શતરંગ / મેડિકલ ફિલ્ડ અને ડોક્ટર્સ: કલ, આજ ઔર કલ!
- સ્લાઇઝ ઑફ લાઈફ ડોક્ટર આગળ જઈને એક ડોક્ટર સાથે જ પરણતા હોય છે, લોજિક એવું હોય છે કે મ

- સ્લાઇઝ ઑફ લાઈફ
ડોક્ટર આગળ જઈને એક ડોક્ટર સાથે જ પરણતા હોય છે, લોજિક એવું હોય છે કે મેડિકલ ફિલ્ડનાં સ્ટ્રેસ અને ટાઈમિંગને એક ડોક્ટર જ સમજી શકે! કોર્પોરેટ સેક્ટર, આઈટી અને બેન્કિંગ જેવા ફિલ્ડમાં પણ એટલો જ, કદાચ એ થી પણ વધુ સ્ટ્રેસ અને ટાઈમ ક્રાઈસિસ હોય છે પણ એમાં આ પસંદગીની ‘કાર્ટેલ બાજી’ અસ્તિત્વમાં નથી આવી! NASA માં કામ કરતો સ્પેસ સાયન્ટિસ્ટ ઘરે જઈને પણ નોઝલ અને પ્રોપેલરની જ વાતો કરતો હશે?! ‘’પચાસનાં થયા? સરસ! પ્રોસ્ટેટનું ચેક અપ કરાવ્યું? નહિ? ચેતતો નર, સદા સુખી!’’, ‘’છાતીમાં બળતરા એટલે કે હાર્ટબર્ન થાય છે? જો જો એસિડીટીની ગફલતમાં ન રહેતા! હાર્ટ એટેક આવવાનાં આ અર્લી સાઈન હોઈ શકે છે!’’, ‘’હવે પથરીનું ઓપરેશન ચુટકી માં!, આવો અમારી કિડની હોસ્પિટલમાં!’’. આ છે આજકાલ વાગી રહેલા રેડિયો સ્પોટ્સ! એફએમ સ્ટેશન્સ પર વાગતી જાહેરાતોમાં દર ચોથી જાહેરાત હોસ્પિટલ્સની અને મેડિકલ ચેકઅપ પેકેજની હોય છે! બિમારી એ કોઈ પણ વ્યક્તિનું સૌથી પેઈનફુલ સૌથી વધુ પેઈનફુલ ચેપ્ટર હોય છે, પણ જે રીતે એની જાહેરાતો આવી રહી છે, ઇટ લુક્સ મોર લાઈક અ સેલિંગ પ્રોડક્ટ! સમય સાથે દરેક સર્વિસમાં સોફિસ્ટિકેશન આવતું ગયું, અને ઓબ્વિયસ છે કે મેડિકલ ફિલ્ડમાં પણ એ આવે જ! ઉત્ક્રાંતિનાં ભાગરૂપે પણ માણસને હવે કમ્ફર્ટ વગર નથી ચાલતું, ૨૪ કલાક થી વધુ હોસ્પિટલાઈઝેશન આવે તો એસી રૂમ વગર નથી ચાલતું એ હકિકત છે. મેટરનિટી હોસ્પિટલમાં તો બાકાયદા પેકેજ પસંદ કરવાનું હોય છે, જેમાં બે થી ત્રણ દિવસનું રૂમ રેન્ટ, સર્જરી ચાર્જ, ટીવી-એસી વાળો ડિલક્સ રૂમ, ફૂડ એક્સપેન્સ અને ન્યુબોર્ન બેબીનાં શરૂઆતનાં ક્લોધ્સ શામેલ હોય છે! હોસ્પિટલ હવે ફાઈવ સ્ટાર હોટેલ્સ જેવી બનતી જાય છે, સેન્ટ્રલી એસી, અને એન્ટ્રી થી એક્ઝિટ સુધી દરેક તબક્કે એડવાન્સમાં પૈસા ચૂકવ્યા વગર સારવાર નથી મળતી! પહેલા પૈસા જમા કરવો, પછી આગળ વાત! આમાં ક્યાંય ડોક્ટર્સ બનતી વખતે લેવામાં આવતી ‘હિપોક્રેટ્સ ઓથ; વચ્ચે નથી આવતી. કમર્શિયલાઈઝેશન દરેક કિસ્સામાં ખરાબ નથી, હોસ્પિટલ પણ વર્ડ ઓફ માઉથ થી ચાલતી હોવાથી એને પણ ગુગલ અને ફેસબુક પેઈજ પર સારા ટેસ્ટિમોનિયલ્સની જરૂર પડે છે. વાંધો ત્યાં આવે છે જયારે તમારી