Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Severe flood outbreak in Jorhat, 4 villages of Alangmora submerged in water!

VIDEO: ANDARNI VAAT / જોરહાટમાં પૂરનો કડકો પ્રકોપ, આલેંગમોરાના ૪ ગામો પાણીમાં ગરકાવ!

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આસામના જોરહાટ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ વિકટ બની રહી છે. આલેંગમોરા વિસ્તારના ચાર જેટલા ગામો પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જતાં હજારો નાગરિકો આકાશી આફતમાં સપડાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક કુટુંબો બેઘર બન્યા છે, જેમના માટે વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળોએ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. પૂરના પ્રચંડ પ્રવાહને લીધે સ્થાનિક કૂવાઓ અને પીવાના પાણીના સ્ત્રોતો દૂષિત થઈ જતાં સમગ્ર વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારોના લોકો રોગચાળાનો ભોગ ન બને તે માટે કોલબારી સ્ટેટ ડિસ્પેન્સરી દ્વારા તાકીદના ધોરણે તબીબી રાહત કેમ્પ યોજીને પૂરપીડિતોને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે..

App Store

મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ શર્મા અને તબીબી અધિકારી અનુરાગ શર્મા સહિતની ટીમો આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સહયોગથી ચોવીસે કલાક રાહત કામગીરીમાં જોડાયેલી છે. આરોગ્ય ટીમ દ્વારા દરેક અસરગ્રસ્ત ઘર સુધી પહોંચીને દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સ્થળ પર જ જરૂરી દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે. સ્થાનિક વડીલોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વર્ષ ૧૯૮૮ પછીનો આ સૌથી ભયાનક પૂરનો પ્રકોપ છે. હાલમાં તબીબી વિભાગ દ્વારા પાંચ જેટલા આરોગ્ય કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે, જે આગામી એક સપ્તાહ સુધી સતત સેવાઓ આપશે. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને શુદ્ધ પીવાનું પાણી, ખાદ્યસામગ્રી અને આવશ્યક દવાઓ સમયસર મળી રહે તે માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવી રહી છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News