શતરંગ / એક એવી 'ભૂલ' જેના કારણે 60 લાખ નિર્દોષ લોકોની નિર્મમ હત્યા થઈ!
- પન્ના પલટીએ માનવ ઈતિહાસમાં અસંખ્ય એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ભૂલોના કારણે

- પન્ના પલટીએ
માનવ ઈતિહાસમાં અસંખ્ય એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ભૂલોના કારણે ખૂબ મોટા મોટા સંશોધનો થયા હોય અને તેણે માનવ વિકાસમાં ક્રાંતિકારી ભૂમિકાઓ ભજવી હોય. જોકે, બીજી તરફ એવી કેટલીક ભૂલો પણ છે જેણે માનવ ઈતિહાસને એવા ઘાવ આપ્યા છે જે ક્યારેય ભરાઈ શકે તેમ નથી. આજે અહીં એક એવા જ કિસ્સાનો ઉલ્લેખ કરવો છે જેમાં એક ‘ભૂલ’ એટલી ભારે પડી કે તેના કારણે 60 લાખ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને વર્ષો સુધી અમાનવીય વ્યવહારનો સામનો કરવો પડ્યો.
વાત છે 1918ની, દુનિયા પ્રથમ વિશ્વયુદ્ધના કારણે દુનિયા તિતર-બિતર થઈ ચૂકી હતી. વિશ્વ પર આધિપત્ય જમાવવા માટે શક્તિશાળી દેશો વચ્ચે જંગ ચાલી રહી હતી. ગ્રેટ બ્રિટન અને જર્મની એકબીજા સામે લડી રહ્યા હતા. બ્રિટન શક્તિશાળી હતું અને તેની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી. આ વિશ્વયુદ્ધમાં બ્રિટનનો હીરો હતો તેમનો સિપાહી હેન્રી ટેન્ડે જેણે દુશ્મન જર્મન સેનાનો સફાયો બોલાવ્યો હતો. બાદમાં તેને તેના દેશના સર્વોચ્ચ સન્માન 'વિક્ટોરિયા ક્રૉસ'થી નવાજવામાં આવ્યો હતો.
બન્યું એવું કે, યુદ્ધમાં લડતી વખતે હેન્રીના બંદૂકની અણી પર એક જર્મન સૈનિક આવી ગયો. નિશાન એકદમ સાફ હતું અને બસ ખાલી ટ્રીગર દબાવવાની વાર હતી પણ... હેન્રીમાં અચાનક માનવતા જાગી અને તેણે આ જર્મન સૈનિકનો જીવ બક્ષી દીધો. યુદ્ધ પૂરું થયું અને આમાં જર્મની હારી ગયું હતું.
યુદ્ધના મેદાનમાં દુશ્મનનો જીવ બક્ષી દેવાનું ગર્વ હેન્રી વરસો સુધી કરતો પણ એક દિવસ તેના પગ તળેથી જમીન ખસી ગઈ. તેણે એક પોસ્ટર જોયું જેના પર હિટલરનો ચહેરો હતો. આ ચહેરો જોઈને તેને 1918માં યુદ્ધના મેદાનમાં જે જર્મન સિપાહીને છોડી દીધેલો તેનો ચહેરો તાજો થઈ ગયો. હેન્રીએ જેને જીવતો જવા દીધેલો એ બીજો કોઈ નહીં પણ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર હતો!! હેન્રીનો ગર્વ આ દિવસ પછી અફસોસમાં બદલાઈ ગયો. તેણે જેને માનવતાની શરમે જીવતો જવા દીધેલો એણે આખી માનવતાને શર્મશાર કરી મૂકી હતી. જોકે, હવે પાછળ જઈને કાંઈ બદલી શકાય તેમ પણ નહોતું.
હિટલરે યહૂદીઓ સાથે જે કAdolf Hitlerર્યું તેના કોઈ અજાણ નથી. આ સમયને હૉલોકોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જે માનવ ઈતિહાસના સૌથી ક્રૂર અને શરમજનક સમય તરીકે ઓળખાય છે. આ સમયગાળા પર બનેલી ફિલ્મો જોઈએ કે કોઈ દસ્તાવેજ વાંચીએ તો પણ તે સમયે હિટલર આદરેલી ક્રૂરતાને કલ્પી આપણું હૃદય કંપી ઉઠે, તો જરા કલ્પના કરો કે જેમણે એ યાતનાઓને સહન કરી તેમના શું હાલ થયા હશે! એક અંદાજ પ્રમાણે હિટલરે અલગ-અલગ પ્રકારની યાતનાઓ આપી 60 લાખથી વધુ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો તે દિવસે હેન્રીએ માનવતા ન દાખવી હોત અને સામે ઊભેલા હિટલરને ગોળીથી વિંધી નાંખ્યો હોત તો માનવ સમાજે કદાચ આટલા ક્રૂર ઈતિહાસને સહન કરવો પડ્યો ન હોત.
- આગંતુક








