મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વાત વાતમાં: પરશોત્તમ રૂપાલાનું હાર્દિક પંડ્યા જેવું થઈ ગયું છે!

એક બાજુ આઈપીએલ ચાલે છે અને બીજી બાજુ ચૂંટણીઓ ચાલી છે… જોવાની વાત એ છે કે બ

શતરંગ / વાત વાતમાં: પરશોત્તમ રૂપાલાનું હાર્દિક પંડ્યા જેવું થઈ ગયું છે!

એક બાજુ આઈપીએલ ચાલે છે અને બીજી બાજુ ચૂંટણીઓ ચાલી છે… જોવાની વાત એ છે કે બન્નેના સ્ટાર્સની અમુક ખાસિયતો સરખી છે ! જુઓ…

નિતીશ કુમારનું ખાતું કોહલી જેવું છે...
 ‘મારી ફીફટી, મારી સેન્ચુરી, મારો રેકોર્ડ’ થાય એટલે બસ… પછી ટીમ જાય ખાડામાં !

પુરુષોત્તમ રૂપાલાનું હાર્દિક પંડ્યા જેવું થઈ ગયું છે…
 મામુલી વાતે વિવાદ થઈ ગયો છે, ‘ટ્રોલ’ થઈ રહ્યા છે પણ ‘પદ’ છોડી શકાય એમ નથી !

ચિદમબરમ, જયરામ રમેશ, યશવંત સિંહા, શશી થરૂર, દિગ્વીજય સિંહ… 
આ બધા કહેવાય મોટા ખેલાડીઓ પણ એમણે સચિન, મલિંગા, પોન્ટિંગ કે કુંબલેની જેમ દૂર ‘ડગ-આઉટ’માં ચૂપચાપ બેસી જ રહેવાનું !

રાહુલ ગાંધીના હાલ દિલ્હી કેપિટલ્સના મેનેજર જેવા થઈ ગયા છે…
એમના સારા સારા ખેલાડીઓને બીજી ટીમવાળા ખરીદી લે છે !

પ્રિયંકા ગાંધી હવે પ્રિટી ઝિન્ટા જેવાં થતાં જાય છે…
ક્રાઉડ, કેમેરા અને સપોર્ટરો તૈયાર હોય ત્યારે જ બહાર આવવાનું અને સ્માઈલો આપ્યા કરવાનાં !

બીજી બાજુ મોદી સાહેબનો વટ ધોની જેવો છે… 
ધોનીની જેમ પોતે ચોગ્ગા મારે કે છગ્ગા… લોકો એમ જ કહેવાના કે ‘વાહ શું માસ્ટર-સ્ટ્રોક છે !’

કેજરીવાલની હાલત સ્પોટ-ફિક્સીંગમાં પકડાઈ ગયેલા કોઈ બદનામ ખેલાડી જેવી થઈ ગઈ છે… 
ગેમ ચેન્જર હોવા છતાં મેદાનમાં જ એન્ટ્રી નથી !

રહી વાત વરૂણ ગાંધીની. તો એની હાલત ચેતેશ્વર પૂજારા જેવી છે !
આમ ખેલાડી સારો ગણાય, પણ યાર, કોઈ રમાડતું જ નથી !

બાકી જનતા પણ સ્ટેડિયમમાં બેઠેલી પબ્લિક જેવી છે… 
ટી-શર્ટ મુંબઈનું પહેર્યું હોય છતાં તાળીઓ ચેન્નાઈની સિક્સરો ઉપર મારે !

-મન્નુ શેખચલ્લી

આ સમાચાર શેર કરો