મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મેંગો લુફ કેક રેસીપી

હેલો ફૂડિસ, કેવી રહી આ કળ કળતી ગરમીમાં મેંગોની ઠંડી ઠંડી આઈસ્ક્રીમ… તમે મેંગો આઈસ્ક્રીમ તો માણી લીધી હવે એવી જ ડિલિશિયસ સીઝનન

શતરંગ / મેંગો લુફ કેક રેસીપી

હેલો ફૂડિસ, કેવી રહી આ કળ કળતી ગરમીમાં મેંગોની ઠંડી ઠંડી આઈસ્ક્રીમ…

તમે મેંગો આઈસ્ક્રીમ તો માણી લીધી હવે એવી જ ડિલિશિયસ સીઝનની નવી રેસિપી માણો આહારની અનુરાગીની સાથે.

મેંગો ની સીઝન માં આ ડીલાઈટ ફુલ  ઇઝી અને ટેરિફિકલી ટેસ્ટી એગલેસ  મેંગો કેક  મેંગો મૂસ ફ્રોસ્ટિંગ સાથે પરફેક્ટ સ્વીટ છે જે આ સીઝન માં બનાવી શકો છો જે હોલ વિટ(ઘઉં) થી બનાવવામાં આવી છે, આ સિમ્પલ મોઇસ્ટ લુફ કેક ઇઝ એવરીથીંગ આઈ વોન્ટ. 

આ સ્વાદિષ્ટ મેંગો કેક મોઇસ્ટ , સોફ્ટ  અને કોઈપણ ઓકેશન માટે પરફેક્ટ  છે જ્યાં તમને કંઈક લિટલ સ્વીટ જોઈએ  છે.અને જયારે  આ કેક નું આસિન્ગ મારા મેંગો મુસ સાથે કરવામાં આવે છે સાચો સ્વાદ ત્યારે આવે છે .

હું હેલ્ધી બેક બનાવવાનું પસંદ કરતી  હોવાથી આ મેંગો  કેક ઘઉંના લોટથી બનાવવામાં આવી  છે. ઘઉં નો  લોટ કેકના સ્વાદ અને સુગંધ ને એક સરસ નટીનેસ  આપે છે જે મને ખૂબ જ આકર્ષક લાગે છે.જો તમે ઇચ્છો તો, તમે મેંદા નો  લોટ અથવા 50/50 મિક્સ  સાથે પણ કેક બનાવી શકો છો; આ રીતે , ટેક્સચર લાઈટ અને સોફ્ટ  હોવાથી,ઘઉં ના  લોટમાંથી વધારાના ફાઇબર મેળવીને હું સંપૂર્ણપણે ખુશ છું. મીઠાઈમાં થોડું સ્નીકી પોષણ કોને ન ગમે?

આ મેંગો લોફ કેક  હંબલ ઇનફ છે એવરીડે ઇટિંગ માટે, 

આખી બેકને સમાપ્ત થવામાં માત્ર એક કલાકથી વધુ સમય લાગે છે, જેમાં માત્ર 15 મિનિટનો વર્થ ઓફ એક્ટિવ ટાઈમ  છે. આ મેંગો કેક રેસીપી માં ફક્ત 8 ઇન્ગ્રિડિયન્સ ની જરૂર છે - અથવા કુલ 10..

આ સનશાઈન -કલર્ડ  માસ્ટરપીસ વિશે શું ગમતું નથી? કંઈ નહીં, તે શું છે. હવે ચાલો સ્ટાર્ટ કરીએ!

  • ટિપ્સ અને ટ્રિક્સ 

આ સિમ્પલ  મેંગો લોફ  કેક બનાવવા માટે ખૂબ જ સરળ છે,મેં મારી બધી બેસ્ટ  ટિપ્સ  એસેમ્બલ કરી છે.જેથી કરીને તમારૂ બેક દર વખતે પરફેક્ટ બને . 

  •  ઉપર સૂચવ્યા મુજબ, આખા ઘઉં ના લોટ સામે  મેંદા ના  લોટ ને  બદલી શકાય છે. માત્ર મેંદા નો લોટ અથવા  50/50 મિક્સ  ઉપયોગ પણ કરી શકો છો.
  • તાજી કેરી ને બદલે, 1 કપ સ્ટોરમાંથી ખરીદેલ કેરીનો પલ્પ અથવા પ્યુરીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો તમે ડિફ્રોસ્ટેડ ફ્રોઝન કેરીમાં પણ સ્વેપ કરી શકો છો.
  • મેં આલ્ફોન્સો કેરીનો ઉપયોગ કર્યો છે . તમે કોઈપણ પાકેલી મીઠી રસદાર કેરીનો ઉપયોગ કરી શકો છો, ફક્ત રેસાવાળા પલ્પ વાળા કોઈપણ ફળ ને ટાળો. ઉપયોગમાં લેવાતી કેરીની વિવિધતા સાથે કેક નો રંગ બદલાશે.
  • સોલ્ટેડ વગરનું અથવા સોલ્ટેડ  બંને બટર નો ઉપયોગ કરી શકાય છે. બટર ને બદલે, તમે ⅓ કપ નેચરલ ફ્લેવર્ડ ઓઇલ  નો ઉપયોગ કરવાનું પણ પસંદ કરી શકો છો.
  • આ કેક પ્રેશર કૂકરમાં બનાવી શકાય છે, પરંતુ માઇક્રોવેવ મોડમાં નહીં. તમે કેરીની કેકને કન્વેક્શન મોડ પર માઇક્રોવેવ ઓવનમાં પણ બેક કરી શકો છો.
  • મારી મેંગો  પાઉન્ડ કેક રેસીપી માપી શકાય તેવી નથી. જો તમે રેસીપી ને બમણી કરવા માંગતા હો, તો હું તમને બે અલગ-અલગ બેટર બનાવવાની એડવાઇસ કરું છું.
  • જો તમે મીઠા વગરનું કન્ડેન્સ્ડ દૂધ વાપરો છો, તો તમારી પસંદગી મુજબ સાકર  ઉમેરો. જો તમે ઇચ્છો તો તમે હોમમેઇડ વેગન કન્ડેન્સ્ડ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો.
  • બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને જરૂરી છે અને એકબીજા સબસ્ટિટ્યૂટ કરી શકાતા નથી.
  • તમે તમારી પસંદગીના સ્વાદ અથવા મસાલા ઉમેરી શકો છો - લીલી એલચી પાવડર એ એક સરસ ઉમેરો છે!
  • જો તમે ઇચ્છો તો તમે ફ્રોસ્ટિંગને છોડી શકો છો; કેક નો સ્વાદ સિમ્પલ  પણ સારો છે. તમે તમારી પસંદગીના અલગ ફ્રોસ્ટિંગ નો ઉપયોગ કરવાનું પણ પસંદ કરી શકો છો.

મેંગો કેક કેવી રીતે બનાવવી

તૈયારી

  1. એક બાઉલમાં 1.5 કપ આખા ઘઉંનો લોટ, 1 ચમચી બેકિંગ પાવડર અને ½ ચમચી ખાવાનો સોડા ચાળી લો.
  2. ચાળેલી બધીજ વસ્તુ  બાજુ પર રાખો.
  3. બટર  અથવા તેલ વડે 7 અથવા 7.5 ઇંચ  રાઉન્ડ પેન ને  ગ્રીસ કરો અને બાજુ પર રાખો.
  4. 2 મોટી આલ્ફોન્સો કેરીને છોલી ને કાપો અને કેરીના ક્યુબ્સ બ્લેન્ડરમાં ઉમેરો. કુલ મળીને, તે 1 કપ ફુલ  ભરેલી સમારેલી કેરી હોવી જોઈએ.
  • જો સ્ટોરમાંથી કેરીનો પલ્પ અથવા પ્યુરી ખરીદો છો, તો તે પણ આશરે 1 કપ માપવા જોઈએ.

5.કેરી ની મીઠાશ ના આધારે 3 થી 4 ચમચી સાકર  ઉમેરો. મેં જે કેરીનો ઉપયોગ કર્યો તે ખૂબ જ મીઠી હતી, તેથી મેં 3 ચમચી ઓર્ગેનિક કાચી સાકર  ઉમેરી.

