શતરંગ / કૃષ્ણ સ્વયં પણ ધ્યાન ધરે છે, કોનું? પ્રકૃતિનું!
- ગીતા Talks જે પણ થાય છે એ આપણે કરીયે છીએ કે પછી આપણે બસ એમ જ હવામાં ઉડતા રહીએ છીએ...

- ગીતા Talks
જે પણ થાય છે એ આપણે કરીયે છીએ કે પછી આપણે બસ એમ જ હવામાં ઉડતા રહીએ છીએ...
1994, Hollywood માં બેસ્ટ મૂવી, બેસ્ટ એક્ટર, બેસ્ટ ડિરેક્ટર સહિત છ ઓસ્કાર એવોર્ડ જીતનારી એક ફિલ્મ બની હતી:‘Forest Gump’,ફિલ્મમાં નાયકનું નામ જ ‘ફોરેસ્ટ ગમ્પ’ છે, ફોરેસ્ટ દુનિયાની નજરમાં જેને મંદબુદ્ધિ કહેવાય છે એવો એબનોર્મલ છે. એનું હૃદય નિર્મળ છે. એ સબંધોમાં, કામમાં, જીવનના એક એક અંશમાં પોતાના હૃદયનો અવાજ સાંભળે છે, ફોરેસ્ટ જીવનમાં કોઈ ભાર વિના બહુ સહજ રીતે અસમાન્ય સફળતાઓ મેળવે છે. એટલી સફળતાઓ પછી ય ફોરેસ્ટનું જીવન હવામાં ઉડતા પીંછા જેવું હળવું જ રહે છે. ફિલ્મની શરૂઆત ય એક પિંછું ઉડતું ઉડતું આવે છે ને ,એમ જ થાય છે. જીવનનું ઝોંકું જ્યાં લઈ ત્યાં એમ એ વહે છે. ‘જાણે પોતે કઈ કરતો નથી, પણ આમ પ્રકૃતિ એની પાસે બધુ કરાવે છે’ એ જાણતો હોય એમ ફોરેસ્ટ જીવે છે, જે મળે છે એને આવકારે છે, ને જે અસ્વીકારે એને છોડે છે. આ ફિલ્મ પરથી હિન્દીમાં ઓફિશિયલ રિમેક બની છે: “લાલસિંઘચઢ્ઢા’. એમાં પણ એક પિંછું ઉડતું ઉડતું આવે અને લાલસીઘના પગ પાસે પડે છે. લાલ સિંઘ એને હાથમાં ઝાલે છે અને એક ડાયલોગ છે કે: ‘જેપણથાયછેએઆપણેકરીયેછીએકેપછીઆપણેબસએમજહવામાંઉડતારહીએછીએ...અહીંથીત્યાં...?!!”
ગીતાના ત્રીજા અધ્યાયમાંથી પસાર થઈએ તો 27માં શ્લોક પાસે પહોંચીએ ત્યારે જાણે લાગે કે લાલસિંઘના આ મજાનાં સવાલનો જવાબ કૃષ્ણ આ શ્લોકમાં આપી ચૂક્યા છે ! આપણે ગત ‘ગીતા talks’ માં આ શ્લોક અંગે થોડી વાત કરી વિચારી હતી આજે જરા આગળ જોઈએ...
ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’ના 27માં કૃષ્ણ કહે છે,
प्रकृतेःक्रियमाणानिगुणैःकर्माणिसर्वशः।
अहङ्कारविमूढात्माकर्ताऽहमितिमन्यते।।3.27।।
શ્લોકનો ભાવાનુવાદ જોઈએ તો કૃષ્ણ કહે છે કે, “બધા જ કર્મો (कर्माणि सर्वशः) પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે (प्रकृतेः क्रियमाणानि गुणैः) પણ અહંકારથી ભરેલો વ્યક્તિ એવું માને છે કે હું જ કર્તા છું.”
