શતરંગ / ચોકલેટ મિલ્કશેક
- આહારની અનુરાગીની હેલો ……. ફૂડિઝ તમારા સિટીમાં કેવી ગરમી પડે છે? તમારી પણ આ કાળઝાળ ગરમી થી

- આહારની અનુરાગીની
હેલો ……. ફૂડિઝ તમારા સિટીમાં કેવી ગરમી પડે છે? તમારી પણ આ કાળઝાળ ગરમી થી સીટી વાગી જાય છે ને, આ ગરમીમાં તમને ઠંડક આપે તેવી રેસિપી લઈને આવી છું જે નાના બાળકોથી લઈને મોટા બધાનું ફેવરિટ છે... “chocolate shake” સાંભળીને જ મોઢામાં પાણી અને પેટમાં ઠંડક વળે છે ને, સો લેટસ ટ્રાય ધીસ ચિલ્ડ ચોકો શેક વિથ આહારની અનુરાગીની .
ચોકલેટ મિલ્કશેક મિલ્કશેક ની મારી સૌથી પ્રિય વેરાઈટી છે, હેન્ડસ ડાઉન. આ બેવરેજ ઈન જનરલ પશ્ચિમમાં વધુ લોકપ્રિય છે, ખાસ કરીને યુએસએમાં, જ્યાં બર્ગર અને ફ્રાઈસનું ભોજન મિલ્કશેક વિના ક્યારેય પૂર્ણ થતું નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, આ દૂધ આધારિત પીણું ભારતીય ખાદ્ય પદાર્થોમાં પણ એકદમ સામાન્ય બની ગયું છે. ચોકલેટ મિલ્ક શેક રેસીપી બાળકો અને પુખ્ત વયના લોકો માટે એકસરખી પસંદગી છે. આ પોસ્ટમાં, મેં કોકો પાવડર સાથે આ મિલ્કશેક બનાવવાની એક ખૂબ જ સરળ, ઝડપી અને સ્વાદિષ્ટ રીત શેર કરી છે.
ચોકલેટ મિલ્કશેક વિશે:
10 મિનિટ ફ્લેટ, અને તમે આ ડિલાઈટ ફુલ ચોકલેટ મિલ્કશેક સાથે રેડી છો ! હું લાંબા સમયથી આ ચોકલેટ ફ્લેવર્ડ મિલ્કશેક ની રેસીપી શેર કરવા માંગુ છું. તેથી, મેં આખરે રેસીપી અજમાવવાનું નક્કી કર્યું જે આ ગરમી માં ખરેખર ટ્રાય કરવા જેવી છે તેથી તેને અહીં મેં ડોક્યુમેન્ટ કર્યું છે .
તમે આ ચોકલેટ મિલ્ક શેક રેસીપી ને ચોકો મિલ્ક શેક પણ કહી શકો છો, જે ઓલ એજ ગ્રુપ માટે ખૂબ જ લોકપ્રિય છે. પર્સનલી , મને લાગે છે કે તે માત્ર લીકવીડ ફોર્મ માં, મીઠાઈ થી ઓછી નથી. અન્ય ક્લાસિક ભારતીય સમર ડેઝર્ટ-ડ્રિંક ફાલુદા એક સંપૂર્ણ રોકર છે!
ચોકલેટ મિલ્કશેક બનાવવાની ઘણી રીતો છે. આ મારી સ્ટાઇલ છે શેક બનાવવાની હું હંમેશા. આ રેસીપી માટે કોકો પાવડર નો ઉપયોગ કરું છું. તેથી મૂળભૂત રીતે, તમે કોકો પાવડર અને સાકર ને ગરમ પાણીમાં ઓગાળીને ચાસણી બનાવો, તેને બ્લેન્ડરમાં ઉમેરો, થોડા આઈસ ક્યૂબ્સ એડ કરો , દૂધ એડ કરી મિક્સચર માં બરાબર મિક્સ કરો જ્યાં સુધી તમને એક સ્મૂથ મિલ્કશેક ન મળે.
શું આ ચોકલેટ મિલ્કશેક ઇઝી એઝ બ્રિઝ નથી!? તમે સર્વિંગ ગ્લાસની સાઇડ્સ પર ચોકલેટ સોસ નો ઉપયોગ કરી શકો છો, તૈયાર બેવરેજ સાથે ચોકલેટ સોસ એડ કરી શકો છો અને ડેલાઈટફુલ શીપ માણી શકો છો . અથવા ફક્ત તેને બ્લેન્ડ કર્યા પછી જ સર્વ કરો. કોઈપણ રીતે, આ મિલ્કશેક નો સ્વાદ અદભુત હશે.
બેસ્ટ ચોકલેટ શેક માટે:
તમારે ખરેખર તમારા માઈન્ડ ને રેક કરવાની અથવા બૌ એફર્ટ કરવાની જરૂર નથી! કારણ કે, મેં અગાઉ જણાવ્યું તેમ, આ ચોકલેટ મિલ્કશેક બનાવવું એકદમ ઈઝી અને ડિલિશિયસ બેવરેજ છે.
મોર ઓર લેસ, ફક્ત આ ચોકલેટ મિલ્ક શેક રેસીપી ને ફોલો કરો અને તમે સૉર્ટ થઈ જશો. જો કે, આ મિલ્કશેક ના અનુભવને વધુ સારો બનાવવા માટે શ્રેષ્ઠ બનાવવા માટે, અહીં કેટલીક ટીપ્સ છે જે તમને મદદ કરશે:
- બારીક, સારી ગુણવત્તાવાળા કોકો પાવડર નો ઉપયોગ કરો. જો તમારી પાસે ઓર્ગેનિક કોકો પાવડર હાથમાં છે, તો તેના જેવું કંઈ નથી.
- આઈસ્ક્રીમ અને આઈસ ક્યુબ બંને ઓપ્શનલ છે અને તમે તેને સ્કિપ કરી શકો છો. આઈસ્ક્રીમ માટે, તમે વેનીલા આઈસ્ક્રીમ, ચોકલેટ આઈસ્ક્રીમ અથવા ચોકો ચિપ આઈસ્ક્રીમ સાથે ટ્રાય કરી શકો છો.
- જો તમે મિલ્કશેક માં કોઈ આઈસ્ક્રીમ ઉમેરવા માંગતા નથી, તો પણ . મિલ્કશેક નો સ્વાદ ફેબ હશે, તેમાં કોઈપણ આઈસ્ક્રીમ ઉમેર્યા વિના પણ.
- આ ચોકલેટ શેક ના ડેરી ફ્રી વર્ઝન માટે, તમે બદામનું દૂધ અથવા સોયા દૂધ નો ઉપયોગ કરી શકો છો.
- હું ચિલ્ડ ડેરી મિલ્ક પ્રિફર કરું છું ,અલ્ટીમેટ ક્રિમી અને ટેસ્ટી રિઝલ્ટ માટે .
ચોકલેટ મિલ્કશેક બનાવવાની રીત
સીરપ બનાવો:
1. નાના બાઉલમાં, ¼ કપ ગરમ પાણી લો.
2. 3 ચમચી કોકો પાવડર ઉમેરો. તમે 2 ચમચી કોકો પાવડર પણ ઉમેરી શકો છો.
3. ત્યાર બાદ , ¼ કપ સાકર ઉમેરો. તમે સ્વાદ પ્રમાણે સાકર ઓછી કે વધુ ઉમેરી શકો છો.
4. ખૂબ સારી રીતે મિક્સ કરો જેથી સાકર તેમજ કોકો પાવડર ગરમ પાણીમાં ઓગળી જાય.
શેક બનાવવા માટે:
5. હવે, આ ચોકલેટ સીરપ ને બ્લેન્ડર અથવા મિક્ષરમાં રેડો.
6. બરફના ટુકડા ઉમેરો.
7. 2.5 કપ ઠંડુ દૂધ ઉમેરો.
8. સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
9. ગ્લાસ ની સાઇડ્સ પર થોડી ચોકલેટ સીરપ લગાવો. આ એક ઓપ્શનલ સ્ટેપ છે.
10. આ ગ્લાસમાં તૈયાર ચોકલેટ મિલ્કશેક રેડો.
11. પછી, ચોકલેટ આઈસ્ક્રીમ નો એક સ્કુપ ઉમેરો.
12. તરત જ ચોકલેટ મિલ્કશેક સર્વ કરો.
તો તૈયાર છે સમર સ્પેશ્યલ આઈસી કૂલ ચોકલેટ ઓર કોકો શેક વિથ ચોકલેટ આઈસ્ક્રીમ જે નાના બાળકો થી લઈને મોટા સુધી બધાનું ફેવરિટ છે
સર્વિંગ ટિપ્સ:
- તમે ચોકલેટ સોસ સાથે આ શેક સર્વ કરી શકો છો
- ચોકલેટ સોસ અને કેરેમલ સોસ ને ટોપ કરી તમારા ફેવરેટ નટ્સ , ડ્રાય ફ્રૂટ , અને ચોકો ચિપ્સ એડ કરી શકો છો .
- મને ચોકલેટ આઈસ્ક્રીમ એડ કરવું ગમે છે જે કંપ્લીટલી ઓપ્શનલ છે, વેનીલા આઈસ્ક્રીમ પણ ચોકલેટ શેક સાથે સારો ટેસ્ટ આપે છે.
- પૂનમ રાજગોર