જો કેરી પૂરતી મીઠી ન હોય, તો તમે તમારી રુચિ પ્રમાણે 1થી 2 ચમચી વધુ સાકર  ઉમેરી શકો છો.

  1. કેરી ને ઝીણી અને મુલાયમ પ્યુરીમાં બ્લેન્ડ કરો અને બાજુ પર રાખો. તમે બેકિંગ  શરૂ કરો તેની 15 મિનિટ પહેલા તમારા ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ (350 ડિગ્રી ફેરનહીટ) પર પ્રીહિટ કરો.
  • માઇક્રોવેવ ઓવનના કન્વેક્શન મોડમાં બેકિંગ  માટે, પ્રીહિટ તાપમાન તરીકે 170 ડિગ્રી સેલ્સિયસ/330 ડિગ્રી ફેરનહીટ નો ઉપયોગ કરો.
  1. એક તપેલીમાં 100 ગ્રામ અનસોલ્ટેડ બટર (½ કપ  માખણ)
  2. પેન ને  ગેસ  પર મૂકો અને ધીમા તાપે બટર  ઓગાળી લો.
  3. બટર  *માત્ર* ઓગળે ત્યાં સુધી ગરમ કરો, હલાવતા રહો જેથી તે ઝડપથી ઓગળી જાય.
  4. એકવાર બટર ઓગળી જાય પછી, તેમાં ¾ કપ મધુર કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો (400 ગ્રામ કેનનો આશરે ½).
  5. વાયર્ડ અથવા બલૂન વ્હિસ્ક સાથે ખૂબ જ સારી રીતે હલાવવાનું શરૂ કરો.
  6. એક સ્મૂધ  મિશ્રણ બનાવવા માટે ખૂબ જ સારી રીતે હલાવો.
  7. હવે કેરીની પ્યુરી અને 1 ચમચી વેનીલા અર્ક ઉમેરો.

તમે ½ ચમચી એલચી પાવડર, ¼ ચમચી તજ પાવડર અથવા ½ ચમચી મેંગો એસેન્સ અથવા વેનીલા અર્ક ને ઉમેરી શકો છો.

  1. એક સરળ, સમાન મિશ્રણ મેળવવા માટે ખૂબ જ સારી રીતે મિક્સ કરો .
  2. ચાળેલો લોટ ઉમેરો.
  3. હળવા હાથથી, મિશ્રણને સ્પેટુલા વડે ધીમેથી ફોલ્ડ કરો. વધુ પડતું મિશ્રણ ટાળો.
  4. મેંગો કેક ના બેટર માં વોલ્યુમ હોવું જોઈએ; તે સપાટ પડવું જોઈએ નહીં રોટલી કે નાન ના લોટ જેવું કડક થવું જોઈએ નહિ.
  • જો બેટર  ઘટ્ટ લાગે તો તેને ઢીલું કરવા માટે થોડું  ચમચી દૂધ ઉમેરો.
  • નોંધ કરો કે હોમમેઇડ કેરી પ્યુરી સામાન્ય રીતે ખૂબ જાડી હોય છે. જો તમે સ્ટોર માંથી ખરીદેલી કેરીની પ્યુરી નો ઉપયોગ કરો છો, તો બેટર થોડું પાતળું હશે.
  1. તૈયાર કરેલ લોફ પેનમાં મેંગો કેક નુ બેટર રેડવું.
  2. પૅનને બેટરને બાજુઓથી બરાબર હલાવો અને ઉપરથી બેટર સુધી સ્પેટુલાનો ઉપયોગ કરો.
  3. લોફ પેનને પહેલાથી ગરમ કરેલા ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ (350 ડિગ્રી ફેરનહીટ) પર મૂકો. મેંગો કેકને 40 થી 50 મિનિટ સુધી બેક કરો.
  • જો ટોચ બ્રાઉન થવા લાગે, તો તેને ફાઇલ અથવા બટર પેપર થી ઢાંકી દો અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે પાકી ન જાય ત્યાં સુધી કેક ને બેક  કરો.
  • 25 મિનિટ બેક કર્યા પછી મેં ફોઈલ  ઢાંકી દીધું. ફાઇનલ ચેક માં  એ ગોલ્ડન થઇ જાએ અને ટુથપીક પણ એકદમ સાફ બહાર આવી જોઈએ.
  • માઇક્રોવેવ ઓવનના કન્વેક્શન મોડમાં પકવવા માટે, 170 ડિગ્રી સેલ્સિયસ (330 ડિગ્રી ફેરનહીટ) તાપમાનનો ઉપયોગ કરો. ફરીથી બેકિંગ ટાઈમ તમારા માઇક્રોવેવ ઓવનના કન્વેક્શન મોડમાં બદલાશે.
  1. જ્યારે કેક પૂરતી ઠંડી થઈ જાય, ત્યારે તેને પેન માંથી દૂર કરો અને તેને વાયર રેક પર સંપૂર્ણપણે ઠંડુ થવા દો. 

