મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અખંડ સૌભાગ્યનું પ્રાપ્ય વ્રત: વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત

- શબ્દ ઝણકાર સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રત નું ખુબ જ વિશેષ મહત્વ છે

શતરંગ / અખંડ સૌભાગ્યનું પ્રાપ્ય વ્રત: વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત

- શબ્દ ઝણકાર 

સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રત નું ખુબ જ વિશેષ મહત્વ છે. આ વ્રત હિન્દુ પંચાંગ અનુસાર, જેઠ માસની પુનમના દિવસે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્રત 2 દિવસ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ વૈશાખ માસની અમાસ ના દિવસે કરવામાં આવે છે, તો ઘણી જગ્યાએ એટલે કે, ગુજરાતમાં જેઠ માસની પુનમના દિવસે કરવામાં આવે છે.

કોણે કરવાનું હોય છે આ વ્રત?

પરિણીત સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્ય તેમજ નિરોગી અને સુખી જીવનની કામના કરવામાં આવે છે.

શું માટે કરવું અને તેનું વિશેષ મહત્વ: 

સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા જીવન અને તંદુરસ્તી માટે કરવામાં આવે છે અને એવી માન્યતા છે, કે આ વ્રત કરવાથી પતિના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ ટળે છે. સાવિત્રી દેવીના આશીર્વાદથી એમને સુખી જીવન ફલિત થાય છે. આ સિવાય અકાળ મૃત્યુ નો ભય પણ દૂર થાય છે.

આ વ્રત કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. આ વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને હિન્દુ ધર્મ મુજબ, વડનાં વૃક્ષ માં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. એટલે કે ત્રિદેવ નો વાસ છે. ત્યાં સાવિત્રી દેવી પણ નિવાસ કરે છે. એટલા માટે જે કોઈ પરણિત સ્ત્રીઓ આ દિવસે વ્રત કરે છે તેમને ત્રિદેવના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં વડનું વૃક્ષ ખુબ પૂજ્ય માનવામાં આવે છે. જે કોઈ સ્ત્રી વડના વૃક્ષની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સુતરના તાંતણે બાંધે છે. એવું કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થાય છે. તેમજ દામ્પત્ય જીવન શુદ્ધ રહે છે. આ દિવસે સાવિત્રી દેવી, સત્યવાન તેમજ વડના વૃક્ષનું પૂજન થાય છે. આ દિવસે સાવિત્રી દેવીને શણગારની વસ્તુઓ ધરાવાય છે, ફૂલો તેમજ કંકુ-ચોખા વડે પૂજન કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતની કથા સાંભળી યથાશક્તિ મુજબ દાન પણ કરવામાં આવે છે. દિવસભર વ્રત કરીને રાત્રે ચંદ્ર દર્શન કરીને વ્રતનું એકટાણું કરવામાં આવે છે. આ દિવસે પતિ તેમજ ઘરના તમામ વડીલો ના આશીર્વાદ લેવાથી અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ મળે છે. માન્યતા મુજબ, જે કોઈ સ્ત્રી સાચા મનથી, સાચા ભાવથી વ્રત કર્યું હોય, તેના નિયમોનું ચોક્કસ રીતે પાલન કર્યું હોય તો તને જરૂરથી વ્રત નું પુણ્ય ફળ મળે છે. આપણા શાસ્ત્રો પ્રમાણે, ભગવાન વિષ્ણુના નાભિમાંથી કમાડ પ્રગટ થયું હતું અને અન્ય દેવતા માંથી વિવિધ વૃક્ષો નો જન્મ થયો અને તે જ સમયે યક્ષના રાજા મણિભદ્ર વડે આ વડના વૃક્ષ નો જન્મ થયો હતો. 

આ વિશેષતા અને લાંબા આયુષ્ય ને કારણે આ વૃક્ષને અમર માનવામાં આવે છે. અને એટલા માટે જ આ વ્રત વડના વૃક્ષની નીચે કરવામાં આવે છે. બીજું કારણ એ પણ છે, કે સતી સાવિત્રી એ પોતાના પતિને વડના ઝાડ નીચે જ યમરાજ પાસે 400 વર્ષનું આયુષ્ય માંગ્યું હતું, અને તેમને ફરીથી જીવિત કર્યાં. તે દિવસથી લઇ આ દિવસ સુધી આ વ્રત કાયમ રહ્યું છે.

વટ સાવિત્રી વ્રત પૂજાની સામગ્રીમાં મુખ્યત્વે:

દેવી સાવિત્રી કે સત્યવાનની મૂર્તિ, કથા નું પુસ્તક, રક્ષાસૂત્ર, કાચું સુતર, વડ ના ફળ, કંકુ, સિંદૂર, ચોખા, નાડાછડી, ચંદન, દીવો, અત્તર, ધૂપ, શૃંગારની સામગ્રી, સવા મીટર કપડું, પતાસા, પાન, સોપારી, પુરી, ગોળ, પલાળેલા ચણા, મગફળી, પાણીનો કળશ, નાળિયેર, મીઠાઈ વગેરે જરૂર હોય છે. 

તમામ વ્રત રાખનાર સૌભાગ્યવતી સ્ત્રીઓને મા સાવિત્રી દેવી ના આશીર્વાદ મળે અને આ પુણ્ય તથા પવિત્ર વ્રત ફાળે એવી પ્રાર્થના.

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો