મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અજાણ્યો પુરુષ, જંગલી રીંછ કે નાગણ નોકરી? ખતરા કિસસે હૈ?

- નાગણ નોકરી નોકરી સે ડર નહિ લગતા સાહબ, પગાર સે ભી ડર નહિ લગતા સાહબ, સાથ કામ કરન

શતરંગ / અજાણ્યો પુરુષ, જંગલી રીંછ કે નાગણ નોકરી? ખતરા કિસસે હૈ?

- નાગણ નોકરી

નોકરી સે ડર નહિ લગતા સાહબ, પગાર સે ભી ડર નહિ લગતા સાહબ, સાથ કામ કરને વાલો સે ભી નહિ લગતા સાહબ, અરે ભાઈ તો કિસ સે લગતા હૈ?!! રીંછ સે??! ફેમી રીંછ સે!!        ફેમિનિસ્જેટ સમાજ મુજબ જેટલો ડર અજાણ્યા પુરુષથી કે રીંછથી સ્ત્રીઓને લાગે છે, (ઇન્સ્ટા પર ચાલતા લેટેસ્ટ ટ્રેન્ડની વાત છે ભૈ'સાબ!!) એટલો કે એનાથી વધારે ડર અમને અમારા બોસ કે મેનેજરથી તો રોજ લાગતો હોય!! એમ થાય કે હમણાં ખાઈ જશે, ગળચી જશે, કાચેકાચા ચાવી જશે!        આજ કી શામ, મેનેજર ઉર્ફ બોસ કે નામ! બોસ હોય કે પત્ની જો સારા મળ્યા તો ઠીક છે બાકી લાઇફની વાટ લગાડી દે. બીજી ખાસ વાત એ પણ છે કે બોસ હોય કે વાઇફ એને સારા હોવા સાથે આ જન્મનું કે પાછલા સાત જન્મોનું કોઈ લેણું નથી, છતાં ય રામ જાણે શું લેણું હોય કે લમણે લખાયા હોય ને ઢીમચે ઢીમચે સમાયા હોય. એટલે તમે આમ કરચલી દૂર કરો કપાળ પરથી, હું તો એવું કહું છું કે આ લોકો સારા નહિ; બહુ જ સારા હોય છે. એમના કારણે જ તો આપણને ઘરે કે ઓફિસે જવાનું મન નથી થતું પણ પાછું જવું ય એમના કારણે જ પડતું હોય છે!!        આમ જોવા જઈએ તો બિચારા બોસનો કોઈ વાંક હોતો જ નથી કેમકે એમને પણ એમના બોસનું પ્રેશર હોય છે ને એમના બોસને એમના બોસનું ને આમ ને આમ ચાલ્યા જ કરતું હોય છે. ક્યોંકી સાંસ ભી કભી બહુ થી સિરિયલ પ્રમાણે સાસુને ભાન ન હોય કે હું ય કોઈની વહુ હતી ને વહુને જ્ઞાન ન મળે કે હું ય ક્યારેક સાસુ થઈશ. અદ્દલ એમ જ ક્યોંકી મેનેજર ભી કભી ઑફિસર થા કે બોસ ભી કભી પિલ્લા થા મતલબ કે કર્મચારી થા. ઉપ્સ કર્મચારી તો એ હજુ ય હોય જ પણ એની નીચે કામ કરતા લોકો એને પોતાના સાથી કર્મચારી તરીકે માનવા તૈયાર જ નથી હોતા કેમકે એવું માની શકાય એવા એનાં લખ્ખણ જ નથી હોતા ને!!        હાસ્તો, સત્ય કહેવામાં તે વળી ડર શાનો. નાગણ નોકરી અંતર્ગત આપણે પેટ છૂટ્ટી વાતો કરીશું, મન ભરીને નોકરીને કોસિશું ને કોશિશું કરીશું કે હૈયાનો ભાર હળવો થાય ને ખિસ્સાનો ભારે!! ખિસ્સું ભારે કરવા પાછી કરવાની તો નોકરી જ છે હો ભાઈ!!        વાત બોસની થતી હતી. જેમ લગ્ન કરવા તલપાપડ કે વરિયાળી પાપડ (પણ આ તલ પાપડ મળે છે ક્યાં? મળે તો આ વરિયાળી પાપડ પણ લાવવા જોડે..) યુવક યુવતીઓને એમના સપનાના રાજકુમાર કે રાજકુમારી મળતા નથી હોતા એવી જ રીતે દરેક મેનેજરને એ જ ફરિયાદ હોય કે એને અનુરૂપ કે એને જોઈએ એવો એની હાથ નીચેનો કર્મચારી છે જ નહિ અથવા મળતો જ નથી.        એની ગમતા કર્મચારીની વ્યાખ્યા રજનીકાંત જેવી હોય છે, ઈમ્પોસિબલ. એક્ચ્યુઅલી તો એમની ઈચ્છા એકના એક દીકરાની માને પોતાના કુંવર માટે જોઈતી છોકરી જેવી હોય. જે નોકરી પણ કરે ને ઘર પણ સંભાળે, જીન્સ પણ પહેરે ને સાડી પણ પહેરે, દીકરા જોડે પબમાં ય જાય ને એમની જોડે મંદિરમાં ય આવે. પગે પણ લાગે ને.. જવા દો, વધુ નહિ લખાય કેમકે હું ય વર(વધુ) છું કોઈકની!!         બોસને પણ આવા જ કર્મચારીની તલાશ હોય છે જે વહેલો પણ આવે ને મોડો પણ જાય. જે રૂટિન કામ પણ કરે ને વધારાનું કામ પણ કરે, જે રજામાં કામ કરે ને રજા પણ ન માંગે, જેનો પગાર કાપી પણ શકાય ને જેને બોનસ પણ આપવું ન પડે. જેને આખી દુનિયામાં એની નોકરી સિવાય ક્યાંય રસ જ ન હોય. જેને ફેમિલી, ફ્રેન્ડ્સ કે દુનિયા સાથે કશો નાતો જ ન હોય. જેને ખાવું, પીવું, હરવું ફરવું જેવી ક્ષુલ્લક બાબતોની કોઈ ઈચ્છા જ ન હોય!! જે બોસના ચરણોની રજ બનીને રહે ને જેની સામે કે સાથે બોસ રાજા બનીને ફરે! જેને બોસની આગળ પાછળ ફરીને, સર સર કરીને સરદર્દ પણ ન થાય!! મને હજુ સુધી આવો કર્મચારી કે આવી કર્મચારીણી ક્યાંય મળ્યા નથી, તમને મળે તો મારો જરૂરથી સંપર્ક કરશો. હું તમને જણાવીશ કે તમે કોઈ ભૂતને કે ભૂતનીને મળ્યા છો ત્યાંથી ખસી જાવ કેમકે આવો માણસ આ દુનિયામાં જડવો મુશ્કેલ છે, અશક્ય છે, impossible છે ને unpossible પણ છે. અરે પણ આવો સ્પેલિંગ ક્યાં અસ્તિત્વમાં છે? બસ આ જ, આમ જ; આવો કર્મચારી પણ અસ્તિત્વમાં નથી!! પણ હા, આવી આશા રાખનાર મેનેજર અસ્તિત્વમાં છે હોં, એ પણ એક નહિ લાખોની સંખ્યામાં!! મૂરખના સરદર્દો!!   - સ્નેહલ તન્ના

આ સમાચાર શેર કરો