તો તૈયાર છે મેંગો લોફ કેક . કેરીના ટુકડા  કરો અને કેક ઠંડુ થાય ત્યારે કેરી ના ટુકડાઓ વડે ડેકોરેટ કરી  સર્વ કરો.

જો તમે ઇચ્છો તો તમે તમારા મનપસંદ આઈસિંગ સાથે કેકને ફ્રોસ્ટ પણ કરી શકો છો. મેં નીચે મેંગો મૉસ આઈસિંગ બનાવવા માટેની રેસિપી  શામેલ કરી છે.

  • મેંગો મૉસ ફ્રોસ્ટિંગ (ઓપ્શનલ)
  1. એક મિક્સિંગ બાઉલમાં ½ કપ વ્હીપિંગ ક્રીમ સાથે 2 થી 3 ચમચી મધ અથવા આઈસીંગ સુગર અથવા કન્ફેક્શનરની સાકાર  લો.
  2. બધુજ મિશ્રણ મિક્સ કરી બરાબર હલાવો જ્યાં સુધી તેની  કન્સીસ્ટન્સી એક સ્મૂથ  ન થાય.
  3. પછી ⅓ કપ કેરીની પ્યુરી ઉમેરો.
  4. જ્યાં સુધી બધું બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી સૌથી લો સ્પીડ પાર  બ્લેન્ડ કરો.
  •   ફ્રોસ્ટ કરતા પહેલા.સંપૂર્ણ કેરીના મૂસને ફ્રીજમાં રાખો જ્યાં સુધી કેક સંપૂર્ણપણે ઠંડુ ન થાય.
  1. જ્યારે કેક સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, ત્યારે કાળજીપૂર્વક ઈક્વલ સાઈઝ માં કટ કરો.
  • અડધી કેક પર થોડુ સુગર સીરપ  (1 ચમચી ખાંડ 3 થી 4 ચમચી પાણીમાં ઓગળેલી) લગાવો  ત્યારબાદ કેક   પર કેરીનો મુસ ફેલાવો, પછી બીજા અડધા ભાગ થી ઢાંકી દો.

નોંધ: એક સમાન દેખાવ  માટે, કેક ના ઉપરના ભાગને ખૂબ જ પાતળી સ્લાઇસ કરો.તેના પર સુગર સિરપ હળવા હાથે ફેલાવો, પછી આખી કેક પર સરખી રીતે મેંગો મૌસ આઈસિંગ ફેલાવો. તમે સમારેલી કેરીના રોસેટ્સ અથવા સ્લાઇસેસ અથવા ચોકલેટ સેવિંગ્સ અથવા બદામ સાથે પણ સજાવટ કરી શકો છો.

એકવાર ફ્રોસ્ટિંગ સેટ થઈ જાય પછી, સ્લાઇસ કરો અને ડેઝર્ટ તરીકે અથવા ચા, કોફી અથવા દૂધ સાથે સર્વ કરો.

તો તૈયાર છે મેંગો લોફ કેક વિથ મેંગો મુસ ટ્રાય એન્ડ એન્જોય. 

આ સમાચાર શેર કરો