શતરંગ / જાણો ટેરો કાર્ડ્સ શું કહે છે તમારા આ અઠવાડિયા વિશે
- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ

- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
મે 13 – મે 19
મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19
હેલ્થ: (ક્રિએટીવીટી)
આ કાર્ડ મુજબ આ સપ્તાહે હેલ્થ ખૂબ જ પોઝિટીવ દેખાઈ રહી છે. કાર્ડ ઓફ ક્રિએટીવીટી કહે છે કે, નેચર સાથે કનેક્ટ થઈને પોતાની મનગમતી પ્રવૃત્તિ નિયમિત રીતે કરતા રહેવાથી હેલ્થ ખૂબ સારી રહેશે. જો કે, સ્ત્રીઓ જો પોતાના ઈમોશન્સ છુપાવશે તો તેમને તેની આડ અસર ગાયનેક પ્રોબ્લેમ સ્વરૂપે થઇ શકે છે.
કરિયર: (હિલીંગ)
કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના તમારા પ્રોજેક્ટ આઈડીયાઝ વિષે ખુલ્લા મને વાત કરી શકશો. તમારી સાથે થતાં અન્યાય અથવા ઓફિસ પોલિટીકસથી આ સપ્તાહે ખાસ સંભાળવું. વિચાર્યા વિના ગુસ્સામાં આવીને કોઈને કશું કહેવું નહિ.
રિલેશનશિપ: (કોન્શિયસનેસ)
ઓવર થીંકીંગના કારણે પાર્ટનર સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે. કોઈ પણ પ્રકારની બ્લેમ હેમ કરતા પહેલા તે વાતની ખરાઈ કરવી આવશ્યક રહેશે. નાની નાની બબ્તેખોતું લગાડીને ઈગો બતાવ્યા વિના તમારે તેમાંથી શું શીખવાનું છે તે બાબત પર ફોકસ કરવું.
વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20
હેલ્થ: (ન્યુ વિઝન)
જૂની બીમારીમાંથી છુટકારો મેળવવા માટે નવા ડૉકટરને બતાવવાનું કાર્ડ જણાવી રહ્યું છે. ફિઝીકલ એકસરસાઈઝ કરવાથી સાંધાના દુઃખાવામાં રાહત રહે. ફીઝીયોથેરાપીસ્ટની જરૂર લાગે તો 10-12 દિવસ માટે તેમની મદદ લેવી.
કરિયર: (એકઝિસ્ટન્સ)
આ સપ્તાહે કારકિર્દીમાં વિચાર્યું ના હોય તેવી વ્યક્તિ પાસેથી મદદ મળવાના સંજોગો ઉભા થઇ શકે છે. અણધારી રીતે વેપારમાં ફાયદો થવાના ચાન્સીસ પણ જણાઈ રહ્યા છે. કરિયર માટે જે પણ વિચાર્યું હોય તે અચિવ કરવા માટે મેનિફેસ્ટ કરવાનું કાર્ડ સૂચન કરે છે.
રિલેશનશિપ: (પેશન્સ)
ખૂબ જ ધીરજ પૂર્વક આ સપ્તાહે સંબંધો હેન્ડલ કરવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. ઘરમાં પ્રેગનેન્ટ સ્ત્રી હોય તો તેનું ધ્યાન ખાસ રાખવું. કોઈ પણ ઝગડામાં એ યાદ રાખવું કે ગુસ્સો ક્ષણિક છે પણ તેમાં કહેવાયેલા શબ્દો સંબંધ બગાડી શકે છે.
મિથુન (જેમિની) મે 21- જૂન 21
હેલ્થ: (પોલિટીકસ)
આ કાર્ડ સૂચવી રહ્યું છે કે, આ સપ્તાહે કોઈ પણ પ્રકારની નાની તકલીફ પણ શરીરમાં દેખાય તો તેને અવગણ્યા વિના તેનો યોગ્ય ઈલાજ કરાવવો નહિ તો નાની તકલીફ મોટી બની શકે છે. હાર્ટ પેશન્ટે ખાસ કરીને સાચવવું.
કરિયર: (ક્રિએટીવીટી)
તમારા કામમાં જેમ બને તેમ વધુ નવીનતા લાવવાનો પ્રયત્ન કરવો. સેલ્ફ કોન્ફિડન્સ રાખીને તમારા નવા આઈડીયાઝ ક્લેરિટીથી પ્રપોઝ કરવાથી સફળતા મળે. બોરિંગ કામ પણ જો ક્રિએટીવ દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો કામ એન્જોય કરી શકાય.
