શતરંગ / જાણો ટેરોકાર્ડ્સ શું કહે છે તમારા આવનારા સપ્તાહ વિશે
- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા

- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે. મે 20 – મે 27
મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19
હેલ્થ બાબતે આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે નેગેટીવ જણાઈ રહ્યું છે તેથી નાની બીમારીમાં પણ સાવધ રહેવું અને યોગ્ય નિદાન કરાવી લેવું. આ સપ્તાહે તમારે ખાસ કરીને ગળાના કોઈ પણ રોગથી સાચવીને રેહવું એમ કાર્ડ કહી રહ્યું છે. બ્રેઈન રિલેટેડ ઇશ્યુઝ પણ આવી શકે છે.
કરિયર: (ધ લવર્સ)
તમારી સામે તમારી બરાબરી કરનાર કોમ્પીટીશન ઉભી થઇ શકે છે. પ્રમોશન માટે વધારે મહેનત કરવી પડે. ઓફિસમાં કોઈની સાથે નવી મિત્રતા થઇ શકે છે.
રિલેશનશિપ: (હિલીંગ)
અંગત સંબંધોમાં ચાલતી તકરાર આ સપ્તાહે દૂર થઇ શકે છે. મનની વાત ખુલીને અને સ્પષ્ટતા સાથે કરવાથી પાર્ટનર સાથેના સંબંધો આ સપ્તાહે તમે વધુ સારા બનાવી શકશો.
વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20
હેલ્થ: (ઇનર વોઈઝ)
આ કાર્ડ જણાવી રહ્યું છે કે, આ સપ્તાહે માથાના દુઃખાવાની ફરિયાદ આ રાશિના જાતકોને રહી શકે છે. ઈમોશનલ ઇશ્યુઝ આવી શકે છે જેના કારણે હાર્ટ ભારે થઇ જાય. મેડીટેશન કરવાથી તણાવ ઓછો થશે. જો કે, મોટી બીમારીના કોઈ સંકેત જણાતા નથી.
કરિયર: (રાઈપનેસ)
ઘણા લાંબા સમયથી જે પ્રોજેક્ટ માટે મહેનત કરી હોય તેના રિઝલ્ટ આ સપ્તાહે મળવાના શરુ થઇ શકે છે. કાર્ડ ઓફ રાઈપનેસ કહી રહ્યું છે કે, તમારી મહેનત લેખે લાગશે અને યોગ્ય સમયે તમને મોનીટરી આપશે. ઉતાવળિયા પગલાં લઈને ફાઈનાન્શિયલ ડીસીઝન લેવા નહિ.
રિલેશનશિપ: (અલોનનેસ)
કાર્ડ ઓફ અલોનનેસ કહી રહ્યું છે કે, આ સપ્તાહે પોતાની જાત સાથે ની રિલેશનશીપને તમારે સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ. અન્ય લોકો સાથેના સંબંધમાં તમને ક્લેરિટી મળી શકે તે માટે સ્વયં સાથે સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે.
મિથુન (જેમિની) મે 21- જૂન 21
હેલ્થ: (સોરો)
આ સપ્તાહે આ રાશિના 40-45 ની વયના લોકોએ માનસિક તણાવથી બચીને રહેવું તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. શારીરિક સ્વાસ્થ્ય કરતા વધારે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું વધુ જરૂરી જણાય.
કરિયર: (રીબર્થ)
કરિયરમાં કશુક નવું શીખીને આગળ વધવાનો સમય આવી ગયો છે. આ સપ્તાહે તમારે જૂની કામની પદ્ધતિ છોડીને નવી અપનાવવી જોઈએ તેમ કાર્ડ સૂચન કરે છે.
રિલેશનશિપ: (લેટિંગ ગો)
કોઈ પણ અંગત વ્યક્તિની વાત મન ઉપર લઈને વિચાર્યા કરવું નહિ. પાર્ટનર સાથેના સંબંધમાં ખાસ કરીને જતું કરવાની ભાવના રાખવી.
કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22
હેલ્થ: (ઈન્ટેનસિટી)
જૂની બીમારીમાંથી આ સપ્તાહે છુટકારો મળતો જણાઈ રહ્યો છે. આ કાર્ડ કહી રહ્યું છે કે, ફિઝીકલ એક્ટીવીટી શરુ કરવા માટે આ સમય યોગ્ય છે. ઓવરઓલ હેલ્થ ખૂબ જ પોઝિટીવ રહે.
કરિયર: (ઓર્ડીનરીનેસ)
આ કાર્ડ સૂચવી રહ્યું છે કે, આ સપ્તાહે પૈસા કે નામ પાછળ ભાગવા કરતા વધારે ધ્યાન જે કમાયા છો તે એન્જોય કરવા પર આપવું. જેટલું મેનેજ કરી શકો તેટલું કામ લેવું અને પોતાની જાતને સાબિત કરવા માટે થઈને માનસિક શાંતિ ગુમાવવી નહિ.
રિલેશનશિપ: (મોરાલીટી)
વધુ પડતા નિયમો અને બંધનોમાં રહીને અન્ય લોકો પણ એ નિયમો ફોલો કરે તે અપેક્ષા રાખવી નહિ. દરેક વ્યક્તિને ક્યારેક તો મદદની જરૂર પડે જ છે અને તમારે આ સપ્તાહે જરૂર પડશે ત્યારે ફેમિલી અને મિત્રોની મદદ લેવી આવશ્યક રહેશે.
સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
હેલ્થ: (ધ માઈઝર)
આ રાશિના જાતકો માટે આ સપ્તાહ હેલ્થ બાબતે સામાન્ય જણાઈ રહ્યું છે. પીઠના દુઃખાવાની શક્યતા કાર્ડ જણાવે છે. એ સિવાય કાર્ડ સલાહ આપે છે કે, વધુ મોટી તકલીફ લાગે તો પૈસાનું વિચારીને ડૉકટર પાસે જવાનું ટાળવું નહિ.
કરિયર: (કંડીશનિંગ)
તમારી એક્ચ્યુઅલ ટેલેન્ટ પારખીને તમારી પાસેથી કામ લઇ શકે તેવી કોઈ વ્યક્તિ આ સપ્તાહે ના મળે તેમ બને જેથી કરીને સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થઇ શકે છે. તમારી ટેલેન્ટ પર ફોકસ કરીને જાતે જ પોતાના કામ કરવાની સલાહ આ કાર્ડ આપે છે.
રિલેશનશિપ: (ધ રિબેલ)
તમારે કયા સંબંધો કેવી રીતે રાખવા છે અને તમે ખરેખર કેવા છો તેનો ખ્યાલ આ સપ્તાહે તમને આવી શકે છે. ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડઝ ગ્રુપમાં તમારે લીડરશીપ લઈને ગાઇડન્સ આપવું પડે તેમ બની શકે છે.
કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
હેલ્થ: (થંડરબોલ્ટ)
આ સપ્તાહે તમારી હેલ્થ સામાન્યથી લઈને પોઝિટીવ જણાઈ રહી છે. કાર્ડ કહે છે કે, જો આ સપ્તાહે સેવન ચક્ર મેડીટેશન કરશો તો ઘણા હેલ્થ બેનેફિટ થશે અને સાથે જ લાંબા સમયથી જો માથાનો દુઃખાવો હોય તો તેમાં રાહત થશે.
કરિયર: (સકસેસ)
નવો પ્રોજેક્ટ કે ડિલ ક્રેક કરવામાં સફળતા મળે. ઓફિસમાં મળેલા ટાર્ગેટ અચિવ કરવામાં અપન આ સપ્તાહે સફળતા મળવાના યોગ કાર્ડ જણાવે છે. જો કે, તમારી સફળતા તમારી એકલાની નહિ પંરતુ ટીમ એફર્ટનો કમાલ છે તે યાદ રાખવું અને અન્ય લોકોને પણ ક્રેડીટ આપવી.
રિલેશનશિપ: (ટ્રાન્સફોર્મેશન)
જૂના સંપરંતુ તમારા કામના ન હોય તે સંબંધો તૂટવાની શક્યતાઓ આ સપ્તાહે આ કાર્ડ જણાવી રહ્યું છે. અંગત સંબંધોમાં નવી ઊર્જા ભરવા માટે તમારે વર્તન, વાણી, વ્યવહાર બધું જ બદલવું પડે.
તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
હેલ્થ: (ચેન્જ)
ખાસ કરીને આ રાશિના લોકોએ હીટ વેવથી સાચવવું તેમ કાર્ડ જણાવે છે. માથાનો દુઃખાવો, ડીઝીનેસ અને ડલનેસની ફરિયાદ આ સપ્તાહે રહ્યા કરે.
કરિયર: (એક્સ્પીરીયન્સિંગ)
ઘણી વાર ગેઇન અને પ્રોફિટ કરતા વધારે પ્રોસેસને સમજવી અને માણવી વધુ જરૂરી હોય છે તે વાત યાદ રાખવી. આ સપ્તાહે નવી પ્રોસેસ પર એક્સ્પેરીમેન્ટ કરવા પર વધુ ફોકસ કરવું તેમ કાર્ડ ગાઈડ કરે છે. નવી ટેકનોલોજી કે નવી સિસ્ટમ સ્વીકારવી.
રિલેશનશિપ: (ફાઈટિંગ)
રિલેશનશીપ મુદ્દે આ સપ્તાહ થોડું નેગેટીવ જણાઈ રહ્યું છે અને પાર્ટનર કે ફેમિલી સાથે લડાઈ-ઝગડા થવાના યોગ પણ જણાય છે. કાર્ડ સૂચવે છે કે, જે મનમાં હોય તે વાત સ્પષ્ટ રીતે સામે મૂકવી અને કોઈ પણ ભૂતકાળની વાત કાઢીને લડવું નહિ.
વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
હેલ્થ: (કોન્શિયસનેસ)
કાર્ડ ઓફ કોન્શિયસનેસ જણાવી રહ્યું છે કે, હેલ્થ પર ખૂબ બધું ધ્યાન આપવાની જરૂર આ સપ્તાહે પડી શકે છે. ખાસ કરીને માઈગ્રેન કે, સાયનસના દર્દીઓ માટે આ સપ્તાહ કાળજીપૂર્વક સાચવવાનું રહેશે. બોડીમાં આવતા નાના ફેરફારને પણ અવગણવો નહિ તેમ કાર્ડ સલાહ આપે છે.
કરિયર: (અન્ડર સ્ટેન્ડિંગ)
નવો બિઝનેસ કે નવી જોબ લેવા માટે તમે તૈયાર છો અને આ સપ્તાહે તમે નવું કામ શરુ કરવાનું વિચારી શકો છો. એ માટે રિસર્ચ વર્ક શરુ કરવાનો આ યોગ્ય સમય હોવાનું કાર્ડ સૂચવી રહ્યા છે.
રિલેશનશિપ: (બ્રેક થ્રુ)
લાંબા સમયથી કોઈ ઝગડો ચાલી રહ્યો હોય તેમાં તમે પોતાનું સ્ટેન્ડ આ સપ્તાહે લઇ શકશો. જૂના વિવાદો હવે પૂર્ણ કરીને પોતાન માટે જીવવાનો યોગ્ય સમય આવી ગયો છે.
ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
હેલ્થ: (મુમેન્ટ ટુ મુમેન્ટ)
આ કાર્ડ જણાવી રહ્યું છે કે, આ રાશિના જાતકોએ આ સપ્તાહે પગની ઈજાથી સાચવવું જરૂરી છે. ઓવર ઓલ હેલ્થ વધુ સારી કરવા માટે પાણીની નજીક બેલેન્સ્ડ વોકિંગ કરવાની સલાહ કાર્ડ આપી રહ્યું છે.
કરિયર: (ન્યુ વિઝન)
દરેક વ્યક્તિ પોતે કરેલી ભૂલોમાંથી શીખે છે તે યાદ રાખીને તમારે પણ કરિયરમાં કરેલી ભૂલોમાંથી શીખીને હવે આગળ વધવું જોઈએ. પહેલાની ભૂલો ફરી કરવાનો ડર માંનામથી કાઢી નાખવો અને કરિયરમાં નવી શરૂઆત કરવી. મોનોટોનસ કામમાં પણ કઈ નવીનતા આવી જ શકે છે તે સમજીને નવેસરથી કામ હાથ પર લેવું.
