VIDEO: સુરત સાયબર ક્રાઈમે દોઢ કરોડના ફ્રોડના મુખ્ય આરોપીની દ્વારકાથી ધરપકડ
સોર્સ : gstv
સુરતના દોઢ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય આરોપી રિયાઝની દ્વારકાના ખંભાળિયાથી ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયા નામના ત્રણ ખાતાધારકો પકડાયા હતા. આ સમગ્ર રેકેટ મુંબઈથી ઓપરેટ થતું હતું, જ્યાં ખાતાધારકોને મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રાખી તેમના ખાતામાં ફ્રોડના નાણાં જમા કરાવી તે યુએસડીટીSમાં કન્વર્ટ કરીને કંબોSડિયા મોકલવામાં આવતા હતા. પોલીસે રિયાઝની ધરપકડ કરી તેને મદદ કરનાર અન્ય બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

