મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જાણો ટેરો કાર્ડ્સ શું કહે છે તમારા આવનારા અઠવાડીયા વિશે

- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું

શતરંગ / જાણો ટેરો કાર્ડ્સ શું કહે છે તમારા આવનારા અઠવાડીયા વિશે

- ફ્યુચર ફ્રોમ ટેરો

આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે. 

મે 27 – જૂન 2 

મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19

હેલ્થ: (ચેન્જ)

વાતાવરણમાં બદલાવના કારણે ચક્કર આવવા, માથું દુઃખવું તે પ્રકારના પ્રોબ્લેમ્સ આવી શકે છે. આ કાર્ડ કહે છે કે, જે પ્રકારે આસપાસનું વાતાવરણ હોય તે જ પ્રમાણે ખોરાક લેવો અને તે જ પ્રમાણે દિનચર્યા કરવી જેથી તમારું શરીર એડજસ્ટ કરી શકે. 

કરિયર: (ગિલ્ટ)

આ સપ્તાહે તમારા વિચારો પ્રમાણે કામ નહિ કર્યાનો પસ્તાવો થઇ શકે છે. ભૂતકાળમાં અન્ય લોકોની વાત સાંભળીને કરિયર સિલેક્ટ કર્યું હોય તેવી સ્થિતિમાં આ સપ્તાહે તેનું ગિલ્ટ આવી શકે છે. યાદ રાખવું કે, હજુ પણ સમય છે મની મેનેજમેન્ટ કરીને પોતાના માટે સ્ટેન્ડ લેશો તો મનગમતું કામ કરી શકશો. 

રિલેશનશિપ: (ફલાવરિંગ)

તમારા જીવનમાં રહેલી સ્ત્રી દ્વારા આ સપ્તાહે ઘણી મદદ મળવાના ચાન્સીસ કાર્ડ બતાવી રહ્યું છે. ઘરની કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું નહિ. ખાસ કરીને આ રાશિની સ્ત્રીઓ માટે આ વિક સેલ્ફ રિલેશનશીપ ડેવલપ કરવાનો અને સેલ્ફ ડ્રીમ્સ પ્લાન કરવાનો યોગ્ય સમય છે. 

વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20

હેલ્થ: (અલોનનેસ)

આ સપ્તાહ તમારા માટે હેલ્થ વાઈઝ ઓવર ઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. જો કે, વૃદ્ધો એ ખાસ આ સપ્તાહે તબિયત સાચવવી અને બને તો વોકિંગ કરતા રહેવું. અન્ય લોકોએ પગની ઈજાથી સાચવવું. 

કરિયર: (પોસ્ટપોનમેન્ટ)

કરિયરમાં પ્રગતિ કરવા માટે તમારા મનમાં રહેલા વિચારોને અમલમાં મૂકવા પડશે તો જ કામ બનશે તેમ કાર્ડ સૂચવી રહ્યું છે. એન્ડ રિઝલ્ટ નેગેટીવ મળશે તેમ વિચારીને કામ સફળ કરવા માટેના પ્રયત્નો થંભાવી દેવા નહિ. 

રિલેશનશિપ: (એક્ઝોશન)

ઓફિસમાં અને ફેમિલીમાં તમે પૂરા કરી શકો તેના કરતા વધારે કમિટમેન્ટ આપી દેવાના ચાન્સીસ છે તેના કારણે પાર્ટનર, ફેમિલી કે મિત્રોને સમય આપી ના શકો તેમ બને. જરૂર લાગે ત્યારે બધું કામ પર મૂકી બ્રેક લેવી.

મિથુન (જેમિની) મે 21- જૂન 21 

હેલ્થ: (ટોટાલિટી) 

આ રાશિના જાતકો માટે આ સપ્તાહે હેલ્થ સામાન્ય જણાય છે. કાર્ડ કોઈ પણ ડાઈજેશન ઇશ્યુઝને અવગણવા નહિ તેમ કહી રહ્યું છે. બને તેટલું જંક ફૂડ એવોઈડ કરવું અને ફિઝીકલ એકસરસાઈઝ કરવી. 

કરિયર: (ક્લીન્ગીંગ ટુ ધ  પાસ્ટ)

તમારા કરિયરમાં બધી જ ક્લેરિટી હવે તમને આવી રહી છે અને ખૂબ જ પોઝીટીવલી તમે આગળ વધશો પરંતુ ઈમોશનલ ઈશ્યુઝ્ના કારણે તમારું પરફોર્મન્સ નબળું થઇ શકે છે તેનું ધ્યાન રાખવું. વર્તમાનમાં જે ખરેખર જરૂરી છે માત્ર તેના પર ફોકસ કરવું. 

