શતરંગ / કેન્સર સંજીવની: શુ આગામી સમયમાં ગેમ ચેન્જર બની શકશે આ કેન્સર રસી?
- જિજીવિષા એક વર્ષ પહેલા, લંડન સ્થિત, 55 વર્ષીય એક હટાકટા એલી

- જિજીવિષા
એક વર્ષ પહેલા, લંડન સ્થિત, 55 વર્ષીય એક હટાકટા એલીયેટને સપનેય ખ્યાલ ન્હોતો કે આવનારા દિવસો એમના માટે ઘાતક સાબિત થશે. શરીરમાં કોઈ પણ બીમારીના લક્ષણ વગર માત્ર બ્લડ ટેસ્ટના આધારે વાલસોલની એક હોસ્પિટલમાંથી તેમને તાત્કાલિક બોલાવવામાં આવે છે.
સીટી સ્કેન અને કોલોનોસ્કોપી કર્યા બાદ એમને આંતરડાનુ કેન્સર ડાયોગનાઈઝડ થાય છે. ત્યારબાદ તેનું ઓપરેશન થાય છે, જેમાં તેમનું મોટુ આંતરડું લગભગ 30 સેન્ટિમીટર જેટલું કાપી નાખવામાં આવે છે. આટલુ થયા બાદ પણ, કેમોથેરાપી, રેડિયેશન અને અસંખ્ય દવાઓના મારા બાદ પણ તેમનો જીવન પ્રત્યેનો લગાવ તેમને નવી દિશા સૂચવે છે અને બરહિંગહામમાં આવેલા કવીન એલીઝબેથ હોસ્પિટલમાં તે કેન્સરની રસી માટે ચાલતાં ટ્રાયલમાં પોતાનું ભગ્ય અજમાવવા માટે પહોંચે છે.
'હું આ પગલાં દ્વારા હજારો નહિ પણ લાખો લોકોની જિંદગીમાં પોઝિટિવીટી ફેલાવા માંગુ છું. જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ દ્વારા લાખો કેન્સરગ્રસ્ત લોકોને પ્રોત્સાહિત કરી તેમની આશાઓ જીવંત રાખવા માંગુ છું. જો આ ટ્રાયલમાં સફળતા મળશે, તો લાખો લોકો મોત પહેલા જ અસહ્ય જીવનથી હિંમત નહિ હારે'.
- અને કુદરતી કમાલ એ છે કે NSH એ થોડા દિવસો પહેલા એક ઓફિશિયલ એનાઉસમેન્ટ કર્યું છે, કે તેમણે કેન્સરની વેક્સીન દ્વારા પોતાના પહેલા દર્દીને એટલે કે એલીયેટને કોલોન કેન્સરમાંથી સંપૂર્ણ પણે ઉગાર્યો છે.
તો ચાલો જાણીયે, શું છે આ ચમત્કાર પાછળના ચોકવનારા સત્યો:
શુ છે આ રસી અને કેવી રીતે કામ કરે છે?
કેન્સરની રસી mRNA નામક પરમાણુ ઉપર આધારિત છે, અગાઉ પણ કોરોનાની રસી દરમ્યાન આ ટેકનિકનો ઉપયોગ થઇ ચુક્યો છે. જે દર્દીના ગાંઠનુ કે કેન્સરગ્રસ્ત કોષોનુ વિશ્લેષણ કરે છે, તેમજ તેમને ઓળખે છે. જેથી વિશેષજ્ઞો તેના પરથી વિશિષ્ટ વ્યક્તિગત રસી બનાવે છે. જે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કેન્સરગ્રસ્ત કોષો સામે લડવા માટે તૈયાર કરે છે. આનાથી એક વાર કેન્સરની સર્જરી થયા બાદ, ફરી કેન્સરના કોષો શરીરમાં નાશ કરે છે જેથી તેઓ ફરી જીવંત થતાં નથી.
આ રસી કોના માટે છે?
તંદુરસ્ત લોકો આ રસી લઈ શકતા નથી, કેમકે આ એક પર્સનાલાઈઝડ રસી છે. જે લોકોને એક વખત કેન્સર થઇ ચૂક્યું છે કે કેન્સરની સર્જરી થઇ ચુકી છે, તેઓ આ રસીના ટ્રાયલ માટે પોતાના લોહીના નમૂના આપી શકે છે. લોહીમાં રહેલા ખાસ ઘટકોના આધારે, વ્યક્તિગત રીતે આ રસી તૈયાર થાય છે. જે ખાસ એક જ વ્યક્તિના કેન્સરના કોષો સામે લડવા બનેલી છે.
લોન્ચપેડ
NSH એ ઇંગ્લેન્ડની એક સંસ્થા છે, જે ઘણી જ જિનેટિક્સ પર આધારિત સંસ્થાઓ સાથે મળીને વેક્સીનના ટ્રાયલ માટે કામ કરે છે. ઈંગ્લેન્ડની 19 હોસ્પિટલો પહેલાથી જ કેન્સર વેક્સિન લૉન્ચ પૅડ પર સાઇન અપ કરી ચૂકી છે, એટલે કે ઇંગ્લેન્ડની ઘણી જ હોસ્પિટલમાંથી તેઓ કેન્સરની વેક્સીન ટ્રાયલ માટેના દર્દીઓ વર્ચ્યુલી ઓનલાઇન મેળવી લીધાં છે અને 2026 સુધીના દર્દીઓ તેમની પાસે ટ્રાયલ માટે આવી ચુક્યા છે. આમાં ઘણા પ્રકારના કેન્સરના દર્દીઓનો સમાવેશ થાય કે જેઓ સ્વાદુપિંડ અને ફેફસાના કેન્સર જેવા રસીની ટ્રાયલમાં પણ જોડાઈ શકે છે.
આડ અસર
આ રસી સંપૂર્ણપણે ટ્રાયલ બેઝ પર હોવાથી, સંભવનાઓ હજુ પણ પડદા પાછળ જ છે, જોકે એક્સપર્ટસના આધારે આ રસીની કોઈ વધુ હાનિકારક આડઅસરો ધ્યાનમાં આવી નથી, સામાન્ય હાથમાં કે શરીરમાં દુખાવો થવો કે થોડી બેચેની જેવી આડઅસરો દર્દીઓએ અનુભવેલી છે.
કેન્સર યુકે રિસર્ચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇયાન ફોલેસ્કનુ માનવું છે કે 'જો આ રસી સફળ સાબિત થાય તો આંતરડા સહિત અન્ય ઘણા કેન્સર માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઇ શકશે'.
પરંતુ હજુ પણ બાયોફાર્માસ્યુટિકલ કંપનીઓ બાયોએનટેક અને જેનેનટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી કેન્સરની રસી ટ્રાયલ હેઠળ છે. નોંધનીય છે કે હજુ સુધી નિયમનકારો દ્વારા મંજૂર કરવામાં આવી નથી.
- જીજ્ઞા જોગીયા