સોસાયટી થી માંડીને દરેક જગ્યા એ, અને દરેક મધર્સ ડે કે વેલેન્ટાઇન ડે જેવા સ્પેશિયલ ડેયઝ પર હેલ્થ ચેકઅપ, ફુલ બોડી ચેકઅપ વેચવામાં આવે! મધર્સ ડે છે તો મમ્મીને ૫૦૦૦ની કિંમતનું બોડી ચેકઅપ ગિફ્ટ કરો જેવી જાહેરાત સાવ બુલશિટ લાગે છે! અહીં ડોક્ટર્સ કે મેડિકલ ફિલ્ડની વિરુદ્ધ લખવાનો આશય નથી પણ જેમ આજકાલ દરેક લોકહિતનાં નિર્ણયમાં જેમ સુપ્રિમ કોર્ટ વચ્ચે પડી ચુકાદો આપે, ઓર્ડર કરે એમ કોઈએ તો એક હાયજીન ચેક એટલે કે ફેર પ્રેક્ટિસ માટે બોલવું પડશે ને? સરકારે થોડા સમય પહેલા હાર્ટ સર્જરી માટેનાં સ્ટેન્ટની કિંમત નક્કી કરી, તમે જ કહો, કેટલી હોસ્પિટલમાં એ કોસ્ટ પર સ્ટેન્ટ મુકાતો હશે? ડોક્ટર તમને કહે કે ‘આપણે ફ્રેકચરમાં પ્લેટ મુકાવીએ તો આમ થશે અને આટલી કોસ્ટ થશે, પણ સ્ક્રુ મુકાવશું તો ભલે ઓછી કોસ્ટ થશે પણ પાછળ થી પસ કે ઇન્ફેકશન થઇ શકે!’ તમે શું કહેશો?? તબીબી જગતમાં ઈમોશન્સ પણ હાવી હોય છે, સ્વજનને પિલાતો જોઇને દર્દી ગમે એટલા પૈસા ખર્ચીને પણ બેસ્ટ સારવાર મળે એવું ઈચ્છતો હોય છે એટલે ડોક્ટરને સાચા માની લેવા સિવાય કોઈ ઓપ્શન નથી હોતો! આ જ કારણ છે કે ગાયનેક થી ઓર્થોપેડિક જેવી દરેક બ્રાંચ માં દર્દી હંમેશા જાણીતા અને ભરોસાપાત્ર ડોક્ટરને અપ્રોચ કરશે, નહિ કે પોપ્યુલર અને વધુ જાહેરાત કરતા! જેમ અમુક વકીલો સેલેબ્રિટી હોય છે એમ ડોક્ટર્સ પણ સેલેબ્રિટી હોય છે! ‘એ ડોક્ટર તો હાથ લગાડવાનાં પણ ૨૦૦૦ રૂપિયા લે છે’ એવું લોકો અહોભાવ થી બોલતા હોય છે! સુપ્રિમ કોર્ટે પ્રાઈવેટ હોસ્પિટલ્સને દર્દીને ફરજીયાત ઇન હાઉસ ફાર્મસી માંથી જ દવા લેવી પડે એવી દાદાગીરી પર લાલ આંખ કરી ચુકાદો આપ્યો છે! જન ઔષધિ સ્ટોર્સ નો કન્સેપ્ટ સરકારે લાવ્યો, પણ આજે મહિનાઓ પછી બધાને ખ્યાલ છે કે ક્યારેક દવાનો અપૂરતો સ્ટોક તો ક્યારેક દવાની ક્વોલિટી વિષે શંકાઓ પેદા કરી આ સ્ટોરનો સકસેસ રેટ બહુ ઓછો છે! સરકારી હોય એ બેકાર હોય એવી એક પ્રચલિત માન્યતા છે! તમે છેલ્લે સરકારી હોસ્પિટલમાં ક્યારે ગયેલા? આર્થિક રીતે નબળા વર્ગ સિવાય કોણ સિવિલ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જાય છે? ફોરેન કન્ટ્રીઝમાં સરકાર ટોપ ક્લાસ ઈલાજ પૂરો પાડી શકે છે એનું એક કારણ ઓછી વસતી પણ છે, અને બને ત્યાં સુધી દરેક નાની બીમારીમાં દવાઓ ન આપવી એ યુએસ-યુકેમાં ટ્રેન્ડ છે! ભારતમાં એનાં થી બિલકુલ ઉલટું છે! અહીં જેટલી મોંઘી દવા, જેટલા