મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નારી નિતંબો એટલે પુરુષની અંદર રોમાંચના દીવા પ્રગટાવતા ટોડલા!

- એય, સાંભળે છે? નર અને વાનર સમુદાયની પ્રજાતિઓને primates કેહવામાં આવે છે. હા

શતરંગ / નારી નિતંબો એટલે પુરુષની અંદર રોમાંચના દીવા પ્રગટાવતા ટોડલા!

- એય, સાંભળે છે?

નર અને વાનર સમુદાયની પ્રજાતિઓને primates કેહવામાં આવે છે. હાલ આમાં 200 જેટલી અલગ અલગ પ્રજાતિઓ છે. પણ એમાં માત્ર મનુષ્યને જ, એમાં એમાં પણ સ્ત્રીને જ મુલાયમ ગોળાકાર નિતંબો મળ્યાં છે.

કવિ કાલીદાસના નાટકોમાં એક નાટક છે ‘વિક્રમોર્વશીય’. આ નાટક રાજા પુરુરવા અને સ્વર્ગની અપ્સરા ઉર્વીશીની પ્રેમકથા છે. નાટકની શરૂઆત એવી થાય છે કે આકાશ માર્ગે વિહરતી અપ્સરાઓના વૃંદ પર દેવોના દુશ્મનો આક્રમણ કરે છે. અપ્સરાઓ સહાય માંગવા સાદ કરે છે. ત્યારે રાજા પુરુરવા આવે છે અને અપ્સરાઓનું રક્ષણ કરે છે. રાજા ઉર્વશી, રંભા, ચિત્રલેખા સહીત અપ્સરાઓને પોતાના રથ પર લઈ લે છે. રથ પર ઉર્વશીના સૌન્દર્યને રાજા આંખથી પીવે છે. પછી પર્વતના એક શિખર પર સૌ અપ્સરાઓને ઉતારે છે. પણ પર્વત શિખરની ઉબડ ખાબડ જમીન પર જ્યારે રથ ઉતરે છે ત્યારે હડસેલો આવે છે અને પુરુરવા અને ઉર્વશીના ખભા એકમેક સ્પર્શે છે. એ સ્પર્શથી પુરુરવાના મનમાં ઉદ્ભવતા રોમાંચને કાલિદાસ એની સ્વઉક્તિમાં મુકે છે, રાજા અનુભવે છે કે, “રથના ચક્રો જેવા ગોળ નિતંબોવાળીના (ઉર્વશીના) ખભાને મારો આ ખભો, જાણે કામદેવને અંકુરો ફૂટતા હોય એમ રોમાંચ ઉદભવતો, અડકયો...”

રથના ચક્રો જેવા ગોળ નિતંબો...આહા, કાલિદાસની ઉપમા તો જુવો ! આમ તો રાજા અને ઉર્વશીનો જે અંગો સ્પર્શ્યા એ તો ખભા હતા. પણ સ્વઉક્તિમાં રાજા ઉર્વશીના નિતંબોનું સંવનન કરે છે. રાજાની અંદર કામદેવ અંકુરિત થયો એ ઉર્વશીના ગોળ અને પુષ્ટ નિતંબોને લીધે થયો છે. 

હિન્દીના જાણીતા અને માનીતા કવિ અશોક બાજપેઇ એક નાનકડું કાવ્ય લખે છે:

जब एक सुडौल गोरा नितम्ब 

थोड़ा सा मुड़ता है

तो देवताओं को हिचकी आने लगती है।

શૃંગારની સૃષ્ટિમાં નારીના નિતંબો એ ઢોળાવો છે જેના પરથી પુરુષની ઉત્તેજનાના ઝરણાઓ કલકલ કરતાં વહેવા લાગે છે. નોબેલ પ્રાઈઝ વિનર સર્જક પાબ્લો નેરુદાની એક કવિતા છે: ‘Body of woman’. એમાં તે સ્ત્રીના નિતંબો માટે લખે છે કે And the roses of your mound!-  mound એટલે કોઈ ટેકરી જેવો ટીલો કે ટીંબો હોય એ... કવિ સ્ત્રીના દેહમાં નિતંબોને એવા નાના ગોળાકાર ટીલા જેવા ગુલાબ કહે છે.  

