શતરંગ / મહેચ્છાની MRP
- નોન ફિલ્ટર્ડ"જો કોઈ કામમાં તું સફળ ન થયો તો તું શું કરીશ?" "હું પ્રયત્ન ચાલુ રાખીશ. કદી હાર નહીં માનું.""ના, યાદ રાખજે કે તું જો કો

- નોન ફિલ્ટર્ડ
"જોકોઈકામમાંતુંસફળનથયોતોતુંશુંકરીશ?"
"હુંપ્રયત્નચાલુરાખીશ. કદીહારનહીંમાનું."
"ના, યાદરાખજેકેતુંજોકોઈપણવ્યક્તિનેબદલીશકેતોએતારીજાતનેજહશે. જોતેંતારુંકામબરાબરકર્યુંહોયઅનેએકામકરવામાંતેંતારોશ્રેષ્ઠદેખાવકર્યોહોયઅનેછતાંતુંસફળનથાયતોજવાદેતાંયશીખવાનું. હંમેશાંબીજુંકામ, બીજીસ્ત્રીકેબીજાઉત્તમમિત્રોમળશેજ. દયામણાનેનિરાશથઈનેકોઈપરિસ્થિતિમાંએકદિવસપસારકરવોએનોઅર્થએથાયછેકેખુશીઓતરફલઈજતારસ્તાપરજવામાંતુંએકદિવસમોડોછું."
"એનોઅર્થએકેમારેસરળરસ્તોઅપનાવવાનો?"
"ના, હુંતનેપ્રયત્નકરવાનોઅનેપકડીરાખવાનોફર્કસમજાવવામાગુંછું."
બે મહાન ગણતા ફિલ્મી લેજન્ડ્સનું ફરજંદ, જેને નેપોટીઝમનો સીધો ફાયદો મળી શકે એમ હોવા છતાંય ફિલ્મ લાઈન પોતાના માટે નથી એ યોગ્ય સમયે સમજીને છોડનાર 'મિસીસ ફનીબોન્સ' ટ્વિંકલ ખન્નાનો પોતાના દીકરા સાથેનો આ સંવાદ જીવનની સફળતાનું રહસ્ય છે.
નક્કી કરેલું ધ્યેય કે પ્રિય પાત્ર મેળવવા અંતિમ હદ સુધી લડી લેવું પડે. કરિયરની ટોચે પહોંચવા કે સંબંધને સાચવવા જાત નીચોવવી પડે. પ્રતિષ્ઠા કે પ્રેમ પામવા અને ટકાવી રાખવા સમય અને સ્વની આહુતિ લગાતાર આપતા રહેવી પડે.
પણ સઘળું કર્યા બાદ પણ ધાર્યું પરિણામ ન મળે તો? અંતિમ હદ સુધી લડ્યા બાદ પણ હાર મળે તો? જાત નીચોવ્યા બાદ પણ સામે સૂકું ભઠ રણ મળે તો? લગાતાર આહુતિઓ આપ્યા બાદ પણ અંધકાર મળે તો?
વર્ષો જેનામાં ટેલેન્ટ, ટાઈમ કે ઇમોશન્સ ઇન્વેસ્ટ કર્યા હોય એને છોડવાનો વિચાર પણ ઇડિયોટિક લાગે. જેને જીવનનો પર્યાય જાણ્યો હોય એના વગરનું જીવન જ શું? રાતોની રાતો જાગીને ગૂંથેલા એ સ્વપ્નને રાતોરાત ભૂલીને બીજું સ્વપ્ન ક્યાંથી જોવાય? હા, અઘરું છે સ્વીકારવું કે બધા પ્રયત્નો વ્યર્થ ગયા! પણ સમયે, આઈ રીપિટ, સમયે સ્વીકારી લેવું અર્થહીન આશા પાછળ આવતી ઘોર નિરાશાને નાથવાની ચાવી છે. ક્યારેક હાર ન માનવાની જીદ જ સહુથી મોટી હાર બની જાય છે. જીવનમાં અંતે એ જ જીતે છે જે હાર સ્વીકારવાનું જીગર રાખે છે. છોડી દેવું કે જતું કરવું હંમેશા પલાયનવાદ નથી હોતો, ક્યારેક એ પ્રારંભ હોય છે નવા પ્રયત્નો તરફના પ્રયાણનો. શું જોઈએ છે એ જાણવું જેટલું જરૂરી છે, એનાથી વધારે મહત્વનું છે એ જાણવું કે એ મેળવવાની મહત્તમ કેટલી કિંમત ચૂકવી શકાય! મહેચ્છાની MRP (ટાઈમ એન્ડ ટ્રાયલ્સ) નક્કી નહીં કરો તો શક્ય છે કે ખોટનો સોદો કરી બેસો. આવતીકાલની જે શક્યતાઓની આશામાં વર્તમાન વેદનામય બની જતો હોય એમાંથી છૂટવું નિરાશા નથી, નિરાંત છે.
હા, માન્યું કે સહેલું નથી હોતું એમ છોડી દેવું. ખુદની સાથે તો લડવાનું જ હોય છે, સાથે લોકોમાં અને ઘણીવાર પરિવારમાં મજાકનું પાત્ર બનવાનો ડર હોય છે! લૂઝરનું એ ટેગ દુનિયાના કોઈ પણ લગેજ કરતાં ભારે લાગે છે. પણ, એટલી સમજ કેળવવી પડે કે એ ટેગનો ભાર તમારે જ ઉતારવો રહ્યો. યાદ રાખો, સફળતાથી ખુશી નથી મળતી. જે ક્ષણે તમે ખુશ છો, તમે સફળ છો. દુનિયાને સમજાવવું કે દુનિયા સામે પોતાની સક્ષમતા સાબિત કરવી એ તમારું કામ નથી. હા, જાતને જોઈતો સમય આપો જે છૂટ્યું છે એનો શોક મનાવવાનો. પછી કરો તર્પણ અને માંડો પગ નવા પથ પર.
- કૃતિ શાહ








