શતરંગ / ચાલો જાણીએ માતાપિતા તરીકે આપણને કયા કાયદા વિશે શું ખબર હોવી જોઈએ ભાગ: 1
- કલમ કાયદાની આ કાયદાઓ વિશે દરેક માતાપિતાએ જાણવા તેમજ પોતાના

- કલમ કાયદાની
આ કાયદાઓ વિશે દરેક માતાપિતાએ જાણવા તેમજ પોતાના બાળકને આ વિશે જણાવવું જોઈએ.
ચાલો જાણીએ તો એક માતાપિતા તરીકે આપણને કયા કાયદા વિશે શું ખબર હોવી જોઈએ.
ભારતીય કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 'સગીર' ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેમની ઉમર નાની તેમજ નબળાઈને કારણે તેમને વિશેષ કાનૂની પદનો લાભ મળે છે. બીજી બાજુ, તેમની પોતાની સુરક્ષા માટે સગીર તરીકે તેમના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. માતા-પિતા તરીકે, આપણું કર્તવ્ય છે કે આપણા બાળકોને દેશના કાયદા વિશે જણાવવું અને તેઓ તેને સમજે તેની ખાતરી કરીએ.
આ લેખમાં, મેં કેટલાક મહત્વપૂર્ણ ભારતીય કાયદાઓ સમજાવવાનો પ્રયાસ કરીશું જેના વિશે બાળકોને જાણ હોવી જોઈએ અને દરેક માતાપિતાને પણ આ બાબતે જ્ઞાન હોવું જોઈએ. મેં એવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનો સામનો ઘણા માતા-પિતા કરે છે જેમકે, તેમના પોતાના બાળકોના દબાણને કારણે અથવા વાલીપણા દરમિયાન આવતી પરિસ્થિતિઓને કારણે..
1. શાળાઓમાં થતી સજા:
ઘણા માતા-પિતા શિક્ષકો દ્વારા તેમના બાળકો પર લાદવામાં આવતી સજા વિશે ચિંતા કરે છે. બાળકો પોતે ઘણીવાર માની લે છે કે શાળાના સત્તાવાળાઓને તેમને સજા કરવાનો અધિકાર છે. એ જાણવું અગત્યનું છે કે ભારતીય દંડ સંહિતાની કલમ ૮૯ એવી સજાઓ આપવા પર પ્રતિબંધ મૂકે છે જે ગુના દ્વારા ન્યાયી ન હોય અને બાળક સામે બળપ્રયોગ પર પણ પ્રતિબંધ મૂકે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ પણ બાળકો પ્રત્યેની ક્રૂરતાને પ્રતિબંધિત કરે છે. આનો અર્થ એ થયો કે, જ્યારે શારીરિક સજા ગેરકાયદેસર છે, ત્યારે અન્ય કોઈપણ પ્રકારની સજા બાળકના ગુનાની ગંભીરતાને અનુરૂપ હોવી જોઈએ.
2. વાહન ચલાવવું:
કિશોરોના માતા-પિતા તરીકે, તમે કદાચ તમારા બાળકને તમારી કાર અથવા ટુ-વ્હીલર ચલાવવા દેવા માટે દબાણ હેઠળ છો. જો તમે તેને કહો છો કે મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ ૩ હેઠળ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના કોઈપણ વાહન ચલાવવું એ ગુનો છે તો તમારા 'ના' નું વધુ વજન થશે.
અધિનિયમની કલમ ૪ મુજબ, ૫૦ સીસીથી ઓછા ટુ-વ્હીલર માટે લાયસન્સ મેળવવા માટેની કાયદેસર ઉંમર ૧૬ વર્ષ છે, ૫૦ સીસીથી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે તે ૧૮ વર્ષ છે, અને ટ્રાન્સપોર્ટ માટે વાહન, તે ૨૦વર્ષ છે. તેથી દરેક માતા-પિતા, યાદ રાખો કે જો તમારું બાળક લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાય તો તમે જ જવાબદાર અને સજા માટે જવાબદાર બનશો (કલમ. ૫). ઉપરાંત, અધિનિયમની કલમ ૧૮૫ મુજબ માદક દ્રવ્ય કે દારૂના નશામાં વાહન ચલાવે તો તે સજાપાત્ર ગુનો બને છે.
3. દારૂ પીવો:
માતાપિતાની એક બીજી ચિંતા - શું મારા બાળકને દારૂ પીવાની લાલચ આપવામાં આવશે? હું તેણે કેવી રીતે સુરક્ષિત રાખી શકું? આલ્કોહોલથી થતા જોખમો વિશે તેણીને જાગૃત કરવા ઉપરાંત, તેણે જણાવો કે આને લગતા કાયદાઓ છે. તમારા રાજ્યમાં પીવા માટે કાનૂની વય શું છે તે શોધો. તે ૧૮ થી ૨૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવે છે અને રાજ્યથી રાજ્યમાં અલગ પડે છે. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ આંશિક અથવા સંપૂર્ણ રીતે દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂકયો છે.
એ સમજવું પણ અગત્યનું છે કે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૧૫ની કલમ ૭૭ મુજબ સગીર વયના દારૂ પીવા માટેનો દંડ સગીર ગ્રાહકને બદલે દારૂ પીનાર વ્યક્તિ પર લાદવામાં આવે છે.
4. દવાઓનું સેવન કરવું:
બાળકોને એ સમજવું જોઈએ કે માદક દ્રવ્યોનું વેચાણ, ઉપયોગ અને માત્ર કબજો રાખવો એ બધું જ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ની કલમ ૮ હેઠળ ગેરકાયદેસર છે. એ પણ સમજો કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૭ દંડ લાદે છે. જે સગીર વપરાશકર્તાને બદલે દવાઓ આપનાર વ્યક્તિ પર થાય છે.
જુવેનાઈલ જસ્ટિસ એક્ટ (JJA) શું છે?
જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ભારતમાં કાયદા સાથે સંઘર્ષમાં જોવા મળતા બાળકો માટેની જોગવાઈઓથી સંબંધિત છે. તે કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટે પણ જોગવાઈઓ પૂરી પાડે છે. જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) સુધારા બિલ, 2018 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
હજુ બીજી બાબતો વિશે જાણીશું આપણે આગળના લેખમાં.
ત્યાં સુધી કાયદો વાંચો, જાગો અને સુરક્ષિત રહો.
- ઝીલ ઠક્કર








