VIDEO: VIDEO: ANDARNI VAAT / ખનૌરી બોર્ડર પર ગરમાયું રાજકારણ: પંજાબ પોલીસના તંબૂ બૅન સામે ડલ્લેવાલનો ભારે આક્રોશ!
પંજાબ-હરિયાણાના ખનૌરી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનમાંથી ફરી એકવાર તણાવના અહેવાલ સામે આવી રહ્યા છે. પંજાબ પોલીસ દ્વારા તંબૂ લગાવવા પર મૂકવામાં આવેલા નિયંત્રણો અને કડકાઈ સામે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. સરકાર અને પ્રશાસન દ્વારા કરવામાં આવતા અન્યાય સામે અવાજ ઉઠાવી રહેલા આંદોલનકારી ખેડૂતોએ પોલીસની આ કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વિષમ હવામાન અને કડક વહીવટી નિયંત્રણો છતાં ખેડૂતો પોતાનો શાંતિપૂર્ણ માર્ચ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે.ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે પ્રશાસનની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની અંગત ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે અને તેમની સાથે નિર્દયતાપૂર્વકનો વ્યવહાર થઈ રહ્યો છે. કડકડતી ગરમી અને વરસાદ જેવી હાલાકી વચ્ચે પણ વડીલ ખેડૂતો રસ્તા પર બેસીને આંદોલન કરવા મજબૂર બન્યા છે, જેનાથી સમગ્ર ખેડૂત સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. પ્રશાસન દ્વારા ઊભા કરવામાં આવતા તમામ અવરોધો છતાં ખેડૂતોએ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી અને તેઓ પોતાની વાજબી માંગણીઓ માટે લડત ચાલુ રાખવાના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.
નોંધનીય છે કે ખેડૂતો તમામ પાક માટે MSPની કાનૂની ગેરંટી અને સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો અને ખેતમજૂરોના સંપૂર્ણ દેવા માફ કરવા તેમજ આંદોલનકારીઓ પરના તમામ પોલીસ કેસો રદ કરવાની તેમની મુખ્ય માંગ છે. અગાઉ આપેલા સરકારી વચનોનો અમલ ન થતાં અને આર્થિક ભીંસ વધતાં ખેડૂતો રસ્તા પર ઊતરવા મજબૂર બન્યા છે. વહીવટી દબાણો અને કડક પ્રતિબંધો છતાં તેઓ પોતાના હકો મેળવવા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ ખનૌરી બોર્ડર પર બનેલી આ ઘટનાથી આંદોલનની તીવ્રતા વધવાની સંભાવના છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તંબૂ હટાવવા જેવા વહીવટી દબાણોથી તેમનો અવાજ દબાવી શકાશે નહીં. બોર્ડર પર વધારાનો પોલીસ કાફલો તૈનાત હોવા છતાં ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખવા કટિબદ્ધ છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

