મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વાત વ્યક્તિની હોય કે સૃષ્ટિની... બધું સંચાલન પ્રકૃતિનાં ગુણો દ્વારા થાય છે

- ગીતા Talks સફળતા પછી વ્યક્તિ વિનમ્ર થઈ જાય તો એ જીવન સરળ ક

શતરંગ / વાત વ્યક્તિની હોય કે સૃષ્ટિની... બધું સંચાલન પ્રકૃતિનાં ગુણો દ્વારા થાય છે

- ગીતા Talks

સફળતા પછી વ્યક્તિ વિનમ્ર થઈ જાય તો એ જીવન સરળ કરી લે છે.એમ જ નિષ્ફળતામાં કુદરતની ઈચ્છા જોઇને આગળ વધી જાય તો એ બોજ હળવો કરી લે છે.

     થોડા વખત પહેલા સચિન તેંડુલકરનો એક જૂનો ઇન્ટરવ્યુ વાંચ્યો. એમાં સચિનને પૂછાયું કે, “આ સફળતા પાછળ તમારી મહેનત વિશે કહો...” સચિનનો જવાબ હતો કે, “બેશક, મેં ઘણી મહેનત કરી છે, પણ આજે પાછું વાળીને જોઉ તો એમ થાય કે માત્ર મારી મહેનતથી કઈ નથી થયું, મહેનત તો ઘણા લોકો કરે છે, આખા દેશમાં મારા કરતાં વધુ ક્રિકેટિંગ ટેલેન્ટ હોય એવા લોકો રહ્યા જ હશે, પણ એમાં એવું બન્યું હોય કે એમની પાસે મારા ભાઈ અજિત તેંડુલકર જેવો ભાઈ ના હોય, જે મારી પાંચ વર્ષની ઉમરે મારી ટેલેન્ટ ઓળખી ગયો હતો, એવો ભાઈ મળે તો એને મને મળ્યા એવા રમાકાંત આચરેકર જેવા કોચ ના મળ્યા હોય. મૂંબઈમાં રહેવાને લીધે મને જે અમુક એડવાંટેજ મળ્યા, અમુક સુવિધાઓ મળી, એવી સુવિધાઓ એને ન મળી હોય...મહેનત તો ઘણા લોકો કરે છે, પણ બધુ જ આપણે નથી કરતાં, ઘણું એવું છે જે થાય છે. થયા કરે છે.” 

     આ જવાબ કેટલો અદભૂત છે! સચિન ‘મેં આમ મહેનત કે તેમ સંઘર્ષ કર્યો.’ એવો ય જવાબ આપી શક્યા હોત, પણ સચિને સફળતાનો શ્રેય વહેંચી દીધો. સફળતા પછી વ્યક્તિ વિનમ્ર થઈ જાય તો એ જીવન સરળ કરી લે છે.એમ જ નિષ્ફળતામાં કુદરતની ઈચ્છા જોઇને આગળ વધી જાય તો એ બોજ હળવો કરી લે છે. બધું આપણે કરતા નથી, પ્રકુતિ એની મેળે ગોઠવતી જાય છે. કૃષ્ણ ગીતામાં આ વાત બહુ સહજ રીતે કહે છે. 

ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’ના 27માં કૃષ્ણ કહે છે,

प्रकृतेःक्रियमाणानिगुणैःकर्माणिसर्वशः।
अहङ्कारविमूढात्माकर्ताऽहमितिमन्यते।।3.27।।

     શ્લોકનો ભાવાનુવાદ જોઈએ તો કૃષ્ણ કહે છે કે, “બધા જ કર્મો (कर्माणि सर्वशः) પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે (प्रकृतेः क्रियमाणानि गुणैः) પણ અહંકારથી ભરેલો વ્યક્તિ એવું માને છે કે હું જ કર્તા છું. (अहङ्कारविमूढात्मा कर्ताऽहमिति मन्यते)”

     ગીતાના શ્લોકોમાં મનોવિજ્ઞાનનો સ્પર્શ સતત અનુભવાતો રહે છે. કૃષ્ણ પ્રકૃતિનાં ગુણો સત્વ, રજસ, તમસની વાત છેડે છે. કૃષ્ણ કહે છે કે પ્રકૃતિના ગુણોથી આ સમગ્ર સૃષ્ટિ ચાલે છે. વાત વ્યક્તિની હોય કે સમષ્ટિની કે સમગ્ર સૃષ્ટિની...એ બધુ સંચાલન પ્રકૃતિનાં ગુણો દ્વારા થાય છે. આપણે એટલા સજાગ નથી હોતા એટલે આપણને લાગે કે આ બધુ હું કરું છું. પણ આપણે તો બસ એક વાહક છીએ. આપણી ડ્રાઇવિંગ સીટ પર તો આ ત્રણ ગુણોરૂપી  ડ્રાઈવર બેસેલા હોય છે. એમાથી જ્યારે જે ડ્રાઈવરના હાથમાં સ્ટેરિંગ હોય એમ આપણે ચાલીયે છીએ...

આ ત્રણ ગુણો: સત્ત્વ, રજસ અને તમસના લક્ષણો કેવા? 

     જ્યારે આપણે શાંત હોઈએ છીએ, જ્યારે કોન્ફિડેન્ડ હોઈએ છીએ, જયારે આગળના રસ્તા બધા ક્લીઅર દેખાવા લાગે.  જ્યારે કોઈને ય હાનિ કે  કોઇની પંચાત કરવાનો કોઈ વિચાર નથી આવતો ત્યારે સમજવું કે અત્યારે સ્ટેરિંગસત્વનાહાથમાંછે. 

     જ્યારે સતત વ્યસ્ત રહીએ, પણ એમાં કોઈ ઊંડાણ ના હોય, પોતે અંદર ડોકિયું કર્યા વિના બસ મશીન જેમ પોતાને વ્યસ્ત રાખીએ ત્યારેરજસઆપણનેડ્રાઈવકરેછે. 

     જ્યારેતમસડ્રાઈવકરેછેત્યારે તો એ આપણને સારા રસ્તેથી કિનારે ઉતારીને ખાડાખબડીએ રસ્તે પુરપાટ દોડાવે છે. જ્યારે આળસ, નકરાત્મકતા, સુસ્તી, વાસના, નિષ્ક્રિયતા, કોઈને હાનિ કરવાની વૃતિ વગેરે જન્મે છે.

     આમાં એમ નથી સમજવાનું કે એક પણ ગુણ ખરાબ કે ખોટો છે, દરેકનો પોતાનો એક રોલ છે, after all આ ત્રણેય ગુણોમાં આખી સાયકોલોજી છે. જેમ તાસીર અને તન્દુરસ્તી પિત્ત, વાયુ, કફ જેવા ત્રણ ગુણોથી ચાલે છે. એમ વ્યક્તિ હોય કે વિશ્વ એ પ્રકૃતિના આ ત્રણ ગુણોથી ચાલે છે. એટલે કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે, ‘હે અર્જુન! તું એ બાબતે જાગૃત રહે...બીજા કોઈ પ્રાણીઓ કે જડ ચેતન આમ સજાગ રહીને પોતાના ક્યાં ગુણને કમાન્ડ સોંપવી એ નક્કી કરી શકતા, પણ માણસ એક એવો જીવ છે જે જાગૃત રહે તો પોતે ક્યાં ગુણમાં હાથમાં પોતાની જાત સોંપવી એ નક્કી કરી શકે...”

     આગળસચિનનાઈંટરવ્યુંનીવાતકરીએમ ,એસજાગતાહોયતોવ્યક્તિએનીડોરસત્વનાહાથમાંસોંપેછે. અહંકારનાહાથમાંનહીં, સમયને  વોટ્સએપના  સ્ટેટ્સની જેમ બદલાતા વાર નથી લાગતી, તો સફળતા હોય કે નિષ્ફળતા, વ્યક્તિ વિનમ્ર હોય, સજાગ હોય, સરળ હોય...એટલે એ ગીતાના આ શ્લોકનું જીવતું જાગતું ઉદાહરણ સમજવું.

 આપણાં ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનો શેર છે કે: 

અહીંપહોચ્યાપછીએટલુંસમજાયછે,

કોઈકશુંકરતુંનથી,આબધુતોથાયછે. 

ગીતા વિચાર:

સત્ત્વ, રજસ, તમસ...આ ત્રણેય ગુણોથી જે ઉપર ઉઠી જાય એ ગુણાતીત થઇ જાય છે !

- મિલી મેર 

આ સમાચાર શેર કરો