મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / તમારા બાળકો માટેના ખાસ ગિફ્ટિંગ આઈડિયાઝ

- જિજીવિષા એમ તો માતા પિતાનો હુંફાળો સ્પર્શ જ, કોઈ પણ કિંમતી વસ્તુઓ કરતાં ખાસ હોય છે, અને તેમના પ્રેમ અને લ

શતરંગ / તમારા બાળકો માટેના ખાસ ગિફ્ટિંગ આઈડિયાઝ

- જિજીવિષા

એમ તો માતા પિતાનો હુંફાળો સ્પર્શ જ, કોઈ પણ કિંમતી વસ્તુઓ કરતાં ખાસ હોય છે, અને તેમના પ્રેમ અને લાગણીઓની કિંમત ક્યારેય આંકી શકાતી નથી. પરંતુ કાયમી વેસ્ટર્ન ક્લ્ચરમાં, આપણને જીવવાની ટેવ પડી ગઈ છે,ત્યાં દરેક જન્મદિવસ ખાસ બનાવવો,ટ્રેન્ડ બની ગયો છે. થીમ પાર્ટી અને ડેસ્ટીનેશન બર્થડે, દેખાદેખી અને પૈસાનો ધુમાડો કરવો,હવે અંબાણીની લાઈનમાં રહેવાનો શોખ દરેક ઘરમાં સામાન્ય થઈ ગયો છે.

પરંતુ રેગ્યુલર ગેજેટ્સ અને નોનબ્રાન્ડેડ વસ્તુઓથી પણ તમારા બાળકોને જિંદગીભર યાદગાર રહી શકે એવા,  ગિફ્ટસ,તમે એમને આપી શકો છો. અને તેમનાથી માત્ર ક્રિએટીવીટીનુ જ નહિ પણ એમની અંદર સારા માણસત્વનુ પણ સર્જન કરી શકો છો.

નોન સ્માર્ટ ડિવાઇસ

સૂકી કાળી દ્રાક્ષને જો તમે સાદા પાણીમાં નાખો તો તે ફૂલી જશે અને એવી જ રીતે વૈસાવર્સા,લીલી દ્રાક્ષને ખાંડના પાણીમાં નાખતાં,તે ચીમળાઈ જશે. કોઈ એમાં રોકેટ સાયન્સ નથી, માત્ર સાંદ્રતા કે કોન્સન્ટ્રેશનનો ફર્ક છે. આજ નિયમ આપણને રિયલ લાઈફમાં એટલોજ લાગુ પડે છે, કે બાળકોના, ગેજેટ્સ જેટલાં સ્માર્ટ હશે, તે તેમની ક્રેટીવીટીનુ શોષણ કરી લેશે. ઉલ્ટાનું સ્માર્ટ ગેજેટ્સથી બ્લુ લાઈટ, એડિક્સન અને માઈન્ડ કોન્સન્ટ્રેશનના ઘણા પ્રોબ્લેમસ થાય છે. જેટલાં તેમણે નોનસ્માર્ટ કે નિરજીવ વસ્તુઓ આપશો, એ એમની ક્રિટીવીટીને પડકારશે અને એક નવા રૂપે તેમને પોતાના શોખ અને રુચિ કેળવવામાં મદદરૂપ થશે.

બેટ, ડાયરી, કલરની કીટ જેવા નિર્જીવ સાધનો ક્રિકટર, પેઈન્ટર અને લેખકો આપવામાં હંમેશા મોખરે રહ્યા છે. હાં ડિજિટલ યુગમાં જીવવું અને સ્માર્ટ ગેજેટ્સ ના વપરવા એ શક્ય નથી.પણ અમુક ઉંમર સુધી એનાથી દૂર રહેવું હિતાવહ છે.

સ્કીલ ડેવલોપમેન્ટ 

2 દિવસ પહેલા અંબાણીના પુત્રના પ્રિવેડિંગ સેરેમની માટે સિતારાઓનો કાફલો, ઇટલી ઉપડ્યો.આ સાથે એક દ્રશ્ય ખટક્યું કે એમાં સચિન તેંડુલકર સાથે એમનો પુત્ર પણ હતો.અને એજ સમયે ઇન્ડિયાની ટીમ, T-20 વર્લ્ડકપ માટે ઉડી રહી હતી.વર્લ્ડ ક્લાસ બેટ્સમેનના પુત્રનુ સ્થાન ઇન્ડિયન ટીમમાં ના હોવું એ ઘણું જ આઘાતજનક કહેવાય. પણ કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં કદી પણ તમારા બાળકોને કોઈ એક જ સ્કીલમાં પાવધરા ના બનાવો. એક પર સ્કીલ કોન્સનટ્રેશન કરવું,એ ખ્યાલ આજના જમાનામાં થોડો અવ્યાજબી થતો જાય છે, કેમકે દુનિયાની પ્રાયોરિટીસ દરેક સેકન્ડે બદલાય છે. Ai ના જમાના માં ઘણા જ કામો મશીનો દ્વારા મિનિટોમાં થાય છે ત્યાં તમારી સિદ્ધિને જોનારા, પારખાનારા માટે તમે બસ કોઈ એક મિનિટના એન્ટરટેનઇનથી કમ નથી.

