મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ /આપણને ગ્યારહ મુલ્કની ગરમી પણ પકડી શક્તી નથી!'

અમારા ડંફાશમારૂ મિત્ર પોપટલાલ પંચાતિયાભર બપોરે, ફૂલ તડકામાં, પુરી બેંતાળીસ ડીગ્રી ગરમીમાં, હાથમાં છત

શતરંગ /આપણને ગ્યારહ મુલ્કની ગરમી પણ પકડી શક્તી નથી!'

અમારા ડંફાશમારૂ મિત્ર પોપટલાલ પંચાતિયા
ભર બપોરે, ફૂલ તડકામાં, પુરી બેંતાળીસ ડીગ્રી ગરમીમાં, હાથમાં છત્રી લઇને નીકળી પડ્યા હતા અને કોઇ વિચિત્ર પ્રકારનો ડાન્સ કરી રહ્યા હતા!
મે મારા ઘરની બારીમાં રહ્યે રહ્યે પૂછ્યું 'આ શું ચાલી રહ્યું છે પોપટલાલ?'
પોપટલાલે છત્રીને 360 ડિગ્રી ઘુમરી ખવડાવતાં વધુ એક વિચિત્ર ડાન્સ સ્ટેપનું પ્રદર્શન કરીને કહ્યું,'હું અમદાવાદની ગરમીનો ચિયર-લીડર બોય છું!
'અમદાવાદની ગરમીની વળી આઇપીએલ ટીમ ક્યારે બની!'
'ના બની હોય તો બનાવવી જોઇએ!'
પોપટલાલે છાતી કાઢી. 
'આપણે અમદાવાદીઓ કઇ કમ છીએ? આપણને ગ્યારહ મુલ્કની ગરમી પણ પકડી શક્તી નથી!'
'અચ્છા.' 
મને હવે ખ્યાલ આવી ગયો કે પોપચલાલ આજે કોની પંચાતના મૂડમાં છે!
મે એમને બોલવા જ દીધા...
'હોટ અમદાવાદી કો પકડના મુશ્કિલ હી નહીં, ના-મુમકીન હૈ!'
'વાહ-વાહ!' મે બારીમાંથી તાળીઓ વગાડી
'મેરી માં કહતી થી...કોઇ ભી અમદાવાદી છોટા નહીં હોતા!'
'ક્યા બાત હૈ!' મેં દાદ આપી...
'તુમ વાનખેડે કે સિક્યોરિટી ગાર્ડ કો જમીન મેં જિન્દા ગાડ સકતે હો, લેકિન અમદાવાદ કી લૂ કો નહીં!'
'છા ગયે!' મેં સિટી વગાડી..
'પાર્ટી અમદાવાદ મેં રખોગે તો મહેમાન નવાઝી કે લિયે પઠાન તો આયેગા! ઔર હોસ્પિટલ મેં ભી જાયેગા!'
'આ તો લેટેસ્ટ લાવ્યા!'
પોપટલાલ હજુ તાનમાં હતા
'છોટે છોટે શહેરો મેં બડે બડે સ્ટાર્સ કે સાથ ઐસી છોટી છોટી ઘટનાએ હો હી જાતિ હૈ!'
'બસ પોપટલાલ બસ! શાહરૂખ ખાનની હજી કેટલી ફિરકી ઉતારશો?'
'આપણે ક્યાં ફિરકી ઉતારીએ છીએ?'
આપણે તો હજારો અમદાવાદીઓને બહાદૂરી પુરસ્કાર આપવા માગીએ છીએ જે સાડા સાત વાગ્યાની મેચ માટે ઘરેથી સાડા ત્રણ વાગે નીકળે છે, સાડા ચારે સ્ટેડિયમમાં પહોંચે છે અને ચુંમ્માળીસ ડિગ્રી ટેમ્પરેચરમાં એમને લૂ નથી લાગતી! પરંતુ એક સુપરસ્ટાર? બિચારાને ડિ-હાઇડ્રેશન થઇ જાય છે. 
તને ખબર છે, ગુજરાતીમાં ડિ-હાઇડ્રેશન કોને કહેવાય?
'કોને કહેવાય?'
'ઝાડા છૂટી જાય તેને!'
 પોપટલાલ હસ્યા
'બેટા, અમદાવાદની સાબરમતીમાં હજુ એ પાણી છે જે ભલભલાના પાણી ઉતારી શકે છે!'

આ સમાચાર શેર કરો