મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સિન્ડ્રેલાનો પ્રશ્ન: પાર્ટી ક્યારે ના છોડવી?

- ફેસબુકથી હાર્ટબુક સુધી સિન્ડ્રેલા મૂવીની એક્સ્ટ્રેક્ટ લાઈન એકવાર વાંચેલી "cindrella

શતરંગ / સિન્ડ્રેલાનો પ્રશ્ન: પાર્ટી ક્યારે ના છોડવી?

- ફેસબુકથી હાર્ટબુક સુધી 

સિન્ડ્રેલા મૂવીની એક્સ્ટ્રેક્ટ લાઈન એકવાર વાંચેલી "cindrella had to leave party because her magic was about to begin". સિન્ડ્રેલાની સોતેલી માં એને ત્રાસ આપે અને અચાનક ભાગ્ય એને રાજકુમાર પાસે લઈ જાય અને એક ડાન્સ પછી એનું જીવન બદલાઈ જાય. આપણી તો સંસ્કૃતિ આખી ત્યાગના મહિમા ગાય છે. શિવ સતીને છોડવા માગતા નહિ જ હોય, કૃષ્ણે ગોકુળ ક્યાં મૂકવું હતું..!!?, રામ અયોધ્યા કે સીતાને મૂકવા માગતા જ નહોતા ને...!જ્યારે કઈ બહુ મોટું હાથ ધરવાનું કે કરવાનું હોય ત્યારે ત્યારે કોઈ સૌથી પ્રિય જગ્યા કે વ્યક્તિને આ અસ્તિત્વ નિમિત્ત બનાવીને આપણને એનાથી દૂર કરવાની માયાજાળ રચે. સ્વીકાર ભાવ જેટલો વધારે એટલું ઝડપથી આપણને નક્કી કરેલા લક્ષ કે વ્યક્તિ સુધી પહોંચી શકીએ. પણ વાત હવે શરૂ થાય છે. કે લક્ષ્ય / એ final destination જેવી વ્યક્તિ સુધી પહોંચી ગયા પછી શું..!!!?
વિચારો....!! 

જ્યારે જ્યારે આપણે બધા જ આપણા શરૂવાતના નવા નવા ગુલાબી પ્રેમના phase માં હોઈએ છીએ ત્યારે આવુ સિન્ડ્રેલા મેજિક તો આપણાં બધાં સાથે થાય જ છે. વાત/ઉપરના વાક્યમાં ખાલી ઉલટ પુલટ એટલી જ છે કે આપણને એ પાર્ટી છોડવાનું મન પ્રાપ્ત થઈ ગાયના અમુક સમય/વર્ષો બાદ થાય નહિ...!? સહજ વાત છે . જે વસ્તુ મળે એનો મોહ ઓછો થાય. અમુક ને થાય અમુકને ના થાય પણ દેશની ટેકનોલોજીમાં જેટલું આધુનિકીકરણ થયું એના કરતાં ૧૦ ગણી ઝડપે સંબંધો અને પ્રેમમાં આધુનિકીકરણ થયું છે. શક્ય છે કે આવનારી પેઢીનો જન્મ પ્રેમના ભાગરૂપે ના થયો હોય પણ એ ટેકનિકલ પ્રેમની પેદાશ હોય.

આ પાર્ટી છોડી દેવા વાળો ભાગ કેટલો સરળ થઈ ગયો છે ને આજકાલ...!! અને એનાથી મોટી કરુણતા શું હોય! કે આપણા માટે કોઈ જગ્યા કે વ્યક્તિ સાથે રહેવું અઘરું અને છોડી દેવું સરળ છે. સંસ્કૃતિમાં જે પુરાવાઓ છે એમાં "છોડવું પડ્યું" હોય ના સંદર્ભો છે નહિ કે છોડી દીધું હોય. ત્યાગ અને જાણી જોઈને કરેલા ત્યાગમાં ઘણો ફરક. પહેલો ત્યાગ ધર્મ છે અને બીજો છેતરામણી.અન્યાય અને પીડાઓ હોય એ સંબંધ મૂકવો પડે જ એવી કોઈ વાતમાં અત્યારે પડવું નથી એ અલગ વિષય છે.