રિલેશનશિપ: (અલોનનેસ)
આ સપ્તાહે કોઈ પણ સંબંધમાં વધારે ઇન્વેસ્ટ કર્યા વિના પોતાના માટે સમય ફાળવવો જરૂરી જણાય રહ્યો છે. કાર્ડ કહી રહ્યું છે કે, નવી રિલેશનશીપમાં જતા પહેલા અથવા કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલા પોતાની સાથે બેસીને વિચારવું. સોલો ટ્રીપ હેલ્પફૂલ બને.
કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22
હેલ્થ: (અવેરનેસ)
આ સપ્તાહ તમારી હેલ્થ માટે ઓવરઓલ ખૂબ પોઝિટીવ છે. ઓવરથિન્કિંગના કારણે માથાનો દુઃખાવો રહી શકે છે. મેડીટેશન કરવાથી ફાયદો થાય.
કરિયર: (પાર્ટીસિપેશન)
તમારા જ ફિલ્ડના પણ અલગ એક્સપર્ટી ધરાવતા લોકોને મળીને તેમની સાથે આઈડીયાઝ શેર કરીને કરિયર કે પ્રોજેક્ટ પ્લાન કરવાથી ફાયદો થઇ શકે છે. એ સાથે જ તમારા ભાગનું જે કામ હોય તેમાં તમે સો ટકા આપો જ તેનું ધ્યાન રાખવું.
રિલેશનશિપ: (ક્લીન્ગીંગ ટુ ધ પાસ્ટ)
ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો આ સપ્તાહે ઘરમાં ફરી ઉલ્લેખ થાય એમ બની શકે છે. તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે, જે ભૂલ પહેલા તમારાથી કે બીજા કોઇથી થઇ હોય તે યાદ કરીને તમે દુઃખી ના થાવ.
સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
હેલ્થ: (લવર્સ)
કાર્ડ ઓફ લવર્સ મુજબ તમારી હેલ્થ આ સપ્તાહે ખૂબ જ સારી રહેશે પરંતુ તમારા લવ્ડ વન્સની હેલ્થનું આ સપ્તાહે તમારે ધ્યાન રાખવું. હાર્ટ પેશન્ટસની પરિસ્થિતિ આ સુધરવાના ચાન્સીસ જણાય રહ્યા છે.
કરિયર: (સપ્રેશન)
તમારા કામ આ સપ્તાહે અટકતા જણાય રહ્યા છે. ડેડલાઈન પર કામ પૂર્ણ ના થાય અને તેના કારણે વધુ પડતું ટેન્શન આવી શકે છે તેવામાં તમારો વાંક સ્વીકારીને કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. તમારા કામમાં ડીલે માટે અન્ય લોકો પર બ્લેમ કરવો નહિ.
રિલેશનશિપ: (લેટિંગ ગો)
કોઈ પણ અંગત વ્યક્તિ કે તેની વાતો તમારા માનસિક સંતુલનને બગાડતી હોય તેવા લોકો અને વાતોને જવા દેવાની સલાહ આ સપ્તાહે કાર્ડ આપી રહ્યા છે. કોઈ પણ સંબંધ તમારા ઈમોશન્સને ઈમબેલેન્સ કરે તો તમારા પોતાના માટે સ્ટેન્ડ લેવું.
કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
હેલ્થ: (ધ સોર્સ)
ધ સોર્સના કાર્ડ મુજબ આ સપ્તાહે આપને અપચાનો કે પછી પેટના દુઃખાવાનો પ્રોબ્લેમ રહેવાની શક્યતા જણાય રહી છે. બને ત્યાં સુધી વધુ કોર એકસરસાઈઝ કરવી અને વધુ પાણી પીવું.
કરિયર: (કરેજ)
જે પ્રોજેક્ટ માટે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હોવ તેના હકારાત્મક પરિણામો આ સપ્તાહે તમને જોવા મળી શકે છે. તમે કરેલી મહેનત તમને ચોક્કસ આગળ વધારશે તે વિશ્વાસ રાખવો અને ક્યારે સફળતા મળશે તે ના દેખાતું હોય તો પણ આગળ વધતા રહેવું.
રિલેશનશિપ: (ફાઈટિંગ)
તમારો પરિવાર અને મિત્રો દરેક તમને મદદ કરવા માટે તૈયાર છે માત્ર જરૂર છે તમારા વિશ્વાસની. પહેલા જે પણ હર્ટ તમને મળી છે તેને યાદ રાખીને વર્તમાનમાં પોતાની તકલીફો છુપાવશો તો સંબંધો બગડી શકે છે.
તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
હેલ્થ: (હારમની)
હારમની કાર્ડ મુજબ જૂની બીમારીમાંથી રાહત મળતી જણાય. મેડીટેશન કરવાથી હેલ્થમાં ખૂબ બધા ફાયદા જોવા મળશે. સાયનસ અને માઈગ્રેનથી પીડાતા લોકો માટે થર્ડ આય અને હાર્ટ ચક્ર મેડીટેશનની સલાહ કાર્ડ આપી રહ્યું છે.
કરિયર: (ઈન્ટીગ્રેશન)
તુલા રાશિના લોકો માટે કરિયર વાઈઝ આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ હોવાનું આ કાર્ડ સૂચવે છે. દૂરંદેશી રાખીને અને ખૂબ જ શાંત થઈને પ્લાનિંગ કરવું. શિવજીને જળ ચડાવવાથી કરિયર ગોલ્સ પૂરા કરવા માટે સ્ટ્રેન્થ મળશે.
રિલેશનશિપ: (આઉટસાઈડર)
કોઈ પણ સંબંધમાં અન્ય કોઈ પણ વ્યક્તિને દોષ આપ્યા વિના પોતાની ભૂલ સ્વીકારવી. કોઈ પણ વ્યક્તિ તમને ત્યારે જ મદદ કરી શકે જયારે તમે પોતાની મદદ કરવા માટે તૈયાર હોવ તે યાદ રાખીને પહેલા જાતે પોતાના પ્રોબ્લેમ સમજો અને સ્વીકારો તે પછી જ અન્ય કોઈ પાસે તમને સમજવાની અપેક્ષા રાખવી.
વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
હેલ્થ: (ગિલ્ટ)
તમારે હેલ્થ માટે સચેત થઈને યોગ્ય પગલાં આ સપ્તાહે લેવા જ પડશે. ખાસ કરીને માથાનો દુઃખાવો સામાન્ય ગણવો નહિ, ચેક અપ અવશ્ય કરવી લેવું. કોઈ પણ વ્યક્તિ બીમાર પડી જ શકે છે તે સ્વીકારીને જાતે જ દવા કર્યા વિના ડૉકટર પાસે જવું વધુ યોગ્ય.
કરિયર: (એક્સપીરીયન્સિંગ)
તમારા બધા જ કામ ખૂબ જ સ્મૂધલી ચાલતા રહેશે. આ સપ્તાહે તમારે તમારી સમજ મુજબ કામ કરતા રહેવાનું છે અને પરિણામ માટે નહિ પણ નવો અનુભવ મેળવવા પર ફોકસ રાખવાનું છે તેમ આ કાર્ડ સૂચન કરી રહ્યું છે.
રિલેશનશિપ: (કંટ્રોલ)
દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ હોય છે તે સ્વીકારીને તમને જે રીતે ગમે તેમ જ બધા કરે તેવી અપેક્ષા આ સપ્તાહે રાખવી નહિ. પોતાના પાર્ટનર કે બાળકો પર વધુ પડતો કંટ્રોલ કે શંકા કરવી નહિ.
ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
હેલ્થ: (ઠંડરબોલ્ટ)
આ સપ્તાહે તમારી હેલ્થ માટે અચાનક જ સતેજ થઈને યોગ્ય ફૂડ, એકસરસાઈઝ પર ફોકસ કરવાનું મન થશે. સેવન ચક્ર મેડીટેશન ખૂબ જ હેલ્પફૂલ થશે.
કરિયર: (એડવેન્ચર)
કોઈ નવા કામ કે જોબ માટે આકર્ષણ થઇ શકે છે. જીજ્ઞાસાવૃત્તિ સાથે નવી તક તમારા માટે શું સફળતા લાવી શકે છે, ભવિષ્ય માટે કેટલી સારી છે તે બધી જ બાબતો પર વિચાર કરીને સાવચેતીથી આગળ વધવું તેવી સલાહ કાર્ડ આપી રહ્યું છે.
રિલેશનશિપ: (ઇનોસન્સ)
તમારા નજીકના લોકો જ તમારા માટે ખરાબ બોલે અથવા તમારા માટે ખરાબ સમાચાર ફેલાવી શકે છે તેથી સચેત રહેવું તેમ કાર્ડ સૂચવી રહ્યું છે.
મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
હેલ્થ: (રાઈપનેસ)
આ સપ્તાહે હેલ્થ ઓવરઓલ પોઝિટીવ જણાય રહી છે. બને તેટલા વધુ ફ્રુટ્સ ખાવા. ઇવનિંગ વોકથી ફાયદો થશે તેમ કાર્ડ કહી રહ્યું છે. જે લોકો જૂની બીમારીથી પીડાતા હોય તેમને આ સપ્તાહે રાહત મળશે પણ, દવા લેવાનું છોડવું નહિ.
કરિયર: (ટ્રાવેલિંગ)
કામ માટે આઉટ ઓફ સ્ટેટ અથવા સિટી ટ્રાવેલ કરવાનું થઇ શકે છે. જો તમે જોબ ચેન્જ માટે વિચારી રહ્યા હોવ તો આ સપ્તાહે તક આવી શકે છે. તમારા ફિલ્ડના કામને વધુ સમજવા માટે ટ્રાવેલ પ્લાન કરવા માટે આ વીક યોગ્ય જણાય છે.
રિલેશનશિપ: (શીચ્ઝોફર્નીયા)
તમારા ભૂતકાળના સંબંધોને છોડીને આગળ વધવાનો નિર્ણય તમે લઇ લીધો હોય તો આ સપ્તાહે તે નિર્ણયમાં આગળ વધવું. ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે તમારા વર્તમાન સંબંધોમાં મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખવું. પોતાના માટે જે યોગ્ય છે તે નિર્ણય લેતા અચકાવું નહિ.
કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18
હેલ્થ: (પાસ્ટ લાઈવ્સ)
કાર્ડ ઓફ પાસ્ટ લાઈવ્સ સૂચવી રહ્યું છે કે, આ સપ્તાહે જૂની બીમારી ઉથલો મારી શકે છે તો તેનું ધ્યાન અવશ્ય રાખવું. મહિલાઓને ગાયનેક ઈશ્યુ આવી શકે છે. પથરીનો પ્રોબ્લેમ હોય તે લોકોએ સમજવું કે આમાંથી છુટકારો મેળવવા માટે તમારા ઈમોશન્સને હીલ કરવા જરૂરી છે.
કરિયર: (ઓર્ડીનરીનેસ)
કરિયર બાબતે આ સપ્તાહ સામાન્ય જણાય રહ્યું છે. જો તમે બ્રેક લેવાનું વિચારી રહ્યા હોલવ તો આ વીક ખૂબ જ યોગ્ય છે. વધારે પડતા પ્રમોશન કે સકસેસની અપેક્ષા રાખવી નહિ.
રિલેશનશિપ: (ધ માઈઝર)
તમારી અંગત વ્યક્તિને આ સપ્તાહે પૈસાની મદદની જરૂર પડી શકે છે તેવામાં તમારે મદદ કરવી તેમ કાર્ડ સૂચવી રહ્યું છે. સંબંધમાં આપેલા પૈસા મદદના ઈરાદે આપવા, વ્યાજની લાલચ કરવી નહિ.
મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19- માર્ચ 21
હેલ્થ: (બ્રેક થ્રુ)
જૂની બીમારીમાંથી આ સપ્તાહે છુટકારો મેળવવા માટે હાર્ટ ચક્ર અને સોલાર પ્લેક્સ્સ ચક્ર મેડીટેશન કરવાનું કાર્ડ ઓફ બ્રેક થ્રુ સૂચવી રહ્યું છે. ફિઝીકલ એકસરસાઈઝથી અપચાનો પ્રોબ્લેમ દૂર થવામાં મદદ મળશે.
કરિયર: (ધ ફૂલ)
આ સપ્તાહે કારકિર્દીમાં નવો રસ્તો મળી શકે છે, નવી શરૂઆત થઇ શકે છે. પૂરતા પ્લાનિંગ અને રિસ્ક કેલ્ક્યુલેશન સાથે આગળ વધવાથી લાંબા ગાળે સફળતા મળશે.
રિલેશનશિપ: (એક્ઝોશન)
કરિયર ટેન્શનના કારણે સંબંધો પર વધુ ધ્યાન ના આપી શકવાના કારણે મુશ્કેલી થઇ શકે છે. જો કે, ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાંથી બ્રેક લઈને પાર્ટનર કે પરિવાર સાથે આ સપ્તાહે સમય વિતાવવાથી નવા આઈડીયાઝ અને સપોર્ટ મળી રહેશે.
- ખુશ્બુ ત્રિવેદી