લાલસિંઘ કે ફોરેસ્ટગમ્પના હૃદયમાં અહંકારનો અભાવ છે, એનું હૃદય સરળ છે, એટલે જ એ પીંછા જેવી હળવાશ અનુભવે છે. બાકી આપણે સૌ તો નરસિંહ મેહતા કહે એમ વહેમમાં ફરતા હોઈએ કે,
“હુંકરું, હુંકરું, એજઅજ્ઞાનતા,
શકટનોભારજેમશ્વાનતાણે;
સૃષ્ટિમંડાણછેસર્વએણીપેરે,
જોગીજોગેશ્વરાકો’કજાણે…”
‘શકટનો ભાર જેમ શ્વાન તાણે...’આ તો કહેવત બની ગઈ એટલી જાણીતી પંક્તિ છે, બળદગાડા નીચે કૂતરું જતું હોય એની એમ હોય કે હું જ આ બધો ભાર ઉચકું છું.
આપણે જોઈએ જ છીએ કે આપણે નિષ્ફળ જઈએ કે આપણે કરવા ધારતા હોઈએ એમ ના થાય ત્યારે, આપણે જાતભાતના બહાના શોધી કાઢીએ કે એ તો આમ હતું ને પેલું તેમ હતું, વરસાદ હતો, ફલાણો ફસકી ગયો, ને પેલાએ સાથ ના આપ્યો વગેરે વગેરે સિચ્યુએશન પર ટોપલો ઢોળી દઈએ...પણ સફળ થઈએ ત્યારે ‘મે કર્યું હો..મે કર્યું હો...”
આપણે ત્યાં ગ્રંથોમાં આત્મા-પરમાત્મા, નર-નારાયણ જે અર્થમાં બોલાય છે કઈક એવ અર્થમાં પુરુષઅનેપ્રકૃતિબોલાય છે. જેમ આત્મા કરતાં પરમાત્મા સુપિરિયર છે, જેમ નર કરતાં નારાયણ સુપિરિયર છે , એમાં પુરુષ કરતાં પકૃતિ સુપિરિયર હશે ને.?..કેમ કે प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः...આ પકૃતિ દ્વારા જ પુરુષના એટલે કે વ્યક્તિના બધા કર્મો થાય છે.
ઇવન કૃષ્ણ પોતે ય મનુષ્યરૂપે રહ્યા, એટલે આ પ્રકૃતિના પ્રભાવથી મુક્ત નથી. યુદ્ધ પૂરું થાય પછી એક દિવસ અર્જુન કૃષ્ણને કહે છે કે, ‘કુરુક્ષેત્રમાં પહેલા દિવસે તમે મને જે દિવ્યજ્ઞાન આપ્યું હતું એ હું ભૂલી ગયો છું, મારે એ ફરી સાંભળવું છે. મને એ કહો...” અર્જુન બીજીવાર ગીતા સંભાળવાની વાત કહે છે. ત્યારે કૃષ્ણ ખખડાવે છે અને કહે છે કે, “તું શું માને છે એ જ્ઞાન એ કોઈ એવું જ્ઞાન નથી કે હું તને ગમે ત્યારે કહી શકું. હવે તો હું ઇચ્છું તો ય ન કહી શકું. એ તો યોગારૂઢ અવસ્થામાં બોલાયેલું હતું ,એવા સંયોગો જ એકવાર આવે...” પછી કૃષ્ણ અર્જુનને બીજું જે જ્ઞાન આપે છે. એમાં 3000થી વધુ શ્લોક છે-એને અનુગીતા કહેવાય છે. પણ જુવો કૃષ્ણ ય કહે છે કે એ તો યોગરૂઢ અવસ્થામાં કહેવાયેલું જ્ઞાન છે, એ ફરી એમ તો હું ય ના કહી શકું. તોએયોગરૂઢથવુંએપ્રકૃતિનાગુણોનોપ્રભાવજછેને. પ્રકૃતિએ એવો સંયોગ રચ્યો કે કૃષ્ણના મુખેથી ગીતા વહે છે.
ગીતા વિચાર:
એકવાર કૃષ્ણ ધ્યાનમગ્ન બેઠા છે અને નારદ આવે છે. નારદ કૃષ્ણને આમ ધ્યાન કરતાં જોઈને પૂછે કે, “ભગવન! સમસ્ત જીવો અને દેવો તમારું ધ્યાન ધરે છે. પણ તમે આમ કોનું ધ્યાન ધરો છો?”
કૃષ્ણ જવાબ આપે છે, “હું પ્રકૃતિનું ધ્યાન કરું છું.”
- મિલી મેર








