VIDEO: વલસાડમાં ભારે વરસાદથી ૨૮૪ રોડ બંધ, દમણગંગા કાંઠાના ગામો એલર્ટ પર
સોર્સ : gstv
વલસાડ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વિવિધ વિસ્તારો જળબંબાકાર થતાં 284 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે નીચાણવાળા વિસ્તારના તમામ તલાટી અને સરપંચોને એલર્ટ કરાયા છે તથા NDRFની ટીમ દ્વારા લો લાઈન એરિયામાં નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદી આફત વચ્ચે અંબેટી ગામે ખાનગી બસમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે બોપી ગામે તણાયેલી કારમાંથી ચાલકને ગ્રામજનોએ આબાદ બચાવી લીધો હતો. બીજી તરફ મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડાતાં નદીકાંઠાના 21 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