રિલેશનશિપ: (સ્લોઈંગ ડાઉન)
આ સપ્તાહે તમારે ઘરના વડીલ સાથે વધુ સમય વિતાવો જોઈએ તેવી સલાહ આપી રહ્યા છે. વડીલ સાથે બેસીને તમને ઘણી નવી વાતો જાણવા અને શીખવા મળશે જે તમારા અંગત સંબંધો સારા કરવામાં મદદરૂપ થશે.
મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
હેલ્થ: (ધ સોર્સ)
મકર રાશિના લોકો માટે આ સપ્તાહ હેલ્થ વાઈઝ ખૂબ જ પોઝિટીવ રહેવાનું કાર્ડ જણાવે છે. અપચાનો કે એસિડીટીનો પ્રોબ્લેમ આવવાની શક્યતા છે.
કરિયર: (પ્લેફૂલનેસ)
કોઈ પણ કામ કે તાર્ગેતની ચિંતા કર્યા વિના જ તમે યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધશો તો દરેક કામ ખૂબ સરળતાથી પૂર્ણ કરી શકશો.
રિલેશનશિપ: (એડવેન્ચર)
કોઈ પણ નવા સંબંધો બનાવતા પહેલા વિચાર અવશ્ય કરવો, ઉતાવળ કરીને મિત્રો બનાવવા નહિ તેવી સલાહ કાર્ડ આપી રહ્યું છે. ફેમિલી સાથે પિકનિક પ્લાન સક્સેસફૂલ થાય.
કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18
હેલ્થ: (ટર્નિંગ ઇન)
ઈમોશનલ ડીસ્ટર્બન્સના કારણે તણાવ અને હાર્ટની તકલીફ આવાની શક્યતાઓ આ સપ્તાહે કાર્ડ જણાવી થયું છે. મેડીટેશન કરવાથી લાભ થાય.
કરિયર: (પોસિબીલિટી)
આ કાર્ડ જણાવે છે કે, જો નવી જોબ કે કામ સર્ચ કરવું હોય તો અત્યારથી પ્રયત્ન કરવાના શરુ કરો. તકો ઘણી ઓછી છે જેના કારણે યોગ્ય સમયે જો પગલાં લેવામાં નાં આવે તો હાથમાંથી સરકી જશે.
રિલેશનશિપ: (ટ્રાવેલિંગ)
તમારા કોઈ નજીકના સગા-સંબંધી કે મિત્રોને મળવા જવાનું થાય અથવા તે તમને મળવા આવે તેમ બની શકે છે. ફેમિલી સાથે ટ્રીપ પ્લાન કરવા માટે પણ આ વિક ખૂબ જ યોગ્ય છે.
મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19- માર્ચ 21
હેલ્થ: (નો-થિંગનેસ)
સ્વાસ્થ્ય આ સપ્તાહે નરમ-ગરમ રહ્યા કરે તેમ કાર્ડ જણાવે છે. આ પરિસ્થિતિમાં વધુ પડતી દવા લેવી નહિ અને ગભરાઈને કોઈ પણ નુસખા નહિ અપનાવવાની સલાહ કાર્ડ આપે છે.
કરિયર: (પ્રોજેક્શન્સ)
જૂના કામની ફેલયર્સ નવી શરૂઆત સાથે જોડ્યા વિના નવું કામ કરવું. જૂના કામની પેટર્નમાંથી હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે જેના કારણે હાલ કારકિર્દી અટકી ગઈ હોય તેમ લાગ્યા કરે. તમારી પોતાની જાત સાથેની ક્લેરિટી બાદ જ તમને કરિયરમાં નવી તકો મળશે તેમ કાર્ડ કહી રહ્યું છે.
રિલેશનશિપ: (સપ્રેશન)
તમારી આસપાસના લોકો તમને મદદ કરવા ચાહે છે પરંતુ તમે ખૂબ જ બધું ટેન્શન અને જવાબદારીઓ કારણ વિના પોતાના માથે લઇ લીધી છે જેના કારણે ચિડીયાપણું લાગે. અન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળવાના સ્થાને ધીમે-ધીમે કરીને પોતાની ભૂલો એક પછી એક સુધારો.
- ખુશ્બુ ત્રિવેદી