રેર મળતા ઇન્જેક્શન એટલુ જ એ અસરકારક એવું ઠસાવી દેવામાં આવ્યું છે. ડોક્ટર્સ મોટેભાગે કેશમાં જ પોતાનો કન્સલ્ટન્ટ ચાર્જ લેતા હોય છે કારણકે ટેક્સ ભરવામાં પછી તકલીફ થઇ શકે! સરકાર એવો નિયમ લાવી શકે કે દરેક વ્યવહાર ચેક થી જ કરવા પડે! ડોક્ટર્સ ભગવાનનું રૂપ ગણાય છે,યસ સહમત છીએ પણ એવું નથી લાગતું કે દિવસો દિવસ પેશન્ટ સાથે હવે પેલો ‘હ્યુમન ટચ’ સાવ જ ગાયબ થતો જાય છે! ડોક્ટર્સને પેશન્ટ સાથે ઈમોશન્સ ન જ રાખવાનાં હોય પણ ઓવર પ્રોફેશનલિઝ્મ ક્યારેક હ્યુમન એથિક્સનો પણ ભોગ લઇ લે છે! મેડિકલ પ્રોફેશનલ્સનાં લીધે જ કદાચ આપણે લાઈફમાં ‘સેકન્ડ ઓપિનિયન’ લેતા થયા! હવે આજનાં હાડોહાડ કમર્શિયલ સમયમાં તો એમ પણ આપણે સામાન્ય રીતે સર્જરી વખતે કે મોટી બિમારીમાં સેકન્ડ ઓપિનિયન અવશ્ય લઈએ છીએ, એમાં કોઈ શક કરવાની વાત નથી પણ ઘણી વાર સેકન્ડ ઓપિનિયન લેતા ટોટલી અલગ જ નિદાન થયું હોય એવું પણ બને જ છે! એક બીજી વાત એ પણ છે કે ડોક્ટર્સ ને તમે બહુ સવાલ કરો એ ગમતું નથી! તમે થોડા નોલેજેબલ હોવ અને ચાર સવાલ કરો તો આજકાલ ડોક્ટર્સ રોકડું પરખાવતા અચકાતા નથી! કોઈ ટયુશનિયા શિક્ષક ની જેમ ડોક્ટર્સ ને પણ બેવકૂફ અને સવાલ ન પૂછનારા દર્દીઓ જ વધુ માફક આવે છે, હા સારા અપવાદો ચોક્કસ છે જ. ગુગલ થી એપલને જેટલો પ્રોબ્લેમ નહી હોય એટલો ડોક્ટર્સને હોય છે! ગુગલ તો શરદીને પણ કેન્સર સુધી લઇ જાય છે! સ્ટેન્ટ મુકવામાં, પ્લેટ કે rod, વ્હોટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર?, સ્પાઈન સર્જનનાં કોમ્પ્લેક્સ ડિસીઝન્સ, નોર્મલ ડિલિવરી કે પછી ધરાર સી સેક્શન, કિમો કે પરાણે સ્ટિરોઇડ્સ.... કેટલા સવાલો અને બધો ખેલ બસ ભરોસાનો!! હવે કોર્પોરેટ હોસ્પિટલ્સનાં ડોક્ટર્સનો એટિટ્યુડ તો આસમાને હોય છે એવું અનુભવ થી કહું છું. ૩ વાર સવાલો પૂછીએ તો માંડ એક વાર જવાબ મળે એ પણ એક શબ્દ માં! પણ હજુ એવા હજ્જારો ડોક્ટર્સ છે જેમણે આપણા સૌની શ્રદ્ધા ડોક્ટર્સમાં ટકાવી રાખી છે! અલ્ટીમેટલી તો બધો જ્ઞાન અને કૌશલ્ય સાથે વિશ્વાસનો પણ ખેલ છે ને સર! ગાયનેક સર્જનનાં મતે આજકાલની જનરેશનને લેબર પેઈન જ સહન નથી કરવું હોતું, અને લોકો કહે છે ડોક્ટરને તો કમાવવું હોય એટલે કોઈ પણ બહાને સિઝેરિયન જ પ્રિફર કરશે! ડોક્ટર અને દર્દીની સામસામી આક્ષેપબાજી એ લવ મેરેજ વર્સિસ અરેન્જડ મેરેજ પછીનું સૌથી વધુ થતું ડિસ્કશન છે! - ભાવિન અધ્યારુ



