મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કન્યા રાશિના લોકો માટે ધીરજ જરૂરી, કર્ક રાશિના લોકો માટે માનસિક કસોટી લઈને આવી રહ્યું છે આ સપ્તાહ

- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહે

શતરંગ / કન્યા રાશિના લોકો માટે ધીરજ જરૂરી, કર્ક રાશિના લોકો માટે માનસિક કસોટી લઈને આવી રહ્યું છે આ સપ્તાહ

- ફ્યુચર ફ્રોમ ટેરો

આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે. 

જુલાઈ 01 – જુલાઈ 07  

મેષ (એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19

પ્લેફૂલનેસ – ન્યુ વિઝન

આ સપ્તાહ મેશ રાશિના જાતકો માટે થોડી રાહત લઈને આવશે તેમ આ બને કાર્ડ સૂચવી રહ્યા છે. કોઈ પણ કામ કરવામાં જૂની પેટર્નમાંથી બહાર આવીને નવી વિચારધારાથી આગળ વધવું તો સફળતા મળશે. સાથે જ આ સપ્તાહે કોઈ પણ બાબતે વધારે પડતું વિચારવું નહિ અને ટ્રાન્સપરન્સી રાખીને હળવાશથી આગળ વધતા રહેવું. ફિઝીકલ એકસરસાઈઝ કરવાથી ફાયદો મળશે. 

વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20

ધ આઉટ સાઈડર – સ્લોઈંગ ડાઉન 

અર્થ એલિમેન્ટના આ બંને કાર્ડ્સ આ સપ્તાહે તમને કોઈ પણ કાર્ય ઉતાવળથી નહિ કરવા માટે સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને આર્થિક નિર્ણયો કરવામાં ઉતાવળ રાખવી નહિ. આત્મ વિશ્વાસ રાખીને પરિસ્થિતિમાં ઉકેલ તરફી દૃષ્ટિકોણ રાખવાથી મદદ મળશે. લાંબા ગાળાનું સેવિંગ કે પછી કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા અનુભવીની સલાહ લઈને જ આગળ વધવું.

મિથુન (જેમિની) મે 21 - જૂન 21 

ઇનર વોઈઝ – ફલાવરિંગ

ખૂબ જ પોઝિટીવ કાર્ડ્સ આ રાશિના જાતકો માટે આ સપ્તાહે આવી રહ્યા છે જે જણાવે છે કે, ઘણી બધી ઓપોર્ચ્યુનીટી તમે આ સપ્તાહે એટ્રેક્ટ કરી શકશો. ખાસ કરીને આ સપ્તાહે તમારે તમારા એક્શન પર વધુ ફોકસ કરવું અને જ્યાં જેટલી જરૂર હોય તેટલું જ બોલવું અથવા જરૂર પૂરતી માહિતી જ પાસ કરવી. લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાથી કરિયર અને પર્સનલ લાઈફમાં ફાયદો થશે.

કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22

થંડર બોલ્ટ – પાસ્ટ લાઈવ્સ

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ વધારે ચડાવ-ઉતાર લઈને આવી શકે છે તેવા સંકેત આ બંને કાર્ડ્સ આપી રહ્યા છે. તમારા માટે આ સપ્તાહ પડકારરૂપ જ નહિ પરંતુ તમારી માનસિક શક્તિની કસોટી કરનારું રહી શકે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ રિપીટ થશે તેવામાં તે ઘટનાઓમાંથી તમારે શું શીખવાનું હતું જે બાકી છે તે શોધવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ વ્યક્તિની ઇન્ફ્લ્યુઅન્સમાં આવવાથી ખોટી રીતે જીવનનું પ્લાનિંગ થશે જે ભવિષ્યમાં ખોટું સાબિત થઇ શકે છે.

 સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22

ક્રિએટીવિટી – સાઈલન્સ

તમારા માટે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ રહેશે. આ બંને ખૂબ જ પાવરફૂલ કાર્ડ્સ છે જે જણાવે છે કે, આ સપ્તાહે તમારે માત્ર તમારા પર જ ધ્યાન આપવાનું છે, તમને ગમતી બાબતો પર ફોકસ કરવાનું છે. તમારી ક્રિએટીવ બાજુને એક્સ્પ્લોર કરવી, બને તેટલું મૌન રાખવું. તમારી વાત અન્ય લોકો તમે કહેવા માગતા હોવ તેના કરતા અલગ રીતે લઇ શકે છે  જેના લીધે તમારા માટે નેગેટીવ મંતવ્ય બંધાઈ શકે છે તેથી જરૂર હોય તો અને માત્ર તો જ પોતાનો ઓપિનિયન કોઈ બાબતે આપવો.

કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22

પેશન્સ – ઇનોસન્સ

કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ ધીરજની કસોટી કરનારું રહી શકે છે. ઉતાવળિયા પગલાં ભરવાથી ભૂલ થાય અને તેના કારણે ઓફિસમાં બોસ સાથે માથાકૂટ થવાના ચાન્સીસ છે. આ બંને કાર્ડ્સ કહી રહ્યા છે કે, અન્ય લોકો તમારી પર તેમના સ્વભાવ મુજબ એટેક કરશે પન તમારે ધીરજ ગુમાવ્યા વિના તમારા સ્વભાવ પ્રમાણે તમારા નોલેજ મુજબ પ્રેમથી પરિસ્થિતિ હેન્ડલ કરવી.

તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23 

કરેજ – ચેન્જ

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણા બધા ચેજીસ લઈને આવશે જે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો કે, શરૂઆતમાં આ બદલાવના કારણે ઘણા કામ અટકી શકે છે અથવા સ્લો થઇ શકે છે. હનુમાન ચાલીસા કરવાથી ફાયદો થશે. આ કાર્ડ્સ એમ પણ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે કોઈ પણ કામમાં ધાર્યા કરતા બમણી મહેનત કરવી પડે.

વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21 

કોમ્પ્રોમાઈઝ  – ટોટાલિટી

આ સપ્તાહ એવેરેજથી થોડું નેગેટીવ હોવાનું આ બંને કાર્ડ્સ જણાવે છે. આ રાશિના જાતકોએ આ સપ્તાહે કોઈ પણ ફાઈનાન્શિયલ નિર્ણયો લેવા નહિ કે પછી ડિલ કરવી નહિ. જેટલા પણ કામ હાથ પર છે એ બધા જ પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. ટૂંકા ગાળાનો ફાયદો જોઇને કોઈ પણ નિણર્ય લેવાથી હાલની રેગ્યુલર લાઈફ પર ભવિષ્યમાં ખોટી અસર પડી શકે છે.

ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21 

એડવેન્ચર – રાઈપનેસ

તમારા માટે આ સપ્તાહ ખૂબ જ બધા બેનેફિટ લઈને આવશે તેમ આ બંને કાર્ડ્સ સૂચવી રહ્યા છે. તમે કરેલી મહેનતનું ફળ આ સપ્તાહે તમને ચોક્કસ મળશે અને તેના લીધે નવી તકો પણ તમને દેખાશે. કોઈ પણ કાર્ય કરતા ધ્યાન રાખવું કે, જિજ્ઞાસાવૃત્તિ નાના બાળક જેવી અને સમજણ મોટા વ્યક્તિ જેવી રાખવી. કોઈ પણ કામ કરીને તરત જ તેના પરિણામ પાછળ ભાગવું નહિ, રાહ જોવાથી વધારે સારું રિઝલ્ટ મળશે. 

મકર (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19

અબન્ડંસ – ધ માસ્ટર

આ બંને કાર્ડ્સ મુજબ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડી આળસ અને તેની સામે તકો લઈને આવી શકે છે. જો તમારે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરીને આધ્યાત્મ તરફ જવું હોય તો આ સપ્તાહની એનર્જી તમને સપોર્ટ કરશે. વિષ્ણુ ભક્તિ કરવાથી આ સપ્તાહે તમને લાભ મળશે. તમારા ગુરુ કે વડીલની સલાહ લઈને જ કોઈ પણ ક્રર્ય કરવું.

કુંભ (એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18 

રિબર્થ – ગાઇડન્સ

તમારી સમજશક્તિ અને જીવનને જોવાની રીતમાં ધરમૂળથી ફેરફાર લઈને આ સપ્તાહ આવી રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહે ફાઈનાન્શિયલ માર્ગદર્શન લેવું અનિવાર્ય બની રહેશે જે ફ્યુચર પ્લાનિંગ માટે ખૂબ જ આવશ્યક બનશે. આ સાથે જ અંતરઆત્માના અવાજને સાંભળીને ભૂતકાળને ભૂલીને વર્તમાન તરફ ધ્યાન આપવું.

મીન (પાઇસિસ)  ફેબ્રુઆરી 19 - માર્ચ 21 

ગોઇંગ વિથ ધ ફલો – ક્રિએટર 

આ બંને કાર્ડ્સ આ રાશિના જાતકો માટે આ સપ્તાહ  ઓવરઓલ હકારાત્મક રહેશે તેવા સંકેતો આપી રહ્યા છે. નવી વિચારધારા, નવું કામ ક્રિએટ કરી શકશો. જો ખાસ કરીને તમારા મનમાં જો કોઈ બાબત પ્રત્યે અન્ય લોકો કરતા અલગ ઓપિનિયન હોય તો તે કહેવાની સલાહ આ કાર્ડ્સ આપે છે. પોતાની લાગણીઓ અથવા ઈચ્છાઓને બાજુ પર રાખીને અન્ય લોકોની વાતમાં હા એ હા કરવી નહિ. સોલાર પ્લેક્સ્સ ચક્ર મેડીટેશન કરવાથી એનર્જી પોઝિટીવ બનશે. 

- ખુશ્બુ ત્રિવેદી

આ સમાચાર શેર કરો