મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / શું ગ્લાસ ઉપાડવામાં પણ કોણીમાં દુઃખાવો થાય છે?

- જાગૃતતા જરૂરી કશું પણ ઉપાડવામાં કોણીના બહારના ભાગમાં દુઃખાવો થાય તેને ટેનિસ એલ્બો કહેવામાં આવે છે. ટ

શતરંગ / શું ગ્લાસ ઉપાડવામાં પણ કોણીમાં દુઃખાવો થાય છે?

- જાગૃતતા જરૂરી

કશું પણ ઉપાડવામાં કોણીના બહારના ભાગમાં દુઃખાવો થાય તેને ટેનિસ એલ્બો કહેવામાં આવે છે. ટેનિસ એલ્બો નામ પરથી તમને એવું લાગશે કે આ ટેનિસ રમતા પ્લેયરમાં જ થાય છે પરંતુ એવુ નથી. ઘરના અને રોજબરોજના ઘણા કામ કરવામાં જ્યારે સ્નાયુનો વધુ પડતો ઉપયોગ થાય ત્યારે તેના લીધે સ્નાયુમાં સોજો આવી જાય છે. જો દુઃખાવા સાથે પણ કામ ચાલુ રાખો તો સ્નાયુ જે હાડકા પર જોડાય છે ત્યાં સખત દુઃખાવો થાય છે. 

કોને થવાની સંભાવના વધુ હોય છે? 

→ ખેલાડીઓને

→ જીમમાં વધુ પડતું વજન ખોટા એન્ગલમાં ઉપાડવાથી 

→ કાંડાનો અને પંજાનો ઉપયોગ વધુ પડતો કરવાથી 

→ વધુ પડતું ટાઇપિંગ, રાઇટિંગ, કરવાથી 

→ પ્લમ્બિન્ગ, બાગકામ, મજૂરી કરતી વ્યક્તિઓને

→ મ્યુઝીશિયન (ગિટાર કે વાયોલિન વગાડતી વ્યક્તિને) વગેરે

ટેનિસ એલ્બોનાં લક્ષણો શું છે?

→ ટેનિસ એલ્બોનાં લક્ષણો ધીમે ધીમે વિકસે છે. શરૂઆતમાં હળવો દુઃખાવો સમય જતાં અતિશય દુઃખાવામાં ફેરવાય છે. 

  • કશું પણ ઉપાડવામાં કોણીની બહારના ભાગમાં અતિશય દુઃખાવો
  • ઘરના રોજિંદા કામમાં પણ કોણીમાં સતત દુઃખાવો 
  • હાથ કોણીમાંથી વાળતી વખતે પણ દુઃખાવો
  • વાહન ચલાવવા, ખાવામાં, પેન પકડવામાં પણ દુઃખાવો
  • કોણી જકડાઈ જવી વગેરે

ટેનિસ એલ્બોનું નિદાન કેવી રીતે થાય છે?

– ટેનિસ એલ્બોનું નિદાન શારીરિક પરીક્ષણ અને અમુક સ્પેશિયલ ટેસ્ટથી જ થઈ જાય છે.

– અમુક દર્દીઓને MRI ની જરૂર પડે છે. 

ટેનિસ એલ્બોની સારવાર શું છે? 

→ ટેનિસ એલ્બોની સારવાર દવા અને ફિઝિયોથેરાપી છે.

→ અમુક દર્દીઓને સ્ટીરોઇડ ઇન્જેક્શન કે સર્જરીની જરૂર પડે છે.

★ ટેનિસ એલ્બોને મટાડવા હાથને સંપૂર્ણ આરામ આપવો જોઈએ. આરામ આપવાથી ટેનિસ એલ્બોનો સોજો જલ્દીથી કાબુમાં આવે છે.

→ બરફનો શેક ખૂબ જ ફાયદાકારક છે. 

→ ટેનિસ એલ્બો સ્પ્લિન્ટ પહેરીને જ કામ કરવું જોઈએ.

ટેનિસ એલ્બોને સંપૂર્ણ મટાડી સ્નાયુને મજબૂત કરવાં જરૂરી છે. નહિ તો ગમે ત્યારે થોડું પણ વધુ કામ આવે ત્યારે એ દુઃખાવો પાછો આવી શકે છે.

- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)

આ સમાચાર શેર કરો