આપણે તો વાત લીલીછમ લાગણીઓની કરવાની છે એટલે આ પાર્ટી છોડવા વાળી વાતને સાવ પૂર્ણવિરામ આપીને હવે જઈએ એવા સંબધો શરૂ કરવા તરફ જેને તમે/આપણે ક્યાંક ને ક્યાંક અલ્પવિરામ આપ્યું છે કે આપવાનો વિચાર કરી રહ્યા છો.

સો બોસ..!! એન્ડ માય લેડી બોસ...!! કોઈપણ સ્ત્રી પુરુષના feminist અને manhood વાતમાં પડ્યા વગર એવું જ વિચારીએ કે ક્યારે કોઈ સંબંધ/વ્યક્તિ/જગ્યા ક્યારેય ના મૂકવી..!?

૧) આપણી ભૂલોને આપણો આદર - મનુષ્યત્વ કે આત્મસન્માન ઘવાય નહિ એવી રીતે કોઈ સુધારવાની કોશિશ કરે એવું વ્યક્તિ હોય તો સુધરી જવાય નહિ? એને મુકાય નહિ.

૨) આખાય દિવસની રજાપાટ અને ખાલીપો એ વ્યક્તિના સ્નેહથી ભરી શકાય જો , તો એને મુકાય નહિ....

૩) જેની હાજરી આપણને મજબૂત બનાવે મજબૂર નહિ. અને કોકવાર તો ઢીલા પણ બનાવી દે એને ના મુકાય કેમ કે જીવનમાં મજબૂત અને ઢીલા બંને હોવાની જરૂર પડે છે.

૪) જ્યારે પોતાને ખુદનો ભાર લાગવા લાગે ત્યારે આપણને થોડા સરળ કે હલકા ફૂલ બનાવી શકે એવી સ્ટૂપિડ અર્થ વગરની વાતો કરવા બાજુમાં બેસી જાય એ વ્યક્તિને મુકાય નહિ...

૫) જ્યાં પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ અને અખંડિતતા જોખમાય નહિ, જે આપણા ભાવ અને અભાવ બંનેને સરખું મહત્વ મળે એનું અપમાન ના થતું હોય એને તો ક્યારેય છોડાય નહિ.

૬) શૂન્યથી થયેલા આપણા આખાય સર્જનમાં જે બહુ મહત્વનો સંઘર્ષો નો ભાગ આવે છે એ સંઘર્ષો અને ધીરજ ના રહેતી હોય એવા અધીરાઈ વાળા સમયમાં આપણી સાથે આપણા chaos નો હિસ્સો બન્યા હોય એવા વ્યક્તિને ક્યારેય નહી મૂકવાનું.

આમાં તો હજી કેટલું બધું લાંબુ લીસ્ટ થાય કેટલું બધું ઉમેરી શકાય પણ વાત અહીંયા એટલી જ છે કે કદાચ આવું કોઈ ન પણ હોય તો કે જે હજાર છે એને પણ એવું બનાવી શકાય ને...!!? માણસ જંગલી પ્રાણીને ટ્રેઈન કરી શકે તો પોતાની જેવા જ દેખાતા ઊર્ધ્વ મુલ અધ: શાખા જેવા બીજા માણસને ના કરી શકે ...!? પ્રાણ પ્રકૃતિ ભલે સાથે જાય પણ ઋણાનુબંધ લખાઈને આવેલા સંબંધો સાચવવા માટે મારી વાત સાવ ખોટી તો નહિ જ લાગે... ખરું ને!?

એ સંબંધ પછી કોઈપણ હોય .. માતા - પિતા - પ્રિયજન - ભાઈબંધ કોઈપણ નામી અનામી સંબંધ એક કરતા વધારે વાળા ચાન્સ deserve કરે છે. એક હદ સુધી તો કરે જ છે. પછી તો ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું પણ સંબંધો અને લાગણીઓ આપણી સાવ પોતાની લીલીછમ્મ મૂડી છે ઓલા લચકતા ખેતર ના હોય ત્યારે પણ અંદર એક ખૂણો લીલો રાખે એવી. તો આવા દરેક ચાન્સ પર આપણને ડાન્સ કરી શકીએ એવી શુભ ભાવનાઓ સાથે આ ડિજિટલ પરબીડિયામાં તમને બંધ કરીને વ્હાલ મોકલાવું છું. રાખી મૂકવા નહિ વહેંચવા માટે... તમારાઓ માટે અને થોડું મને પણ મોકલજો હો...

- પ્રેરણા દવે

આ સમાચાર શેર કરો