રિલેશનશિપ: (ટ્રાવેલિંગ)

એક રિલેશનશીપમાંથી બહાર આવવાનું વિચારી રહ્યા હોવ તો આ સપ્તાહ તે નિર્ણય લેવા માટે યોગ્ય હોવાનું કાર્ડ સૂચવે છે. જે રિલેશન સારા છે તેમને મળવું અને બને તો સોલો ટ્રીપ કરીને માઈન્ડ ક્લિયર કરવું. ફેમિલી સાથે આઉટીંગનો પ્લાન બની શકે છે. 

કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22

હેલ્થ: (ટ્રસ્ટ)

કાર્ડ ઓફ ટ્રસ્ટ કહે છે કે, આ સપ્તાહે તમારી ફિઝીકલ હેલ્થ કરતા વધારે મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. મહત્ત્વના નિર્ણય લેતા પહેલા પેનિક એટેક આવી શકે છે. 

કરિયર: (કમ્પ્લીશન)

જે કામ તમને ગમતું નથી અથવા જો નવું કામ શરુ કરવાની ઈચ્છા થઇ રહી છે તો તેમ કરવાની તક આ સપ્તાહે તમને મળી શકે છે. જો તમારે કરિયર પાથ કે જોબ ચેન્જ કરવી હોય તો આ સમય ખૂબ જ યોગ્ય છે. 

રિલેશનશિપ: (એક્સ્પીરીયન્સિંગ)

નજીકના લોકો સાથેના સંબંધોમાં ઉતાર -ચડાવ આવી શકે છે તેનો અર્થ એમ નથી કે તમારે વધુ પડતું વિચારીને પરિસ્થિતિમાંથી ભાગી જવું. તે પરિસ્થિતિનો અનુભવ કરવો અને તેમાંથી તમને શું શીખવા મળે છે તે ઈગો વિના સમજવાનો પ્રયત્ન કરવો.  

સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22

હેલ્થ: (બ્રેક થ્રુ)

હેલ્થ માટે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. આ કાર્ડ સૂચવે છે કે, ફિઝીકલ ફિટનેસ પર ધ્યાન આપવાનો આ યોગ્ય સમય છે. જૂનો અપચો હોય તો તે આ સપ્તાહે પૂરતી કસરતની મદદથી સોલ્વ થઇ શકશે. 

કરિયર: (ગોઇંગ વિથ ધ ફલો)

હાલ આ સમય કરિયરમાં જે રીતે કામ ચાલી રહ્યું છે તે પ્રમાણે જ કરતા રહેવું. વધુ પડતી અપેક્ષાઓ સાથે કામ હાથ પર લેવું નહિ. તમને જેટલું કામ મળે તેટલું કરો. ટીમના અન્ય સભ્યો સાથે સુમેળભર્યા સંબંધો રાખીને ટીમ વર્ક કરવું. 

રિલેશનશિપ: (ઇનર વોઈસ)

જેટલી માહિતીની જરૂર હોય તેટલી જ સામે પાર્ટનર કે ફેમિલીને આપવી તેવી સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. ઈમોશનમાં વહી જઈને તમારા મનમાં ચાલતી બધી જ વાતો કહી દેવાથી ઝઘડા ઉભા થઇ શકે છે. કશું પણ બોલતા કે કહેતા પહેલા એક વાર જાત સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે. 

કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22

હેલ્થ: (ધ ડ્રીમ)

કાર્ડ ઓફ ધ ડ્રીમ કહે છે કે, આ સપ્તાહે તમારે માનસિક અને ઈમોશનલ હેલ્થની કેર વધુ કરવાની જરૂર પડશે. તમારા મનગમતા કામ ના થવાના કારણે સ્ટ્રેસ અને નિરાશા આવી શકે છે જેના લીધે બોડી પેઈન કે શોલ્ડર પેઈન જેવી તકલીફ પણ થઇ શકે છે.  

કરિયર: (ધ માસ્ટર)

આ સપ્તાહે તમારા બોસ સાથે બનાવીને રાખવી તેવું સૂચન આ કાર્ડ કરે છે. બોસને જે પ્રકારે કામ જોઈતું હોય તે બરાબર સમજીને જ્યાં ડાઉટ આવે ત્યાં નિસંકોચ પણે પૂછીને કામ પૂર્ણ કરવું નહિ તો કામ ફરી વાર કરવું પડી શકે છે. 

રિલેશનશિપ: (હારમની)

પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે આ સપ્તાહે ખૂબ જ સુમેળભર્યા સંબંધો રહેશે. બાળપણના કોઈ મિત્રને મળવાનું પણ બની શકે છે. કોઈ પણ રિલેશનશીપ અંગેનો નિર્ણય હાર્ટ અને માઈન્ડ બંને કન્વીન્સ થાય પછી જ લેવો. 

તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23 

હેલ્થ: (ઈન્ટેનસિટી)

ઘણા સમયથી ચાલતા હેલ્થ ઈશ્યુઝ્નો ઈલાજ આ સપ્તાહે મળી શકે છે. આ કાર્ડ કહે છે કે, નવા હેલ્થ ગોલ્સ બનાવો અને ડિસીપ્લીન સાથે તે ફોલો કરશો તો હેલ્થ લાંબા સમય સુધી ખૂબ જ સારી રહેશે.   

કરિયર: (એડવેન્ચર)

નવું કામ અથવા નવી સ્કિલ શીખવાનો સમય આવી ગયો છે અને આ સપ્તાહે તમને તેની તક મળી શકે છે. એડવેન્ચરનું કાર્ડ બાળક જેવી જિજ્ઞાસા રાખીને નવા અનુભવો લેવાની સલાહ આ સપ્તાહે આપી રહ્યું છર. 

રિલેશનશિપ: (સપ્રેશન)

પરિવાર કે નજીકના વ્યક્તિ સાથે મિસ કોમ્યુનિકેશન, મિસ અન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ છે. આમ બને ત્યારે યાદ રાખવું કે તમારા વિચારો નેગેટીવ બની રહ્યા છે, અન્ય વ્યક્તિઓ તમને હેલ્પ કરવા ચાહે છે. 

વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21 

હેલ્થ: (માઈન્ડ )

હેલ્થ બાબતે ખૂબ જ ચેતીને ચાલવાનું આ કાર્ડ જણાવી રહ્યું છે. માથાનો દુઃખાવો, માઈગ્રેન જેવી બીમારીના કારણે આરામ કરવાની જરૂર પડી શકે છે. કોઈ પણ તકલીફ થાય તો વિના સંકોચ ડૉકટરને બતાવવું જરૂરી છે.  

કરિયર: (કોમ્પ્રોમાઈઝ)

ટૂંકા ગાળા માટે મોટો ફાયદો થઇ શકે તેવો પ્રોજેક્ટ કે કામ આવી શકે છે જો કે, આ ડિલ લાંબા ગાળે નુકસાન કારક સાબિત થશે. પોતાના એથિક્સ અને વેલ્યુઝ સાથે કોમ્પ્રોમાઈઝ કરીને કોઈ પણ કામ હાથ પર નહિ લેવાની સલાહ આ કાર્ડ આપે છે. 

રિલેશનશિપ: (અવેરનેસ)

કોણ તમારા માટે શું વિચારે છે? તમારા અંગત લોકોના ખરા હેતુઓ શું છે તે બાબત આ સપ્તાહે બહાર આવી શકે છે. દરેક વ્યક્તિ માણસ માત્ર છે તે સમજી સ્વીકારીને તેમના માઈન્સ પોઈન્ટ પણ સ્વીકારવા. જ્યાં જરૂર લાગે અથવા તમને ઈમોશનલ કે મેન્ટલ નુકસાન થતું હોય તેવા સંજોગોમાં તે વ્યક્તિને જવા દેવી.

ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21 

હેલ્થ: (અન્ડરસ્ટેન્ડિંગ)

તમને થતી શારીરિક તકલીફોનું મૂળ તમારા વિચારોમાં રહેલું છે તે આ સપ્તાહે સમજવું. વિલ પાવર સ્ટ્રોંગ રાખવો. નાની બીમારી પણ ઓવર થિન્કિંગના કારણે તમારા માઈન્ડમાં મોટી થશે જેના કારણે સાજા થવામાં તકલીફ થાય. 

કરિયર: (પોસિબલિટી) 

આ સપ્તાહ નવી તકો શોધવાની શરૂઆય કરવા માટે ઉત્તમ સમય હોવાનું કાર્ડ ઓફ પોસિબલિટી સૂચવે છે. નવી જોબ કે નવી કરિયર તકો શોધવાની હાલ શરૂઆત કરશો તો ઘણા પ્રયત્નો પછી ઓપોર્ચ્યુનીટી દેખાશે. તકો હશે ત્યારે જોઈશું તેમ વિચારવાના બદલે હાલ જોઈશું તો તક મળશે તે અપ્રોચ રાખવો.

રિલેશનશિપ: (ઓર્ડીનરીનેસ)

પરિવાર સાથે કે પછી સોલો પિકનિક પ્લાન કરવા માટે આ વિક ખૂબ જ સારું છે. નેચરમાં સમય વિતાવવો, સેલ્ફ રિફ્લેક્શન કરવું જેથી લાઈફમાં જેટલા લોકો મદદ કરી રહ્યા છે તમેની વેલ્યુ થાય.

મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19

હેલ્થ: (કરેજ)

એન્કઝાઈટી અને રેસ્ટલેસનેસના ઇશ્યુઝની સાથે આ સપ્તાહે બ્લેડર પ્રોબ્લેમ રહેવાના ચાન્સીસ પણ કાર્ડ ઓફ કરેજ જણાવે છે. જો તમે તમારા હાર્ટની વાત સાંભળી તમારે જે ડિસીપ્લીન તમારા જીવનમાં લાવવાનું છે તેના પર ફોકસ કરશો તો હેલ્થ પોઝિટીવ થતી જણાશે.  

કરિયર: (ધ આઉટસાઈડર)

તમારા કામમાં તમારી સમજણના અભાવે ડીલે થઇ શકે છે. આ સપ્તાહે સોલ્યુશન ઓરીએન્ટેડ અપ્રોચ રાખીને કામ કરવાની સલાહ આ કાર્ડ આપે છે. મન અને મગજ શાંત રાખીને વિચારવું જેથી નાના પ્રોબ્લેમસ મોટું સ્વરૂપ ના લે. 

રિલેશનશિપ: (હિલીંગ)

તમારા પાર્ટનર સાથેના સંબંધો આ સપ્તાહે સુધરતા જણાય રહ્યા છે. હિલીંગના કાર્ડ મુજબ બગડેલા રિલેશન્સ સુધારવા માટે  તમારે પહેલ કરવી જોઈએ. સંબંધમાં તમારી ભૂલો સમજી, સ્વીકારી અને સુધારીને રિલેશન મજબૂત બનાવવા. 

 કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18 

હેલ્થ: (કંડિશનિંગ)

કાર્ડ ઓફ કંડિશનિંગ મુજબ આ સપ્તાહે પગના દુઃખાવાનો કે પગની ઈજાનો સામનો આ ર્શીના જાતકોએ કરવો પડી શકે છે. તે સિવાય અન્ય લોકોના સ્ટ્રેસના કારણે બેક પેઈનનો ઈશ્યુ પણ આવી શકે છે. 

કરિયર: (આઈસ-ઓલેશન) 

કારકિર્દીના એવા પડાવ પર તમે આવી પહોંચશો જ્યાં તમને તમે કરેલી ભૂલોનો અહેસાસ થશે જેના લીધે ડિપ્રેશન આવી શકે છે. કાર્ડ કહે છે કે, ભૂલોનો પસ્તાવો કરીને તેમાંથી આગળ વધવું અને નવેસરથી કામની શરૂઆત કરવી. 

રિલેશનશિપ: (ન્યુ વિઝન)

પાર્ટનર સત્રની રિલેશનશિપમાં ખાસ કરીને નવી ઉર્જાનો સંચાર કરવા માટે આ યોગ્ય વિક હોવાનું કાર્ડ સૂચવે છે. તમારી દરેક રિલેશનશીપને નવા એન્ગલ કે દૃષ્ટિકોણથી જોવી. 

મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21 

હેલ્થ: (રિસેપ્ટિવિટી)

કાર્ડ ઓફ રિસેપ્ટિવિટી કહે છે કે, આ સપ્તાહે હેલ્થ ખૂબ જ પોઝિટીવ રહે અને ઈમોશનલ હેલ્થ પર વધુ ધ્યાન આપી શકશો. બને તેટલો વધુ સમય વોટર બોડી પાસે વિતાવવાથી ફાયદો થાય. 

કરિયર: (ઇનોસેન્સ)

તમારા કલીગ કે તમારી સાથે કામ કરતા લોકોમાંથી કોઈ તમારો કોન્ફિડેન્સ તોડવાનો પ્રયત્ન કરી શકે છે. આમ બને ત્યારે યાદ રાખવું કે તમારી સ્કિલ તમારું કામ કરવાની છે, ખોટી કમેન્ટ્સના કારણે સેલ્ફ ડાઉટ કરવો નહિ. તમારી પાસે ટેલેન્ટ છે જે અન્ય પાસે નથી જેના કારણે તેઓ તમને તોડવાનો પ્રયત્ન કરી શકે છે.

રિલેશનશિપ: (મેચ્યોરિટી)

તમારા અંગત સંબંધોમાં ખૂબ જ મેચ્યોરિટી આવશે જેના કારણે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. આ કાર્ડ કહે છે કે, તમારી અંદરની પોઝિટીવ બાબતો પર ધ્યાન આપવું જેથી કરીને તમે સ્વયં સાથે કનેક્શન કરી શકશો.

- ખુશ્બુ ત્રિવેદી

આ સમાચાર શેર કરો