આવી ઘણી બાબતો વિચારતા બાળકોને ભવિષ્ય માટે એક કરતાં વધુ સ્કીલમાં હોશિયાર કરવા હવે જરૂરી છે.

દર વર્ષે એમને કોઈ એક સ્કીલ શીખડાવી શકાય, જરૂરી નથી એના માટે ક્લાસીસ જ કરાવી શકો, પણ ઘરે બેઠા પણ ગાર્ડનિંગ, ભરત કામ, યોગાસન જેવી જરૂરી કળા શીખવી શકાય. દર વર્ષે એક કળા શીખડાવવાથી તેઓ સમય જતાં,જો તેમાં રુચિ હશે તો તેમાં આગળ વધી શકશે. બર્થડેના દિવસે તેમના મિત્રો સાથે આવી ખાસ વર્કશોપનુ આયોજન કરી તેઓને પ્રોત્સાહિત કરી શકાય.

સોફ્ટ સ્કીલ એન્હાન્સર

સ્વિમિંગ, કરાટે જેવી હાર્ડ સ્કીલ તમે જીવનના કોઈ પણ તબક્કે શીખી શકો. પણ યોગ્ય ડિસિઝન લેવા, ધીરજ રાખવી, ધીમે બોલવું, કોઈની સામે,વાતો સમજીને રીએક્ટ કરવું જેવી અનેક સોફ્ટ સ્કીલ, જે આજે સફળ થવા અને માનસિક શાંતિ માટેના પાયા છે. આવી સોફ્ટ સ્કીલ સારી આદતોથી નાનપણમાં માતા પિતા દ્વારા અને ઘરના પોઝિટિવ વાતાવરણથી સારી રીતે વિકસિત થતી હોય છે. એ કોઈ પણ ક્લાસમાં શીખડાવામાં આવતા નથી. હાં એમના માટે આજ કાલ વર્કશોપ શરૂ થયાં છે, અને માહિતી મળે છે, પણ એમનું કેવી રીતે આચરણ કરવું એ તદ્દન આપણા હાથમા જ હોય છે. તમારા બાળકોના જન્મદિવસ પર તમે એમને આવી જ કોઈ સારી આદતો આપી શકો. ઘણી નાની પર સારી આદતો, એમના સરસ ચરિત્ર નિર્માણમાં મોટો ભાગ ભજવશે. રાતે સૂતી વખતે પાર્થના કરવી,પુસ્તકો વાંચવા, પક્ષીના દાણા પાણી મુકવા, વાંચતા પહેલા ઊંડા શ્વાસ લેવા, જમતી વખતે થાળીમાં બગાડ ના કરવો, અમુક સમયે તેઓને બાળાશ્રમ જેવી જગ્યાએ લઇ જવા,આવી ઘણી જ વાતો એમના માનસ પર ખૂબ જ ઘેરો પ્રભાવ પાડે છે.

અને આ ઉપરાંત આજકાલ બજારમાં ઘણી એવી ગેમ્સ અને ટોય્સ મળે છે જે બાળકોના ઇમેજિંનેશન પાવરને એન્હાન્સ કરે છે, વૈજ્ઞાનિક પ્રયોગોની કીટ, એનસાયકલોપીડિયા, ગોલ્ડ કોઈન્સ, મ્યુ્ચ્યુલ ફન્ડ્સ અને બોન્ડ્સ જેવા અગણિત આઈડિયાસથી તમે એમનો જન્મદિવસ ખાસ બનાવી શકો છો.

પરંતુ એ દરેકથી પણ સૌથી કિંમતી તમારો સમય હોય છે, જે માત્ર તમે જ એમને આપી શકશો.બીજી દરેક વસ્તુઓ, તેઓ દરેક પાસેથી સમયનુસાર મેળવી જ લેશે. પણ માતાપિતાની હૂંફ અને લાગણીઓ કોઈ પણ શરત વગર માત્ર તમારી પાસેથી જ મેળવી શકશે.

- જીજ્ઞા જોગીયા 

આ સમાચાર શેર કરો