શતરંગ / જાણો ટેરો કાર્ડ્સ શું જણાવે છે આપના આવનારા અઠવાડીયા વિશે
- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સર

- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
જૂન 17 – જૂન 23
મેષ (એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19
હેલ્થ: (ફલાવરિંગ)
તમારી હેલ્થ આ અઠવાડિયે ખૂબ જ સારી થતી દેખાશે. આ કાર્ડ કહી રહ્યું છે કે, બધા જ ગ્રહો તમારા સ્વાસ્થ્યને સપોર્ટ આપતા જણાઈ રહ્યા છે જેના કારણે જો તમારે ફિટનેસ એક્ટીવિટી શરુ કરવી હોય તો ખૂબ જ સારો સમય છે.
કરિયર: (પાસ્ટ લાઈવ્સ)
છેલ્લા કેટલાંક સમયમાં તમે જે રીતે કામ કર્યું હશે તેનું ફળ આ સપ્તાહે મળી શકે છે. મહેનતનું ફળ મળશે, આળસ કરી હશે તો કામ અટકશે તેમ આ કાર્ડ કહી રહ્યું છે.
રિલેશનશિપ: (અવેરનેસ)
નજીકના લોકોની સચ્ચાઈ આ સપ્તાહે તમારી સામે આવી શકે છે. એવી માહિતી સામે આવી શકે છે જે તમને જે તે વ્યક્તિની સાચી ઓળખ કરાવશે. કાર્ડ કહે છે જે જો કોઈ અંગત વ્યક્તિની સચ્ચાઈ બહાર આવે તો તેને સ્વીકારવી ને આગળ વધવું અને અવગણવી નહિ.
વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20
હેલ્થ: (મેચ્યોરિટી)
આ કાર્ડ જણાવે છે કે, આ રાશિના જાતકોની હેલ્થ આ સપ્તાહે ખૂબ જ સારી રહેશે. બને તેટલું વધુ ઘાસમાં ચાલવું અને મેડીટેશન કરવું જેથી કરીને લાંબા ગાળે પણ હેલ્થ સારી રહે.
કરિયર: (ટ્રસ્ટ)
કારકિર્દીની દ્રષ્ટીએ આ સપ્તાહે તમારે પોતાની જાત પર સૌથી વધુ વિશ્વાસ રાખવો પડશે તેમ આ કાર્ડ કહી રહ્યું છે. એક વાર નિર્ણય લીધા પછી વધારે વિચારવું નહિ. કામ હાથ પર લીધા પછી તે થશે કે નહિ તે વિચાર્યા કરતા કેવી રીતે થશે તેના પર ફોકસ કરવું.
રિલેશનશિપ: (ચેન્જ)
ઘણા બધા લોકો સાથેન આત્મારા સંબંધોના સમીકરણો આ સપ્તાહે બદલાશે તેમ કાર્ડ ઓફ ચેન્જ દર્શાવી રહ્યું છે. જે પણ બદલાવ આવે તે સ્વીકારીને જીવનમાં આગળ વધવું.
મિથુન (જેમિની) મે 21 - જૂન 21
હેલ્થ: (રિસેપ્ટીવિટી)
આ કાર્ડ કહે છે કે, આ સપ્તાહે હેલ્થ સારી રાખવા માટે સ્વાસ્થ્ય સંબંધી સલાહ કોઈ જાણકાર વ્યક્તિ આપે તો માનવી. વોટર બોડી પાસે મેડીટેશન કરવાથી હેલ્થ સારી થાય. ફિઝીકલ હેલ્થ ઈશ્યુ ટાળવા હોય તો ઈમોશનલ પ્રોબ્લેમ્સ છુપાવવા નહિ.
કરિયર: (ધ ક્રિએટર)
આ સપ્તાહે તમારા બોસ અથવા કલીગ સાથે ઈગો ઇશ્યુઝ આવી શકે છે. અ કાર્ડ કહે છે, કોઈ પણ પ્રોજકેટમાં જે ખરેખર ફાયદાકારક હોય તે સ્વીકારવું અને સેલ્ફ ઈગો કરતા વધુ મહત્ત્વ કામ પૂર્ણ કરવા પર આપવું.
રિલેશનશિપ: (એક્ઝિસટન્સ)
સૌથી અંગત સંબંધમાં કોઈ અજાણી કે પછી છુપી વાતો આ સપ્તાહે તમારી સામે આવી શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધો ખરાબ ના કરે તેનું ધ્યાન રાખવું.
કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22
હેલ્થ: (ફાઈટિંગ)
કાર્ડ ઓફ ફાઈટિંગ કહી રહ્યું છે કે, સ્વાસ્થ્યમાં આ સપ્તાહે ઉતાર ચડાવ આવી શકે છે. બોડી પેઈન, તાવ જેવી બીમારીથી સાચવવું. વધારે પડતો ગુસ્સો કરવાથી હાઈ બીપીનો એટેક થઇ શકે છે.
કરિયર: (બિયોન્ડ ઈલ્લ્યુઝન)
તમારી કારકિર્દીમાં તમે વિચાર્યું હૂય એના કરતા કોઈ અલગ પરિણામ આવી શકે છે. કોઈ પણ નેગેટિવ બાબત બને તો તમારે તેમાંથી શું શીખવાનું છે તે વિચારવું. જે વાત તમને દેખાય છે તેના કરતા અલગ છે તે સમજીને કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવો નહિ.
રિલેશનશિપ: (ગિલ્ટ)
પરિવારના વૃદ્ધો કે પછી પેરેન્ટ્સ દ્વારા તમારું જીવન તેમની રીતે જીવવાનું દબાણ આવી શકે છે. જો આમ બને તો પોતાના પર વિશ્વાસ રાખીને તેમની વાતોમાં આવવું નહિ. કોઈ પણ પ્રકારની ઈમોશનલ કે મેન્ટલ ગિલ્ટથી બચવું.
સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
હેલ્થ: (ધ માઈઝર)
આ કાર્ડ જણાવે છે કે, આ સપ્તાહે બોડી પેઈન અને તેમાં પણ ખાસ કરીને બેક પેઈનની તકલીફ આવી શકે છે. વોકિંગ અને અન્ય ફિઝીકલ એકસરસાઈઝ કરવાથી ફાયદો થાય.
કરિયર: (અબન્ડન્સ)
આ સપ્તાહે બોસના પ્રેશરના કારણે ટેન્શન રહ્યા કરે. તમારા કામમાં નવી બાબતો શીખવાની જરૂર લાગે. નવી સ્કિલ અથવા તો નવી ટેલેન્ટ ડેવલપ કરવાથી પ્રમોશન આવી શકે છે.
રિલેશનશિપ: (સ્લોઈંગ ડાઉન)
પરિવારના વડીલ સાથે સમય વિતાવવાની સલાહ આ સપ્તાહે આ કાર્ડ આપી રહ્યું છે. નવા સંબંધો આગળ વધારતા પહેલા સમય લેવો. કોઈ પણ અંગત સંબંધોમાં કોઈ પણ બાબતે ઉતાવળિયા નિર્ણય પર આવવું નહિ.
કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
હેલ્થ: (સ્કિઝોફ્રેનિયા)
હેલ્થ બાબતે આ સપ્તાહે ઘણું સાચવવું તેવું સૂચન આ કાર્ડ કરી રહ્યું છે. સ્ટ્રેચિંગ જેવી કસરત તમને બોડી પેઈનથી બચાવી શકે છે. તાવ, શરદી કે વાઈરલ ઇન્ફેકશન થઇ શકે છે.
કરિયર: (ટ્રાવેલિંગ)
ટ્રાવેલિંગનું કાર્ડ કહે છે કે, કામ બાબતે ટ્રાવેલ કરવાના યોગ છે. નવી જોબ જોઈન કરવા માટે આ વિક ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. આ કાર્ડ એમ પણ કહે છે કે, આ સપ્તાહે ટ્રાવેલ કરવાનું આવે તો હનુમાન ચાલીસા કરીને અથવા ઇષ્ટ દેવને પ્રોટેક્શન માટેની પ્રાર્થના કરીને નીકળવું.
રિલેશનશિપ: (અલોનનેસ)
આ સપ્તાહે તમારે બધા જ સંબંધોમાં બ્રેક લઈને પોતાના માટે સમય વિતાવવો જોઈએ તેવી સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. કોઈ પણ સંબંધ બનાવવાનો કે તોડવાનો નિણર્ય લેતા પહેલા સેલ્ફ એનાલિસીસ કરવું અને એ પછી જ કોઈના પણ ઇન્ફ્લુઅન્સ વિના નિર્ણય લેવો.
તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
હેલ્થ: (વી આર ધ વર્લ્ડ)
આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ પોઝિટીવ રહેશે તેમ આ કાર્ડ જણાવે છે. ડાન્સ, સેવન ચક્ર મેડીટેશન જેવી એક્ટીવીટીઝ લાભકારક રહે. તમને ગમતા લોકો સાથે સમય વિતાવવાથી હેલ્થ પર હકારાત્મક અસર પડશે.
કરિયર: (કરેજ)
કાર્ડ ઓફ કરેજ કહે છે કે, ઘણા લાંબા સમયથી જે કામ મેળવવા મહેનત કરી રહ્યા હોવ તે કામ મળવાના દરવાજા આ સપ્તાહે ખૂલી શકે છે. મહેનત અને ધગશથી તમારું કામ કરતા રહેવું, થોડી તકલીફ આવે તો પણ હિંમત ર્કાહીને કાર્ય કરતા રહેવાથી સફળતા મળે.
રિલેશનશિપ: (ધ લવર્સ)
તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો સુધારવાની તક આ સપ્તાહે તમને મળતી જણાશે. નવા પ્રેમ સંબંધો શરુ થઇ શકે છે. આ રાશિના જાતકો માટે ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથેના રિલેશન્સ પર ધ્યાન આપવાનું, પ્રોપર કોમ્યુનિકેશન કરવાનું કાર્ડ સૂચન કરે છે.
વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
હેલ્થ: (ઓર્ડિનરીનેસ)
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહે સ્વાસ્થ્ય સામાન્ય હોવાનું આ કાર્ડ જણાવી રહ્યું છે. બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો. ફ્રૂટ્સ અને સલાડનું સેવન કરવાથી હેલ્થ વધુ સારી રહેશે.
કરિયર: (આઉટ સાઈડર)
તમારી કારકિર્દી તમારી અસમજણના કારણે સ્લો થઇ શકે છે તેમ આ કાર્ડ જણાવે છે. આ સપ્તાહે તમારે જાતે જ સોલ્યુશન પર ફોકસ કરીને નવા આઈડીયાઝ અને નવા પ્રોજકેટ બાબતે વિચારવાનું છે. અન્ય લોકોની હેલ્પ મળે તો જ થાય તે વિચારને બદલીને તમે જાતે કેવી રીતે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો તેની પર ફોકસ કરવું.
રિલેશનશિપ: (ક્રિએટીવિટી)
કાર્ડ ઓફ ક્રિએટીવિટી કહે છે કે, આ સપ્તાહે તમારા જીવનના સ્ત્રી પાત્રો તરફથી તમને વધારે મદદ મળશે. આ સપ્તાહ તમારે તમારા માતા, બહેન કે વાઈફને ખુશ રાખવા તેમ કાર્ડ સલાહ આપે છે.
ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
હેલ્થ: (એક્ઝોશન)
ખૂબ બેઠાડું જીવન હશે તે લોકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્યની મુશ્કેલી લાવી શકે છે તેમ કાર્ડ ઓફ એક્ઝોશન જણાવે છે. આ રાશિના લોકોએ બ્રેક લઈને પોતાના માટે સમય ફાળવવો જોઈએ અને હેલ્થ રિલેટેડ ઇશ્યુઝના આવે તે માટે ફિઝીકલ કસરત કરવી.
કરિયર: (કંડિશનિંગ)
આ કાર્ડ કારકિર્દીમાં થોડો નબળો સમય દર્શાવી રહ્યું છે. તમારે પોતાની ટેલેન્ટને પરખીને અન્ય લોકોના મતનો વિચાર કર્યા વિના પોતાની આંતરસૂઝ સાથે કામ કરવું પડશે. કલીગ અથવા બોસ તમારા વિચારોને દબાવીને તમારો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો ના કરે તેનું ધ્યાન રાખવું.
રિલેશનશિપ: (લેઝીનેસ)
તમારા અંગત લોકો માટે તમને પ્રેમ છે, સન્માન છે તે આ સપ્તાહે તમારે તમારા એક્શન દ્વારા સાબિત કરવું પડશે. તમારો સમય અને એક્ટીવ પ્રેસન્સ તમારા ફેમિલીને જોઈએ છે તે બાબત સમજીને ઈમોશનલ એટેન્શન આપવાનું સૂચન આ કાર્ડ કરી રહ્યું છે.
મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
હેલ્થ: (કોન્શિયસનેસ)
કાર્ડ ઓફ કોન્શિયસનેસ કહે છે કે, તમારે આ સપ્તાહે બોડી પેઈન, વાઈરલ ફીવર અને માથાના દુઃખાવાથી ખાસ સાચવવું જોઈએ. ઓવરથિન્કિંગના કારણે ઊંઘ આવવામાં મુશ્કેલી થઇ શકે છે.
કરિયર: (મોરાલિટી)
તમારા સ્વાસ્થ્યના કારણે કામ અટકી શકે છે, તેવી પરિસ્થિતિમાં અન્ય કોઈની મદદ લેવામાં શરમ અનુભવવી નહિ. હેલ્થની રિયાલીટી ધ્યાનમાં રાખીને કામ હાથ પર લેવું.
રિલેશનશિપ: (મોમેન્ટ ટુ મોમેન્ટ)
તમારા સ્વાસ્થ્યના કારણે કોઈ પણ સામાજિક ફંક્શનમાં જવા માટે ઉતાવળ કરવી નહિ. તમારા ખરા સંબંધી કોણ છે તે આ સપ્તાહે ધીરજ રાખીને માત્ર પોતાના પર ફોકસ રાખશો તો ચોક્કસ ખબર પડશે.
કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18
હેલ્થ: (ધ ડ્રીમ)
આ સપ્તાહે સ્વાસ્થ્ય સામાન્ય રહેવાનું આ કાર્ડ કહી રહ્યું છે. ધ ડ્રીમ કાર્ડ મુજબ વધુ પડતા વિચારોના કારણે ઊંઘ પૂરી નાં થાય, સ્ટ્રેસના કારણે શોલ્ડર કે બેક પેઈન થાય તેવા ચાન્સીસ જણાઈ રહ્યા છે. બને તેટલો આરામ કરવો.
કરિયર: (ઇનર વોઈઝ)
ઇનર વોઈઝનું કાર્ડ જણાવે છે કે, ઓફિસમાં દરેક નિર્ણયો પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને જ લેવો. જેટલી માહિતીની જ્યાં જરૂર હોય તેટલી જ આપવી, વધુ પડતું બોલવું નહિ.
રિલેશનશિપ: (સોર્સ)
તમારા દરેક લોકો સાથેના સંબંધો કોઈને કોઈ કારણસર બગડતા રહે છે તો તેનું મૂળ ક્યાં છે તે શોધવા માટે આ સપ્તાહ ઉત્તમ હોવાનું આ કાર્ડ જણાવે છે. કોઈ પણ વિવાદમાં તમારે શું શીખવાનું છે માત્ર તે બાબત પર ફોકસ કરવું અને વિવાદ ટાળવો.
મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19- માર્ચ 21
હેલ્થ: (ધ ફૂલ)
આ સપ્તાહે તમારી હેલ્થ ઓવરઓલ ખૂબ જ પોઝિટીવ જણાય છે. જો કે, આ કાર્ડ કહે છે કે, આકસ્મિક ઈજાથી સાચવીને રહેવું. પગની ઈજા થઇ શકે છે તેથી સંભાળવું. જાતે જ પોતાના ડૉકટર આ સપ્તાહે બનવું નહિ.
કરિયર: (સાયલન્સ)
લાંબા સમયથી અટકેલા કામો આ સપ્તાહે થઇ શકે છે અને તે માટે માત્ર તમારા એક્શન્સ પર ધ્યાન આપવું. તમારા પ્લાન્સ કોઈ પણ સાથે શેર કરવા નહિ, મૌન રાખીને માત્ર કાર્ય કરતા રહેશો તો સફળતા ખૂબ જલદી આવશે તેમ આ કાર્ડ જણાવે છે.
રિલેશનશિપ: (બ્રેક થ્રુ)
જે સંબંધોમાંથી નીકળવા માટે તમે લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યા હતા તેમાંથી આ સપ્તાહે સફલતાપૂર્વક બહાર આવી શકશો. તમારા મનની વાત સાંભળીને તમારા માટે જે યોગ્ય છે તે નિર્ણય લેવા માટેની શક્તિનો અનુભવ તમને થશે.
- ખુશ્બુ ત્રિવેદી








