Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Due to the continuous rise in the level of Narmada Dam due to heavy rains, the water level crossed 127 meters

VIDEO: ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતા જળસપાટી 127 મીટરને પાર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સતત પડી રહેલા ભારે વરસાદથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સવારે 9 કલાકની સ્થિતિ અનુસાર, ડેમની વર્તમાન જળસપાટી ૧૨૭.૮૦ મીટરે પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરની સરખામણીએ હાલ ૬૭.૮૪ ટકા જેટલો જળસંગ્રહ દર્શાવે છે. ઉપરવાસમાંથી ડેમમાં પ્રતિ સેકન્ડ 16 હજાર 335 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જેની સામે નદીમાં 611 ક્યુસેક અને મુખ્ય કેનાલમાં 12,359 ક્યુસેક મળીને કુલ 12 હજાર 970  ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ડેમમાં આવક વધતાં જળસ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.

App Store