મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

સતરંગ / બુધ વક્રી અને અસ્તઃ તમારા જીવન પર શું અસર થશે?

प्रियंगुकलिकाश्यामं रूपेणांप्रतिमं बुधम्।सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्

સતરંગ / બુધ વક્રી અને અસ્તઃ તમારા જીવન પર શું અસર થશે?

प्रियंगुकलिकाश्यामं रूपेणांप्रतिमं बुधम्।
सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम्॥

હે બુધદેવ! તમારી કાયા પ્રિયંગુની કળી જેવી શ્યામ છે. તમારા ચહેરા પર તેજ છલકે છે. તમે તમામ ગુણોથી યુક્ત છો. હું તમને દંડવત્ પ્રણામ કરું છું. મારો ઉદ્ધાર કરો
.
જ્યોતિષશાસ્ત્રમાં બુધને રાજકુમારનો દરજ્જો આપવામાં આવેલો છે. બુધ બુદ્ધિ, શીખવું, સમજવું, જાણવું, શિક્ષક, લેખન-વાંચન, અકાઉન્ટિંગ, વકીલાત, પુસ્તક લેખન, શૈક્ષણિક બુદ્ધિમતા, ચતુરાઈ, વાણી, ભાષણ, ગણિત, જ્યોતિષ, વ્યાપાર, ખગોળશાસ્ત્ર, વક્તા, વિદ્વાન, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પત્રકાર, અખબાર સાથે સંકળાયેલી વ્યક્તિ. કાગળ સંબંધિત વેપાર, પ્રિન્ટિંગ, મિત્ર, મામા, કાકી, વાણીનો વેપાર, વેદ જ્ઞાન, મામા પક્ષના ભાઈ-બહેન, નૃત્ય, વાયવ્ય દિશા, નાભિ, પક્ષીની ભાષા. તીર્થયાત્રા, રસિકતા અને હાસ્યનો કારક છે. બુધ શેરબજારમાં વોલેટિલિટીનો કારક ગ્રહ છે. 

હાલ બુધ મેષ રાશિમાં છે. વક્રી છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય છે. મેષ અગ્નિ તત્ત્વ રાશિ છે. આથી વાણીમાં ઉગ્રતા, મિસકોમ્યુનિકેશન, બફાટ જોવા મળે. બુધ હાલ ગંડાંતમાં છે. ગંડાત એટલે અગ્નિ તત્ત્વ રાશિની પહેલી ડિગ્રી અને જળ તત્ત્વ રાશિની છેલ્લી ડીગ્રીનો એરિયા. 11મી એપ્રિલ સુધી બુધ ગંડાંતમાં રહેશે. આ દરમિયાન અણધારી ઘટનાઓ જોવા મળી શકે છે. સુનામી, વહાણની જળ સમાધિ, નૌસેના યુદ્ધ, સામુદ્રિક તોફાન, શેરબજાર ક્રેશ આ પ્રકારની ઘટનાઓ ઘટી શકે છે.

બુધ નવમી એપ્રિલે રાતે 09.36 વાગ્યે ઊંધો ચાલતા-ચાલતા મીન રાશિમાં પ્રવેશ કરશે. 25મી એપ્રિલ સુધી બુધ વક્રી રહેશે અને ફરી પાછો 10મી મે એ મેષ રાશિમાં પુનઃપ્રવેશ કરશે. 4 એપ્રિલથી બુધ અસ્ત છે અને 25મી એપ્રિલ સુધી રહેશે. આ દરમિયાન મિથુન અને કન્યા રાશિના જાતકો તથા આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતીના જાતકો પર સર્વાધિક અસર જોવા મળે. વિવિધ રાશિના જાતકોને બુધ વક્રી, રાશિ પરિવર્તન અને અસ્તની શું અસર થશે તે જોઈએ.

મેષઃ તમારી કુંડળીમાં બુધ પ્રથમ સ્થાનમાંથી બારમે જશે. તે ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. આરોગ્ય સાચવવું. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. મોસાળ તરફથી કોઈ નકારાત્મક સમાચાર મળી શકે. મુસાફરી ટાળવી. લખવામાં ધ્યાન રાખવું.

વૃષભઃ તમારી કુંડળીમાં બુધ બારમા સ્થાનમાંથી 11મા સ્થાનમાં જઈ રહ્યો છે. તે બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે. તમને અચાનક કોઈ લાભ થશે. શેરબજારથી દૂર રહેવું. સંતાનોનું ધ્યાન રાખવું. બોલવામાં ધ્યાન રાખવું.

મિથુનઃ તમારી કુંડળીમાં બુધ 11મા સ્થાનમાંથી 10મા સ્થાનમાં જશે. તે પહેલા અને ચોથા સ્થાનનો માલિક બને છે. કારકિર્દીમાં ખોટા નિર્ણયો ન લેવાય તેનું ધ્યાન રાખવું. મનને કાબૂમાં રાખવું. કારકિર્દીમાં પરિવર્તનના યોગ બને છે.

કર્કઃ તમારી કુંડળીમાં બુધ 10મા સ્થાનમાંથી નવમા સ્થાનમાં જશે. તે ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બને છે. ટ્રાવેલિંગ કરવાનું ટાળવું. નાના ભાઈ-બહેન અને પિતાની ચિંતા કરવી. કારકિર્દીમાં ધ્યાન રાખવું. ભાગ્યમાં પલટો આવશે.

સિંહઃ તમારી કુંડળીમાં બુધ નવમા સ્થાનમાંથી આઠમા સ્થાનમાં જશે. તે બીજા અને 11મા સ્થાનનો માલિક બને છે. પારિવારિક જીવનમાં મોટા ઉતાર-ચડાવ આવશે. લાભ અટકશે. નુકસાની જાય. આરોગ્ય સાચવવું. જવાબદારીઓ વધશે.

કન્યાઃ તમારી કુંડળીમાં બુધ આઠમા સ્થાનમાંથી સાતમા સ્થાનમાં જશે. તે પ્રથમ અને દસમા સ્થાનનો માલિક બને છે. કારકિર્દીને અસર થશે. આરોગ્ય સાચવવું. જીવનસાથી કે ભાગીદાર સાથે વાદ-વિવાદ ટાળવા. મુસાફરી કરવાનું ટાળવું.

તુલાઃ તમારી કુંડળીમાં બુધ સાતમા સ્થાનમાંથી છઠ્ઠા સ્થાનમાં જશે. તે નવમા અને બારમા સ્થાનનો માલિક બને છે. ભાગ્ય સાથ નહીં આપે. આરોગ્ય સાચવવું. મેન્ટલ સ્ટ્રેસ ન લેવો. મુસાફરી ન કરવી. બોલવામાં બફાટ ન થાય તેનું ધ્યાન રાખવું.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા સ્થાનમાંથી પાંચમા સ્થાનમાં જશે. તે આઠમા અને 11મા સ્થાનનો માલિક બને છે. સંતાનોની કાળજી લેવી. શેરબજારથી દૂર રહેવું. પેટમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે. તમારા શત્રુઓનો નાશ થશે.

ધનઃ તમારી કુંડળીમાં બુધ પાંચમા સ્થાનમાંથી ચોથા સ્થાનમાં જશે. તે સાતમા અને 10મા સ્થાનનો માલિક બને છે. કારકિર્દી, ભાગીદારી અને દામ્પત્ય જીવન પર અસર થશે. મનમાં બેચેની રહેશે. પ્રમોશન મળે. બેંક બેલેન્સ વધશે.

મકરઃ તમારી કુંડળીમાં બુધ ચોથા સ્થાનમાંથી ત્રીજા સ્થાનમાં જશે. તે છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બને છે. નાના ભાઈ-બહેન સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. ટ્રાવેલિંગ કરવામાં કાળજી લેવી. પિતાની કાળજી લેવી. લખવામાં ધ્યાન રાખવું.

કુંભઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા સ્થાનમાંથી બીજા સ્થાનમાં જશે. તે પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બને છે. સંતાનો સાથે વાદ-વિવાદ વધશે. પારિવારિક ક્લેશ વધશે. નુકસાની જઈ શકે છે. જીવનસાથીને આરોગ્યની સમસ્યા વધે.

મીનઃ તમારી કુંડળીમાં બુધ બીજા સ્થાનમાંથી પ્રથમ સ્થાનમાં જશે. તે ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. માતા અને પત્નીના આરોગ્યનું ધ્યાન રાખવું. વાદ-વિવાદ ટાળવો. જીવનમાં મોટા પાયાનું પરિવર્તન આવશે. સંતાનની કાળજી લેવી.

* નોંધઃ બુધ વક્રી અને અસ્ત છે તે દરમિયાન મગજ, જ્ઞાનતંતુ અને ચામડીના રોગના દરદીઓએ વિશેષ કાળજી લેવી.

આ સમાચાર શેર કરો