નર અને વાનર સમુદાયની પ્રજાતિઓને primates કેહવામાં આવે છે. હાલ આમાં 200 જેટલી અલગ અલગ પ્રજાતિઓ છે. પણ એમાં માત્ર મનુષ્યને જ, એમાં એમાં પણ સ્ત્રીને જ મુલાયમ ગોળાકાર નિતંબો મળ્યાં છે. આ નિતંબો સ્ત્રીના સૌન્દર્ય અને ચાલને સુંદરતા બક્ષે છે.આ પુષ્ટ નિતંબો એ નરની અંદર ઉત્ક્રાંતિના અતીતને તાજો કરે છે. કેમ કે મનુષ્યના સંભોગનું પ્રાકૃતિક આસન એ જ છે જે વાનર સહીત મોટાભાગના પ્રાણીઓનું છે. જેમાં સંભોગ દરમિયાન પુરુષ સ્ત્રીના નિતમ્બો પર હાથ રાખીને આરોહિત થાય છે (જેને આપણે અત્યારે doggy style કહીએ છીએ.). જો કે સ્ત્રીના પુષ્ટ નિતંબો પુરુષની ઉત્તેજનાના દીવા પ્રગટાવવાના ટોડલા તો છે જ, પણ ભરાવદાર નિતંબો એ સ્ત્રી તંદુરસ્ત બાળકોને જન્મ આપી શકશે એ પણ સૂચવતા ચિહ્નો પણ છે. પુરુષ પોતાના સંતાનો દ્વારા અમર થવા માંગતો હોય છે. ઉત્ક્રાંતિની યાત્રામાં પુરુષના મગજમાં આ વાત ફીડ થઇ ગઈ છે, તો એ પ્રમાણે પણ પુરુષ સ્ત્રીના નિતંબો જોઈ અજાણતા સહજ રીતે જ એના તરફ આકર્ષાય છે. 

આપણે ત્યાં પૌરાણિક શિલ્પોમાં સ્ત્રીનું દેહ લાલિત્ય ‘રેતઘડી’ જેવું કંડારવામાં આવ્યું છે. જેમાં ઉપર સ્તનનો ઉભાર અને નીચે નિતંબોનો ઘેરાવો, વચ્ચે કમરનો વળાંક... સૌન્દર્યશાસ્ત્રીઓ એવું કહેતા હોય છે કે સ્ત્રીની કમર નિતંબોના ઘેરાવાના સિત્તેર ટકાથી વધુ ન હોય તો એ ખુબ સુંદર લાગતી હોય છે. આપણે ત્યાં એવા દોહરાઓ છે જેમાં પહેલી પંક્તિમાં પુછાયું હોય કે આ કામિનીના પયોધર અને નિતંબો આવા ભર્યા ભર્યા કેમ છે? ત્યારે બીજી પંક્તિમાં જવાબ અપાય કે વિધાતાએ એની કમરમાંથી કંચન લઈને એના નિતંબો અને સ્તનોમાં પૂર્યું છે. 

હમણા આવેલી ‘હીરામંડી’ વેબસીરીઝને લીધે ‘ગજગામિની’ ચાલ ખુબ જાણીતી થઇ છે. સ્ત્રી પોતાના નિતંબોને હાથીણીની જેમ લયબદ્ધ રીતે ડોલન કરતી ચાલે એ ‘ગજગામીની’ ચાલ. ભારતીય શૃંગારમાં આ પ્રકારે ખાસ આ walk શીખવામાં આવતી. પુરુષો ચાલે ત્યારે એના ખભાની મુવેમેન્ટ મહત્વની હોય છે. કોઈ હલન ચલન વિના સીધા ખભા રાખીને ચાલતા પુરુષ કરતાં ચાલતી વખતે ખભાને ખાસ રીતે મુવ કરતાં પુરુષોની ચાલ આકર્ષક અને મર્દાના લાગતી હોય છે. એવી જ રીતે સ્ત્રીઓના નખરાળા નિતંબોનું લયબદ્ધ ડોલન એની ચાલને આકર્ષક અને સુંદર બનાવતું હોય છે.

હોંકારો:

પોતાની સ્ત્રીથી આકર્ષાતો પુરુષ જયારે સ્ત્રીને hug કરે-ગળે લગાવે ત્યારે પોતાના હાથથી એના નિતંબો પંપાળ્યા વિના ભાગ્યે જ રહી શકે. હિન્દીમાં અવિનાશ મિશ્રએ કામસૂત્રની કલાઓ પર નાની નાની ૬૪ કવિતાઓ લખી છે, એમાં એક કવિતામાં એ કહે છે:

जिनके पश्चात भी प्रारंभ होते हैं वाक्य

 ऐसे पूर्णविरामों की तरह 

 थे तुम्हारे नितंब

ખરેખર પૂર્ણ વિરામ જેવા ગોળ નિતંબોને પંપાળ્યા બાદ તો પુરુષના તો રૂંવે રૂંવે શૃંગારની વાચા ફૂટતી હોય છે!

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો