહત્વનુ છે.
પ્રસિદ્ધ લેખક રાજગોસ્વામીજી ના પ્રખ્યાત પુસ્તક 'હાઇપર ફોક્સ' માં એમને આ વાતોનો વિસ્તૃત વર્ણન કરેલ છે,કે કેવી રીતે નેતાઓ, લાખો લોકોને પોતાની વાતથી મનાવી શકે છે . Tv અને ઈન્ટરનેટ વગર પણ ગાંધીજીએ પુરા દેશને માત્ર એક વિચારથી એકજુટ કર્યો હતો. કેમકે જયારે તે લોકોને ઉદેશીને બોલતા ત્યારે તે દરેક વ્યક્તિને એવુ લાગતું કે બાપુ તેમની સાથે વાતો કરે છે.
પર્સનાલિટી મેનેજમેન્ટ:
પોતાના ફિલ્ડમાં ઘણા જ સફળ લોકો પણ આકર્ષક પર્સનાલિટી ધરાવતા નથી. અને ઘણા એવા લોકો હોય છે જે સફળ ના હોવા છતાં, ખાસ કાર્ય ના કરતાં હોવા છતાં માત્ર સોશ્યિલી સ્માર્ટનેસ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવે છે. અને સ્ટ્રોંગ ફોલોઅર્સ ધરાવે છે.
આ રીતે નાની પણ મહત્વપૂર્ણ ટિપ્સથી એક વ્યક્તિગત બ્રાન્ડનુ નિર્માણ કરી શકાય છે. જે આજના ડિજિટલયુગમાં સફળ કારકિર્દી માટે ખૂબ જ મહત્વનુ છે. એ વાત ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે કે રાતોરાત કોઈ આ રીતે ફેમસ થઇ શકતું નથી. અંતે અહીં પણ ધીરજ ખંત અને સાતત્ય ખૂબ જરૂરી છે.
- જીજ્ઞા જોગીયા








