શતરંગ / જીવવા માટે સપનાં જોવા જરૂરી છે
- ચાલ જિંદગી મારી સાથે &n

- ચાલ જિંદગી મારી સાથે
એ તમને રડાવતાં, ભલે એ તમને પોતાની પાછળ દોડાવતાં, ભલે એ તમને હંફાવતા, ભલે એ તૂટે એટલે તમને રડવાનું ન થાય, સપનાં તૂટે એટલે રડો, ખુબ રડો, ત્યાં સુધી રડો જ્યાં સુધી એ સપનાં તૂટવાનું દુઃખ ઓસરી ના જાય. તમને રડવાનો અધિકાર છે બસ એ સપનાંઓને ભૂલવાનો અધિકાર નથી, એમને મારવાનો અધિકાર નથી, એ સપનાંઓને બદલવાનો અધિકાર નથી. એ સપનાંઓ સાથે સમાધાન કરવાનો અધિકાર નથી. કારણ કે જો કોઈ કહેતું હોય કે એક જિંદગી સપનાંઓ પુરા કરવા બહુ નાની છે, તો એટલું ભૂલતાં નહિ કે આ એક જિંદગી સપનાં પૂરું કરવા મોટી પણ છે.
સપના જોવાથી લઈને સપનાં પુરા થવા આ એક મુસાફરી છે જેમાં એવું બનશે કે લોકો તમને નહિ ગણે, લોકો તમને નહિ સાંભળે, લોકો તમને નહિ સમજે, લોકો હસશે તમારા પર, લોકો તમને સલાહ આપશે, મેણાં મારશે, નીચા પાડશે, તમારી પ્રતિભા પર શંકા કરશે, અને એવી પરિસ્થિતિ ઓઅન ઉભી કરશે કે તમને જ તમારી પ્રતિભા પર શંકા થઇ જાય લોકો તમને તક નહિ આપે અથવા તમને મળેલી તકને છીનવવાની કોશિશ કરશે પણ ત્યારે તમે એમ માનજો કે એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે કદાચ. પણ તમને તમારી જાતને નહિ અવગણો, તમે તમારી વાત સાંભળશો, તમે તમારી જાતને સમજશો, તમે તમારા પર નહિ હસો, તમે તમારી જાતને મેણાં નહિ મારો. તમને એનો અધિકાર નથી. તમને અધિકાર છે બાંહો ફેલાવીને આકાશને બાહુપાશમાં સમાવવાનો. તમારી સપનાં પુરા કરવાની આ દોડ એ વિઘ્ન દોડ બની જશે. વિધ્ન કુદરતી હશે અને કૃત્રિમ પણ હોઈ શકશે. અને એવું પણ શક્ય છે કે તમને જાણનારા લોકો પણ એ વિઘ્ન દોડના વિઘ્ન બનશે. તો શું કરશો? દોડવાનું છોડી દેશો? અને દોડવાનું છોડી પણ દીધું તો એનાથી દુનિયાને શું ફરક પડશે? યાદ રાખો સપનાં આપણા છે તો પુરા પણ આપણે જ કરવા પડશે. એને પુરા કરવાનાં રસ્તા પણ આપણે જ શોધવા પડશે. રસ્તા જડે નહિ તો બનાવવા પડશે. તક મળે નહિ તો ઉભી કરવી પડશે.
આ દોડ અને આ મુસાફરી આસન નહિ હોય. ઘણી વખત એમ થશે કે કે હું ક્યારેય સફળ નહિ થાઉં અને જયારે જયારે આવું થાય ત્યારે બોલો, જોરથી બોલો, પૈસા નથી -વાંધો નથી, કોઈ સપોર્ટ નથી - વાંધો નથી, ઉંમર થઇ ગઈ છે-વાંધો નહિ.. શરીર સાથ નથી આપતું - વાંધો નથી. જેટલી પણ મુશ્કેલીઓ વિચારી શકો વિચારો અને એનો જવાબ આપો...પણ સપના જુઓ..
સપનાં જુઓ, પોલીયો છે તો પણ મેરેથોન દોડવાના, અંધ છો પણ ચિત્રકાર બનવાના, ૮૫ વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચઢવાના, 4 પાસ છો તો પણ લેખક બનવાનાં, મકાઈ વેચતાં વેચતાં આઈ.આઈ.એમ.માં એડમીશન લેવાના, ૩૫ વર્ષની ઉંમરે કલેકટર બનવાના, મુક છો પણ ગાવાના, બધીર છો પણ સંગીતકાર બનવાના, ચાલીમાં રહીને અખબારના ફ્રન્ટ પેજ પર આવવાના, જીવલેણ બીમારી હોય તો પણ લાંબુ જીવવાના, સપનાં જુઓ....
અને સપનાને કહો ‘ચાલ સપના મારી સાથે’ કારણ કે આ સપનાં ના માત્ર તમને જીવાડે છે પણ આ સપનાં જ તો છે જે જિંદગી ચલાવે છે. જીવવા માટે સપનાં જોવા જરૂરી છે’ આ સપનાં જ તો છે જે આખી સૃષ્ટિ ચલાવે છે. તો આંખમાં સપનાં ભરી હોઠ પર સ્મિત લાવી જિંદગીને જોરથી બોલાવો અને કહો..’ચાલ જિંદગી મારી સાથે’....
- અર્ચના તેજસિંહ ચૌહાણ








