શતરંગ / ફુગાયેલ બર્ગર, કેવી રીતે બન્યું સફળ માર્કેટિંગ સ્ટ્રેટેજી: લોકોની તબિયત સાથે રોજ થતાં અવનવા ગતકડાં
- જિજીવિષા વિશ્વની સુપ્રસિદ્ધ બર્ગર બનાવ

- જિજીવિષા
વિશ્વની સુપ્રસિદ્ધ બર્ગર બનાવતી કંપની બર્ગર કિંગે પોતાની પ્રોડક્ટસના વેચાણ માટે એક વિચિત્ર કેમ્પેન શરૂ કર્યું છે. જેમાં તે પોતાની રેસ્ટોરાંમાં વેચાતાં બર્ગર પર સતત 34 દિવસથી પણ વધુ સમય માટે કેમેરાથી બર્ગરની બદલાતી સ્થિતિ અને તેના પર ડેવલોપ થતાં ફૂગ અને બેક્ટેરિયાનો ગ્રોથ લાઈવ બતાવ્યો હતો અને આ વિચિત્ર કેમ્પેન દ્વારા, એ કંપનીએ પોતાની આવકમાં અત્યાર સુધીનો સૌથી વધુ નફો રળ્યો હતો અને એટલું જ નહિ, આનાથી એમના સેલમાં 14% જેટલો વધારો પણ થયો હતો. જેનાથી એમની બ્રાન્ડની વેલ્યુએશનમાં પણ તોતિંગ ફાયદો થયો હતો.
હવે દરેકને એ સવાલ થાય કે કોઈ પણ ખાવાની વસ્તુ લાંબા સમય માટે ખુલ્લી રાખો તો, તેનુ બગડી જવુ કે ફુગાય જવુ, સામાન્ય છે. એમાં ખાસ વાત શુ છે?
ઘરનો ખોરાક બગડવો એ નોર્મલ છે પણ ચેઇન રેસ્તરાંમાં એટલે કે એવી કંપની, જેની પ્રોડક્ટ એક કરતાં વધુ શહેર અને સ્ટોલમાં એક જ સરખી મળે છે, ત્યાં કોઈ પણ ફૂડ આઈટમ માટે આવું થવું નોર્મલ નથી.
હવે આપણે સૌથી પહેલા સમજીએ GMO વિશે,
આજથી લગભગ દાયકા પહેલા GMO, એટલે કે જિનેટીકલી મોડીફાઈડ ઓર્ગેનિઝમ, એટલે કે એવા કીટાણુઓ જેને લેબોરેટરીમાં ખાસ હેતુ માટે તૈયાર કરવામાં આવ્યા હોય અથવા તેના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યા હોય. આવાં ઓર્ગેનિઝમનો ઉપયોગ પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા માટે અને પ્રોડક્શન વધારવા માટે થતો જ હોય છે. પરંતુ જ્યારથી એમનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં થવા લાગ્યો, એ લોકોની હેલ્થ માટે, દિવસે ને દિવસે નવી મુસીબત બનતો ગયો.
મેકડોનાલ્ડસ, બર્ગર કિંગ, KFC જેવા અનેક બ્રાન્ડ્સ પોતાના ખોરાકને લાંબો સમય સુધી તાજો રાખવા માટે પ્રેઝર્વેટિવસ તરીકે GMO ફૂડનો તોતિંગ ઉપયોગ કરવા લાગ્યા. ખાસ ફ્લેવર્સ અને સ્વાદ માટે અને ખાસ કરીને એક મોટા જુથ માટે વધુ પ્રમાણમાં એક જ સરખી પ્રોડક્ટ બનાવા માટે આવું કરવું જરૂરી હતું. એમનું બીજું કારણ એ પણ હતું કે ફ્રોઝન મીટ, ચિપ્સ અને બર્ગર માટે વપરાતી પેટી(પેટીસ) ને અલગ અલગ સ્થળે પહોંચાડવા માટે તેમાં પ્રીઝર્વેટિવર્સ એડ કરવા જરૂરી હતાં. મીટને લાંબો સમય સુધી તાજું રાખવા માટે તેમના પર એન્ટીબાયોટિક્સનો મારો કરવામાં આવ્યો, જેથી તે બગડે નહિ.
પરંતુ GMOનો ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થવો એ આપણા સ્વાસ્થ્ય માટે લાંબા સમયે એક ખતરાની ઘંટી સમાન છે. GMO ફૂડ ઘણા લોકોમાં એલર્જન તરીકે કામ કરી શકે છે એટલે કે તેમનાથી એલર્જી થવાની સંભવનાઓ વધી જાય છે. ઘણા કેસોમાં કેન્સર થવાના ચાન્સ રહેલા છે.અને વધુ પડતાં એન્ટિબાયોટિક્સને લીધે તે ડ્રગ માટે રેસીસટન્સી આવવાની સંભાવના રહેલી છે. આવાં ઘણા જ કારણોને લીધે નિષ્ણાંતો બને ત્યાં સુધી નેચરલ ખોરાક લેવાનું સૂચવે છે.
પરંતુ FDA એટલે કે ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા GMO ફૂડને મંજૂરી મળી છે.કેમકે તે લોકોના મત પ્રમાણે કોઈ પણ ફૂડ પ્રોડક્ટને તેમની પ્રોસેસ દ્વારા જજ નથી કરી શકાતું. અને એક ચોક્કસ જુથને ખોરાક મળી રહે તે માટે GMO અથવા BE એટલે કે બાયોએન્જીનિયર્ડ ફૂડ બનવા ખૂબ જરૂરી છે. રેસ્ટ્રરાં ઉદ્યોગમાં વપરાતી સોયાબીન તેમજ તેમની પ્રોડક્ટ, કોર્ન, કેનોલા ઓઇલ, કોર્ન સીરપ, બટેટા, મીટ જેવી અસંખ્ય ખાદ્ય આઈટમસ GMO દ્વારા બનાવવામાં આવે છે.
પણ ઘણા દેશોમાં આ માટે વિરોધ દર્શાવ્યો છે અને પોતાના દેશમાં ફૂડ પેકેજીંગ પર લેબલિંગ માટેના કડક કાયદાઓ બનાવ્યા છે. જેને લીધે આવી ચેઇન રેસ્તરાં માટે એમના કસ્ટમર્સની સઁખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઘણી કંપનીએ લોકોને મિસગાઈડ કરવા, GMOને બદલે BE ફૂડના લેબલ લગાવ્યા હતાં. જયારે બર્ગર કિંગે પોતાની પ્રોડક્ટમાં કોઈ પ્રીઝર્વેટિવસ નથી, એ બતાવવા માટે તેમાં ફુગનો ગ્રોથ લાઈવ બતાવ્યો હતો અને એ એડમાં સતત એવુ કહેવાયું છે કે પહેલા કરતાં હવે ફર્ક છે, જે પેટી અને મીટ કદી સડતાં નહોતા તે હવે સડે છે.
આ બધા કઢંગા કેમ્પેન અને માર્કેટિંગ દ્વારા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દાયકાઓથી લોકોની તબિયત સાથે ચેડાં કરી રહી છે. જેને ગવર્મેન્ટનો પણ પુરો સહકાર છે, આ પરિસ્થિતિમાં આપણે જ પોતાનાં સંરક્ષક બનવું રહ્યું. ગમે તે હાલમાં પણ એક વાત ચોક્કસ છે કે બહારનો કોઈ પણ ખોરાક સંતુલિત ના જ કહી શકાય,ચાહે ગમે તે રીતે તેમને બનાવવામાં આવ્યો હોય.
- જીજ્ઞા જોગીયા








